ઓટ્ટાવા -ભૂતપૂર્વ વડા પ્રધાન બ્રાયન મુલરોની 84 વર્ષની વયે ચીરવિદાય લીધી, તેમની પુત્રી કેરોલીન મુલરોની એ પોતાની સોશિયલ મીડિયા ની પોસ્ટમાં જણાવ્યું હતું
બ્રાયન મુલરોની એ કેનેડાના 18મા વડા પ્રધાન હતા અને તેઓ તેમની અંતિમ ક્ષણો દરમ્યાન તેમની સાથે તેમનો પરિવાર હતો, તેમ તેણીએ તેની X પરની પોસ્ટમાં જણાવ્યું હતું.
મુલરોનીના પરિવારે ગયા સમરમાં જણાવ્યું હતું કે તેમનું સ્વાસ્થ્યમાં હાર્ટ સારવાર બાદ સતત સુધારો જોવા મળ્યો હતો તે પછી તેમણે 2023 ની શરૂઆતમાં પ્રોસ્ટેટ કેન્સરની સારવાર લીધી હતી
મુલરોની, જેમણે પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ કર્યું હતું, તે સમયે તેઓ 1984 માં ચૂંટાયા ત્યારે કેનેડા ના ઇતિહાસમાં સૌથી જંગી બહુમતી થી જનાદેશ મેળવ્યો હતો
તેમણે જંગી સમર્થન સાથે પ્રાઈમિનિસ્ટરનું પદ ગ્રહણ કર્યું હતું, પરંતુ એ પણ એટલુંજ સત્ય છે કે તે મતદાનના ઈતિહાસમાં સૌથી નીચા એપ્રુવલ રેટિંગ સાથે તેમણે વિદાય લીધી હતી.
ભૂતપૂર્વ વડા પ્રધાન બ્રાયન મુલરોની મોન્ટ્રીયલના રહેવાસી હતા
ભૂતપૂર્વ વડા પ્રધાન બ્રાયન મુલરો વિષે વધુ વિગતવાર ન્યૂઝ માટે ધ્વનિ નું 1st March 2024 નું ન્યૂઝપેપર વાંચવા નું ચુક્સો નહિ