Canada સરકારે વર્ક પરમિટના નિયમ બદલ્યાં

કેનેડાની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે Post Graduation Work Permit પ્રોગ્રામના નિયમોમાં 15 ફેબ્રુઆરીના રોજથી ફેરફાર કર્યો છે. જે વિદેશી વિદ્યાર્થીઓએ 2 વર્ષની અંદર માસ્ટર ડિગ્રી મેળવી લીધી છે, તેઓ હવે PGWP અંતર્ગત 3 વર્ષ માટે ક્વોલિફાય થઈ શક્શે. જો કે, આ માટે જરૂરી ક્રાઈટેરિયા પૂરા કરવા પડશે. જો કે, PGWP પ્રોગ્રામ અંતર્ગત આવી જે સ્કૂલો લિસ્ટમાં સામેલ છે, તેમાંથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ આ નવા પ્રોગ્રામનો લાભ મળશે.

1 સપ્ટેમ્બર 2024થી જે વિદ્યાર્થીઓ લાઈઝનિંગ એગ્રીમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત એડમિશન મેળવી રહ્યા છે, તેઓ PGWPનો લાભ નહીં મેળવી શકે. સાથે જ કેનેડાની સરકારે સુધી ડિસ્ટન્સ લર્નિંગ અને PGWPની વેલિડીટી વધારીને 31 ઓગસ્ટ 2024 કરી છે.

ઉલ્લેખનીય છે કે PGWP એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એ વિદેશથી કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ઓપન વર્ક પરમિટ છે, જે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મળે છે. PGWP ધરાવતા વિદેશી વિદ્યાર્થીઓ કેનેડામાં ગમે તેટલા કલાકો માટે અને ગમે તે સ્થળે નોકરી કરીને કમાણી કરી શકે છે. હવે આ PGWPની સમયમર્યાદા કેટલી છે, તે તમારા સ્ટડી પ્રોગ્રામ, તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ બેમાંથી જે પણ પહેલા પૂરું થાય છે, તેના પર આધાર રાખે છે.

એવા વિદ્યાર્થીઓ જેમણે PGWP અંતર્ગત આવતી સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી અબ્યાસ કર્યો છે તેમને જ 3 વર્ષ માટેની પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ મળી શક્શે. જો તમારો માસ્ટર ડિગ્રીનો કોર્સ 8 મહિના કરતા અથવા તો ક્યૂબિક ક્રેડેન્શિઅલ્સ માટે 900 કલાક કરતા ઓછાનો છે, તો તમને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટનો લાભ નહીં મળે. પરંતુ જો તમારો કોર્સ 8 મહિના લાંબો અતવા 900 કલાકનો કે તેના કરતા વધારે છે તો તમે 3 વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અપ્લા ય કરી શકો છો. પરંતુ આ વર્ક પરમિટનો લાભ સર્ટિફિકેટ કોર્સ અથવા ડિપ્લોમા કોર્સ કરનાર વિદ્યાર્થીઓને નહીં મળે.

કેનેડામાં ડેસિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશનમાંથી ડિગ્રી મેળવી હોય અને થોડા સમય માટે કેનેડામાં નોકરી કરવી હોય તે લોકોને PGWPનો લાભ મળી શકશે. ડેઝિગ્નેટેડ લર્નિંગ ઈન્સ્ટીટ્યુશન કેનેડા સરકાર દ્વારા અપ્રૂવ કરવામાં આવેલી સંસ્થાઓ છે. સરકાર માન્ય સંસ્થામાંથી અભ્યાસ કર્યો હોવો ફરજિયાત છે. જો કે, PGWP પ્રોગ્રામ અંતર્ગત આવી જે સ્કૂલો લિસ્ટમાં સામેલ છે, તેમાંથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ આ નવા પ્રોગ્રામનો લાભ મળશે.

    તમારો અભ્યાસ પૂરો થઈ ગયાના 180 દિવસની અંદર તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી શકો છો. અરજી કર્યાના અને અપ્રૂવ થયાની વચ્ચે પણ તમે કેનેડામાં કામ કરવા માટે સ્વતંત્ર છો, બસ આ માટે તમારે તમે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ માટે અરજી કરી છે તેના પુરાવા જમા કરાવવા પડશે. જો કે, PGWP પ્રોગ્રામ અંતર્ગત આવી જે સ્કૂલો લિસ્ટમાં સામેલ છે, તેમાંથી અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને જ આ નવા પ્રોગ્રામનો લાભ મળશે.

    #Canada-government #rules-of-pg #STUDY-IN-CANADA #WORK-PERMIT #POST-GRADUATION

    Next Post

    દેશના લોકપ્રિય મુખ્યમંત્રીની હરોળમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ

    Mon Feb 19 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 નેતાઓની સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવેલા તાજેતરના સર્વેમાં આ વાત સામે આવી છે. આ સર્વેનો હેતુ દેશના મુખ્યમંત્રીઓની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનું મૂલ્યાંકન કરવાનો હતો, જેમાં કેટલાક રસપ્રદ પરિણામો સામે આવ્યા હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચોથા સ્થાને છે, […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share