સુરતની મોડેલ તાન્યાએ આપઘાત પહેલા લંડનમાં રહેતી મિત્રને કર્યો હતો વીડિયો કોલ

આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે પણ વીડિયો કોલ પર અંગત વાતો કરી હતી. સુરતની મોડેલ તાન્યાના આપધાત કેસનું રહસ્ય હજી પણ ગુંચવાયેલું છે. મોડેલના આપઘાત કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. એક આઈપીએલના ક્રિકેટરનું પણ તેના મિત્ર તરીકે નામ ઉછળ્યું હતું. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

તાન્યા આપઘાત કેસમાં પોલીસે 25 લોકોના નિવેદન લીધા હોવાનું જણાવાયુ છે. મોબાઈલ CDRના આધારે પરિવારના સભ્યો, મિત્રો સહિતના લોકોના નિવેદન લેવામાં આવ્યા છે. પોલીસને આ કેસમાં કોલ CDRમાં હજી સુધી કોઈ ચોક્કસ કારણ મળી નથી રહ્યુ. ક્રિકેટર સાથે તાન્યાની મિત્રતા અંગે પણ પોલીસ એક એક મોબાઈલ નંબરની બારીકાઈથી તપાસ કરી રહી છે.

અત્યારસુધીની તપાસમાં ક્રિકેટર મિત્રનો કોઈ ચોક્કસ રોલ હોય તેવું બહાર નથી આવ્યું. આ સાથે છેલ્લા 6 મહિનામાં ક્રિકેટર સાથે વાત થઈ હોવાના પુરાવા પણ પોલીસને નથી મળ્યા.

    તો બીજી બાજુ આ બાબતે વધુ એક વિગત સામે આવી છે. આપઘાત પહેલા તાન્યાએ હોર્સ રાઈડિંગની ઈચ્છા વ્યક્ત કરી હતી. હોર્સ રાઈડિંગ કરાવતા કોચને ફોન કરીને તેને આ અંગેની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ સાથે જ લંડનથી સુરત આવેલી મિત્રનું અભિષેક સાથે એક વર્ષ અગાઉ બ્રેકઅપ થયાની વાત તાન્યાએ જણાવી હતી. હાલ પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને મોબાઈલ CDRના આધારે તપાસ કરી રહી છે.

    મળતી માહિતી પ્રમાણે આપઘાત પહેલા તાન્યાએ લંડનમાં રહેતી તેની મિત્ર સાથે વીડિયો કોલ પર અંગત વાતો કરી હતી. આ મિત્ર ભારત આવી ત્યારે તાન્યાએ તેનું ક્રિકેટર સાથે બ્રેકઅપ થઇ ગયાની જાણ કરી હતી. બ્રેકઅપ થયું ત્યારે તેની ફ્રેન્ડ અહીં ન હતી.

    પોલીસે હજી ક્રિકેટર અભિષેક શર્મા અંગેની કોઈ સ્પષ્ટતા કરી નથી. આ ઉપરાંત કોલ ડિટેઇલ અને આઇપીડીઆર (Internet Protocol Detail Record) ની માહિતી બાદ જ આઇપીએલ ખેલાડી અભિષેક શર્માની પૂછપરછ કરવામાં આવશે કે નહીં તે અંગેની સ્પષ્ટતા થઇ શકે છે.

    મહત્ત્વનું છે કે, આ કેસ સાથે ચર્ચામાં આવેલો અભિષેક શર્મા સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો ખેલાડી છે.

    તે ઓલરાઉન્ડર ખેલાડી છે. આઇપીએલમાં 47 મેચમાં 137.38 ના સ્ટ્રાઇક રેટથી 893 રન બનાવી ચુક્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે. આઇપીએલમાં અત્યાર સુધીમાં તે 4 અરધી સદી પણ ફટકારી ચુક્યો છે અને 9 વિકેટ પણ ઝડપી ચુક્યો છે.

    #surat #suicide #cricketer #IPL #police #crime

    Next Post

    કલાકારએ પેન્સિલથી બનાવ્યા સ્વાતંત્ર્ય સેનાનીઓના પોટ્રેટ

    Fri Feb 23 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 આઝાદીના અસલી નાયક નામનું ચિત્ર પ્રદર્શન આગામી તારીખ 25 થી 28 ફેબ્રુઆરી, 2024 સુધી અમદાવાદના રવિશંકર રાવલ કલા ભવન, લો ગાર્ડન ખાતે યોજાશે. આઝાદીના અમૃતકાળના વિશેષ કાર્યક્રમ અંતર્ગત સ્વાતંત્ર્ય વીરોને વિશેષ સ્મરણાંજલિ અર્પવાના હેતુથી પોટ્રેઈટ પેન્સિલ રેખા ચિત્રનું આયોજન કરવામાં આવ્યું […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share