મિસિસાગા અને બ્રામ્પ્ટન માં છેલ્લા 31 દિવસમાં 51 લૂંટના બનાવ બન્યાં જેમાંથી 26 લૂંટ બંદૂક ની અણીએ કરવામાં આવી હતી
મિસિસાગા અને બ્રામ્પ્ટનમાં ગુનાખોરી વધી છે જે ચિંતાનો ગંભીર વિષય છે. જેમાં સશસ્ત્ર લૂંટ સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે.છેલ્લા 31 દિવસમાં, મિસિસાગા અને બ્રામ્પટનમાં દરરોજ સરેરાશ એક અથવા વધુ લૂંટ જોવા મળી છે.
25 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી પીલ પ્રાદેશિક પોલીસ ડેટાનું માનીએ તો તેમાં દર્શાવે છે કે મિસિસાગા અને બ્રામ્પ્ટન શહેરમાં સંયુક્ત રીતે 51 લૂંટની ઘટનાઓ નોંધાવા પામી હતી. 31 ઘટના મિસિસાગામાં અને 19 બ્રામ્પ્ટનમાં બની હતી.
જે પૈકી અડધો અડધ લૂંટ એટલે કે 26 લૂંટની ઘટનાઓ બંદૂકો જેવા મારક હથિયારો સાથે કરવામાં આવી હતી. 10 અન્ય શસ્ત્રો સાથે અને 15 પોલીસ દ્વારા ફક્ત “અન્ય” તરીકે સૂચિબદ્ધ કરવામાં આવી હતી.
પીલ પ્રાદેશિક પોલીસના ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં આ પ્રકારના ગુના માટેના આઠ સામાન્ય હોટસ્પોટ્સ હતા:
- Brickyard Way—2 occurrences
- Burnhamthorpe Road —2 occurrences
- City Centre Drive— 5 occurrences
- Curran Place—2 occurrences
- Dundas Street —2 occurrences
- Hurontario Street —2 occurrences
- Living Arts Drive —2 occurrences
- Main Street—2 occurrences
ગયા વર્ષે આ જ સમયગાળા (જાન્યુ. 25, 2023 – 25 ફેબ્રુઆરી, 2023) સાથે આ ઘટનાઓની સરખામણી કરીએ તો મહિનામાં માત્ર દસ કેસ નોંધાયા હતા. મોટાભાગની ઘટનાઓ (7) બ્રામ્પટન શહેરમાં બની હતી, જેમાં બે ક્વીન સ્ટ્રીટ પર વારંવાર બની હતી. ત્યારથી અત્યાર સુધીમાં પાંચ લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે, જ્યારે અન્ય પાંચમાં હજુ તપાસ ચાલી રહી છે.
છેલ્લા મહિનાના એક નોંધપાત્ર લૂંટના કેસમાં બે સશસ્ત્ર માણસોએ મિસિસાગા, બ્રામ્પ્ટન, ટોરોન્ટો અને હેલ્ટનમાં અસંખ્ય સુવિધા સ્ટોર્સને નિશાન બનાવ્યા હતા. પોલીસે પાછળથી એક સમાચાર પ્રકાશનમાં ઉમેર્યું હતું કે ડાકુઓએ “લૂંટ દરમિયાન પૈસા અને લોટરી ટિકિટની માંગણી કરી હતી.”
જ્યારે આ લૂંટના બનાવોમાં વ્યવસાયો પ્રાથમિક લક્ષ્ય રહે છે ત્યારે ઘરોની અંદર અથવા વાહન ચોરી દરમિયાન હિંસક સશસ્ત્ર લૂંટના કિસ્સાઓ પણ નોંધાયા છે.
પીલ પ્રાદેશિક પોલીસે રહેવાસીઓ અને વ્યવસાયોને લૂંટ સામે સલામતી માટે સુરક્ષા ટીપ્સ આપી છે:
- તમારી પાસે યોગ્ય રીતે કાર્યરત સરવેલિયન્સ સિસ્ટમ છે જેવી કે CCTV , સેક્યુરીટી એલાર્મ સિસ્ટમ
- ખાતરી કરો કે તમારી પાસે તમારા વ્યસાય, ઘર અને પોર્ચ ની અંદર અને બહાર યોગ્ય લાઇટિંગ રાખો અને તેની જાણવણી કરવાનું હમેશા યાદ રાખો.
- કાર્ય કરતા તમામ સ્ટાફને લૂંટ નિવારણની તાલીમ આપો અને તેમની સેફટી વિષે માહિતગાર રાખો
- વ્યસાય તથા ઘર માં બને એટલે ઓછી કેશ રાખો .
- વ્યસાય માં ગ્રાહકો ઉપર ધ્યાન રાખવું સ્ટોરે સેલ્વ્સ ની ઊંચાઈ ઓછી રાખો, જેથી ગ્રાહક ની વર્તણુક પર સરળતા થી નજર રાખી શકાય ઉપરાંત CCTV કેમેરા ઉપર નજર રાખો
- સ્ટોર ની ચીજ વસ્તુ ઓની ગોઠવણી એવી કરો કે જેનાથી કર્મચારીઓ સેલ્સ કાઉન્ટર પરથી બધે નજર રાખી શકે.
- વધારાની વિન્ડો સાઈનેજ તથા વધારા ની ચીજ વસ્તુ સેલ્સ એરિયામાંથી દૂર કરી દો જેથી તમારું વિઝન ક્લિયર રહે
જો લૂંટની ઘટના બને ત્યારે વિક્ટિમ્સ ને તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો
#robbery #gun #Mississauga #Brampton #Crime #armed-robberies