ટોરોન્ટો, ફેબ્રુ. 17, 2024 – $10 મિલિયનથી વધુ ઈન્વેન્ટરી (સ્ટોક) સાથે સ્ટોર વાઇડ લિક્વિડેશન સેલ, આજરોજ શનિવાર, 17મી ફેબ્રુઆરી, 2024ના રોજ FactoryDirect.ca સ્ટોરના તમામ 14 સ્થળો પર શરૂ થશે. એપલ, સેમસંગ, એલજી, ડેલ, પેનાસોનિક, ક્યુસિનાર્ટ, ડેનબી જેવી ટોચ ની બ્રાન્ડ્સ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ખૂબજ વ્યાજબી કિંમતે તમે મેળવી શકશો. A.D. Hennick and Associates Inc. અને Danbury Global Ltd. ને ટીવી, સ્માર્ટફોન, ટેબ્લેટ, કોમ્પ્યુટર, નાના અને મોટા ઉપકરણો જેવા કે હીટર, એર કંડિશનર્સ, રમકડાં અને આવી ઘણી ચીજ વસ્તુ ઓના લિક્વિડેશન વેચાણ માટે નિમણૂક કરવામાં આવી છે.
લગભગ 30 વર્ષ પહેલાં જયારે તેમણે તેમનો પ્રથમ સ્ટોર ખોલ્યો ત્યારથી, FactoryDirect.ca કેનેડાના સૌથી મોટા ખાનગી માલિકી (પ્રાયવેટ માલિકી) ધરાવતું ડિસ્કાઉન્ટ રિટેલર્સમાંનું એક અલાયદો સ્ટોર બન્યો હતો, પરંતુ COVID-19 દરમ્યાન તથા હાલ ના ઊંચા ફુગાવાના વાતાવરણમાં કંપની એ વેચાણમાં સતત ઘટાડો નોંધ્યો હતો અને વાર્ષિક ઓવરહેડ ખર્ચમાં આંશિક વધારો અનુભવ્યો છે.એક સમયે તેઓ પાસે 24 સ્ટોર્સ હતા, કેટલાય કર્મચારીઓ કાર્યરત હતા અને 3 દાયકા સુધી કેનેડામાં FactoryDirect.ca પોતાનું એક અલાયદું સ્થાન બનાવ્યું હતું અને એક લોકપ્રિય ઇલેક્ટ્રોનિક સ્ટોરે તરીકે ખૂબજ જાણીતું છે.
“ગ્રાહકો માટે લિક્વિડેશન કિંમતો પર ટોચની બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ મેળવવાની આ એક અનોખી તક છે. હાલ આર્થિક પરિસ્થિતિઓને કારણે તે વધુ સ્પષ્ટ થઈ રહ્યું છે કે વ્યવસાયોને કામગીરીનું સંચાલન કરવામાં ઘણી મુશ્કેલી ના સમય સામનો કરવો પડી રહ્યો છે. FactoryDirect.ca એ ગ્રાહકો માટે બ્રાન્ડેડ ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓ ને વ્યાજબી કિંમતે મેળવવા માટે નો એક સતત વિશ્વસનીય સ્ટોર રહ્યો છે જે લાંબા સમય સુધી ખૂબ જ વ્યાજબી દરે ઇલેક્ટ્રોનિક તથા અન્ય ઉપકરણો પુરા પડે છે અને લગભગ 30 વર્ષ જૂના આ કેનેડિયન માલિકીના ડિસ્કાઉન્ટ રિટેલરને સેંકડો કર્મચારીઓ સાથે તેના દરવાજા કાયમ માટે બંધ કરવા પડી રહ્યા છે તે જોવું ખૂબ જ આશ્ચર્યજનક તેમજ આઘાતજનક બાબત છે” એલેક્સ હેનિક, એડી હેનિક એન્ડ એસોસિએટ્સના પ્રમુખે જણાવ્યું હતું
TDB રિસ્ટ્રક્ચરિંગ લિમિટેડ એ RLlogistics Limited Partnership (dba factorydirect.ca) માટે પ્રપોઝલના ટ્રસ્ટી છે. નાદારી અને નાદારી અધિનિયમ હેઠળ દરખાસ્ત કરવાના ઇરાદાની નોટિસ કોર્ટમાં ફાઇલ કર્યા બાદ ફડચાનો આ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો