કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેબિલાઈઝ કરવા ઓન્ટારિયોનું $1.3 બિલિયનનું રોકાણ

વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઓછો કરવા પ્રોવિન્સે ટ્યુશન ફી ફ્રીઝને કરી રાખી છે

ટોરોન્ટો – 26th February 2023 : ઓન્ટારિયો સરકારે પ્રાંતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઘટાડવા માટે ટ્યુશન ફી ફ્રીઝ કરવા  સાથે અંદાજે $1.3 બિલિયનના નવા ભંડોળ સહિત પ્રાંતની કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેબિલાઈઝ કરવા માટે વિવિધ પગલાં લીધાં હતાં. પ્રાંત એવો કાયદો પણ રજૂ કરી રહ્યું છે, જો તે પસાર થાય તો વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ, સલામત અને સર્વસમાવેશક કેમ્પસને સપોર્ટ મળશે. વળી તે ફીની ટ્રાન્પરન્સીને વધારશે. વિવિધ પગલાંમાં એવા ઈનિશિયેટીવનો પણ સમાવેશ થાય છે કે જેમાં વિદ્યાર્થીઓને લાભદાયી કારકિર્દી પૂરી પાડવા માટે તૈયાર કરી ઓન્ટેરિયોના સ્કીલ્ડ વર્કફોર્સમાં મદદ મળશે.

કોલેજ અને યુનિવર્સિટીઓના મિનિસ્ટર જીલ ડનલોપે કહ્યું હતું કે, “વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે ખર્ચ ઓછો રાખવાથી વધુ મહત્વનું બીજું કશું જ નથી. સખત મહેનત કરતા પરિવારો પર ઊંચી ટ્યુશન ફીનો બોજ નાખવાને બદલે અમે કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેબિલાઈઝ કરવા ઐતિહાસિક રોકાણ કરી રહ્યા છીએ. અમે ફીને વધુ ટ્રાન્સપરન્ટ બનાવવા પગલાં લઈ રહ્યા છીએ. અમે વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થને સપોર્ટ કરવા સાથે સલામત કેમ્પસને પ્રોત્સાહન આપીએ છીએ અને વિદ્યાર્થીઓને લાભદાયી કારકિર્દી માટે તૈયાર કરી રહ્યાં છીએ.”

વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના સપોર્ટ કરવા પબ્લિકલી આસિસ્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓ માટે ટ્યુશન ફી ફ્રીઝને ઓન્ટારિયો ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે લંબાવી રહ્યું છે. સંસ્થાઓ પ્રોવિન્સની બહારના સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ટ્યુશનમાં પાંચ ટકા સુધીનો વધારો કરી શકશે. જ્યારે ફ્રીઝ પ્રથમ વખત રજૂ કરાયું ત્યારે તેની સાથે ફીમાં 10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તે સમયે ઓન્ટારિયો દેશમાં સૌથી વધુ યુનિવર્સિટી ટ્યુશન દરો ધરાવતો પ્રાંત હતો. જ્યારે અગાઉની નીતિ મુજબ દર વર્ષે ત્રણ ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી હતી જો તેને ધ્યાન લઇએ તો વિદ્યાર્થીઓ અને માતા-પિતા યુનિવર્સિટી માટે સરેરાશ દર વર્ષે અંદાજે $1,600 અને કોલેજ માટે દર વર્ષે અંદાજે $350ની બચાવી શક્યા છે.

પોસ્ટસેકંડરી સંસ્થાઓને સ્થિર કરવા માટે, ઓન્ટારિયો સરકાર ત્રણ વર્ષમાં લગભગ $1.3 બિલિયનનું રોકાણ કરી રહી છે, જેમાં નીચેના મુદ્દાઓને સમાવવામાં આવ્યાં છે:

  • 2024-25માં શરૂ થતા નવા વર્ષમાં પોસ્ટસેકંડરી એજ્યુકેશન સસ્ટેનેબિલિટી ફંડ દ્વારા ત્રણ વર્ષમાં $903 મિલિયનનું રોકાણ કરાશે. જેમાં વધુ નાણાકીય જરૂરિયાત ધરાવતી સંસ્થાઓને ટોપ-અપ્સ માટે $203 મિલિયન ભંડોળનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • કેપિટલ રીપેર્સ અને ઈક્વિપમેન્ટ માટે વધારાના ફંડીંગમાં ત્રણ વર્ષમાં $167.4 મિલિયનનું રોકાણ કરાશે.
  • 2024-25માં કોલેજો માટે સ્મોલ, નોર્ધન અને રૂરલ ગ્રાન્ટ અને યુનિવર્સિટીઓ માટે નોર્ધર્ન ઓન્ટારિયો ગ્રાન્ટ દ્વારા વધારાના વન-ટાઇમ ફંડિંગમાં $10 મિલિયનનું રોકાણ કરાશે. આ ફંડીંગથી આર્થિક રીતે નબળી સંસ્થાઓને મદદ કરાશે. જ્યારે સરકાર એફિસિયન્સિ ઇનીશીયએટીવ મુદ્દે તેમની સાથે કામ કરે છે.
  • થર્ટી પાર્ટી રીવ્યુને સપોર્ટ કરવા એફિસિયન્સી અને એકાઉન્ટેબિલીટી ફંડ દ્વારા 2024-25થી ત્રણ વર્ષ માટે $15 મિલિયનનું રોકાણ કરાશે. જે સંસ્થાઓ લોંગ ટર્મ કોસ્ટ સેવિંગ્સ અને વિદ્યાર્થીઓ અને કોમ્યુનિટી માટે સારા પોઝીટિવ પરિણામો માટેના પગલાંને આઈટેડન્ટીફાઈ કરશે. આ રીવ્યુઝ સસ્ટેનિબિલિટી અને વિદ્યાર્થીઓના અનુભવોને સુધારવા માટે સ્ટ્રક્ચરલ ઈશ્યુસનીસાથે ઓપરેશનલ પોલિસીઝને ધ્યાનમાં રાખશે.
  • 2023-24માં STEM પ્રોગ્રામ ખર્ચને પહોંચી વળવા $100 મિલિયન પબ્લિકલી આસિસ્ટેડ કોલેજો અને યુનિવર્સિટીઓમાં વર્તમાન ફંડીંગના લેવલથી વધુ એનરોલેમન્ટની નોંધ રાખશે.
  • સંશોધન અને નવીનતાને ટેકો આપવા માટે $65.4 મિલિયન, જેમાં ઓન્ટારિયોની એડવાન્સ્ડ રિસર્ચ કોમ્પ્યુટિંગ સિસ્ટમ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિફ્રેશ માટે $47.4 મિલિયન અને તેમની ચાલી રહેલી કામગીરી અને જાળવણી માટે $18 મિલિયનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • ત્રણ વર્ષમાં પોસ્ટસેકન્ડરી મેન્ટલ હેલ્થ એક્શન પ્લાન માટે $8 મિલિયન સહિત મેન્ટલ હેલ્થને સપોર્ટને વધારવાના હેતુથી $23 મિલિયનનું રોકાણ કરવામાં આવશે.

પ્રોવિન્સે સ્ટ્રેન્થનિંગ એકાઉન્ટેબિલિટી એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ એક્ટ, 2024 પણ રજૂ કર્યો છે. જો તે પસાર કરવામાં આવે તો મિનિસ્ટર કોલેજો અને યુનિવર્સિટીઓએ વધારાની ફી અને વિદ્યાર્થીઓના અન્ય ખર્ચાઓ જેવા કે પાઠ્યપુસ્તકો અથવા અન્ય શિક્ષણ સામગ્રીના ખર્ચ સહિતની માહિતી પૂરી પાડવાની સૂચના-આદેશ આપી શકશે. જેમાં સંસ્થાઓ દ્વારા ફી કન્સિસ્ટન્ટ મેનરમાં પબ્લિશ કરવામાં આવી છે, જેમ કે, અભ્યાસક્રમના ખર્ચને પબ્લિશ કરવા જેવી બાબતોની ખાતરી કરવાનો સમાવેશ થાય છે.

ટ્યુશનમાં વધુ ટ્રાન્સપરન્સી લાવવા પ્રોવિન્સ ટ્યુશન ફી ટ્રાન્સપરન્સીના હેતુથી કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ટ્યુશન ફીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે.

સ્ટ્રેન્થનિંગ એકાઉન્ટેબિલિટી એન્ડ સ્ટુડન્ટ સપોર્ટ એક્ટ, 2024 જો પસાર થાય તો કોલેજો અને યુનિવર્સિટીઓને મેન્ટલ હેલ્થ અને વેલનેસ સપોર્ટ તથા સેવાઓ સંબંધિત નીતિઓ નક્કી કરવાની જરૂર પડશે. કૉલેજ અને યુનિવર્સિટીઓએ જાતિવાદ અને નફરતનો સામનો કરવા માટે નીતિઓ બનાવવી જરૂરી છે, પરંતુ તે સેમિટિઝમ અને ઇસ્લામોફોબિયા સુધી મર્યાદિત ન રહેવી જોઇએ.

પ્રોવિન્સ વિદ્યાર્થીઓની સુરક્ષા અને કેરીયર કોલેજોની ઈન્ટગ્રીટીને સુધારવા માટેના પગલાં પણ રજૂ કરી રહ્યો છે. પ્રોવિન્સ કેરીયર કોલેજોની દેખરેખને મજબૂત બનાવવા તમામ મિનિસ્ટ્રીમાં અમલીકરણના પ્રયાસોને વધુ સારી રીતે ઈન્ટિગ્રેટ કરશે. ઉપરાંત પ્રોવિન્સ ડેટા મેનેજમેન્ટ, ડોક્યુમેન્ટેશનની કામગીરી અને કોમ્પ્લિઅન્સ ઇન્વેસ્ટિગેશન્સની અસરકારકતામાં સુધારો કરીને સંબંધિત મુદ્દાઓ અને ફરિયાદોના સમયસર ઉકેલની ખાતરી પણ કરશે. બ્લૂ-રિબન પેનલની ભલામણ પ્રમાણે સરકાર કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે મળીને ફાઈનાન્સિયલ લિટરસી તથા રીસ્ક મેનેજમેન્ટ સહિતના મુખ્ય મુદ્દાઓ માટે બોર્ડના સભ્યો સાથે જોડાઇને મહત્ત્વ કોમ્પિટિઅન્સિસ સ્થાપિત કરશે.

વધુને વધુ વિદ્યાર્થીઓને જોબ શોધવામાં મદદરૂ થવા પ્રાંત કોલેજોને અભ્યાસના ક્ષેત્રોમાં લાગુ માસ્ટર્સ ડિગ્રી ઓફર કરશે. જે વિદ્યાર્થીઓને ઇન-ડિમાન્ડ સ્કીલ, એક્સપર્ટાઈઝ અને ક્રેડેન્સિયલ સાથે સ્નાતક થવામાં મદદ કરશે. આ રીતે એમ્પ્લોયરોને વધુ ઉદ્યોગ-તૈયાર કર્મચારીઓની ઍક્સેસ પણ આપી શકાશે. જેનાથી અદ્યતન ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એનિમેશન જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં લેબર માર્કેટની જરૂરિયાતોને પૂરી કરી શકાશે.

વિદ્યાર્થીઓને લેબર માર્કેટની જરૂરિયાતો સમજવામાં અને પોસ્ટસેકંડરી શિક્ષણ અંગે નિર્ણયો લેવામાં મદદ કરવા પ્રાંત એક કારકિર્દી પોર્ટલ પણ લોન્ચ કરશે. જે ઓન્ટારિયોમાં વિદ્યાર્થીઓ અને નવા આવનારા લોકોને શિક્ષણ અને કારકિર્દીમાં મદદ કરવા માટે માહિતીના વિવિધ સોર્સને એક જ જગ્યાએ ભેગા કરશે.

આ રોકાણો અને વિવિધ પગલાંની સાથે વિદ્યાર્થીઓ અને માતાપિતાને વધારાના ખર્ચોથી બચાવવા ઉપરાંત ચેલેન્જીંગ ફાઈનાન્સિયલ ક્લાઈમેટ વચ્ચે તેમને ફ્લેક્સિબિલીટી આપવા માટે ઓન્ટારિયો જવાબદારીપૂર્વક રીત અપનાવી રહ્યું છે.

#TORONTO #Ontario #college #university #$1.3-billion-funding #tuition-fee-freeze #student-parent #legislation #transpare-fee #careers #workforce.

Next Post

ગીલ-જૂરેલની જોડીએ ટીમ ઈન્ડિયાને અપાવી જીતઃ ઈંગ્લેન્ડ સામેની સીરિઝ પર ભારતનો કબજો

Mon Feb 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હરાવી 5 મેચની સીરિઝમાં 3-1થી લીડ મેળવી લીધી છે. ભારત માટે ધ્રુવ જુરેલ અને શુભમન ગિલે 6ઠ્ઠી વિકેટ માટે અણનમ 72 રનની ભાગેદારી નોંધાવી હતી. ભારતે ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 5 વિકેટે હાર આપી છે. આ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share