ઓન્ટારિયોએ ફરજિયાત બ્લેક હિસ્ટ્રી લર્નિંગ રજૂ કર્યું

AJAX- ઓન્ટારિયો બ્લેક હિસ્ટરી મન્થની ઉજવણી કરી રહ્યું છે. ઑન્ટારિયો સરકાર ગ્રેડ 7, 8 અને 10ના ઇતિહાસમાં અસાધારણ યોગદાન અને કેનેડાના નિર્માણમાં મદદ કરનાર અશ્વેત કેનેડિયનોના ઇતિહાસ પર નવું ફરજિયાત શિક્ષણ રજૂ કરી રહી છે.

પ્રથમ વખત સપ્ટેમ્બર 2025માં શરૂ થતાં ગ્રેડ 7, 8 અને 10 ઇતિહાસ વર્ગોમાં અશ્વેત કેનેડિયોના ઇતિહાસને કેનેડિયન ઇતિહાસ તરીકે પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવાની સાથે ફરજિયાત શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે. પૂર્વ અને પોસ્ટ-કન્ફેડરેશન સહિત.કેનેડાના વિકાસમાં યોગદાન આપનારા વિવિધ અશ્વેત સમુદાયોને હાઇલાઇટ કરવામાં આવશે.

વિદ્યાર્થીઓ હવે એક યુવા રાષ્ટ્ર તરીકે કેનેડાના પાયામાં અશ્વેત વ્યક્તિઓના ભૂલી ન શકાય તેવા યોગદાન વિશે અને લોકશાહી, સર્વસમાવેશક અને સમૃદ્ધ દેશનું નિર્માણ કરવાના પ્રયાસમાં તેમને જે અવરોધોનો સામનો કરવો પડ્યો હતો તે વિશે અભ્યાસ કરશે.

શિક્ષણ પ્રધાનના સંસદીય સહાયક પેટ્રિસ બાર્ન્સે જણાવ્યું હતું કે,“તમામ વિદ્યાર્થીઓ કેનેડામાં અશ્વેત સમુદાયો અને આપણા દેશના વિકાસ પર તેમની પ્રચંડ અસર વિશે અભ્યાસ કરે તે મહત્વપૂર્ણ છે. અશ્વેત લોકો 1600 ના દાયકાથી કેનેડિયન સ્ટોરીનો એક ભાગ છે. તેથી જ અમે આ ફરજિયાત શિક્ષણને એમ્બેડ કરીને અમારા દેશના વૈવિધ્યસભર વારસા વિશે વિદ્યાર્થીઓની સમજણને વધુ સારી બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. તે અસંખ્ય નોંધપાત્ર લક્ષ્યોને હાઈલાઈટ કરે છે, જે વિદ્યાર્થીઓને આપણા દેશના સમૃદ્ધ વારસા વિશે વધુ સમજણ વિકસાવવામાં મદદ કરશે.”

આગામી વર્ષમાં, મંત્રાલય ઈતિહાસકારો, શિક્ષકો અને અશ્વેત સમુદાય સાથે પરામર્શ કરશે, જે નવા શિક્ષણની માહિતી આપશે.

વધુમાં, ઓન્ટારિયો આધુનિક અને અદ્યતન અભ્યાસક્રમ પર તેનું કાર્ય ચાલુ રાખશે. જેથી કરીને વિદ્યાર્થીઓ સફળ થવા માટે જરૂરી એવા વાસ્તવિક જીવનના મૂલ્યો અને જ્ઞાન સાથે સ્નાતક થાય. તકનીકી પ્રગતિમાં અને ઉદ્યોગસાહસિકતામાં વૃદ્ધિ સાથે, પ્રાંત આગામી શાળા વર્ષમાં શરૂ થતા અપડેટ કરેલા અભ્યાસક્રમ રજૂ કરી રહ્યું છે, જે વિદ્યાર્થીઓને આવતીકાલની જોબ્સ માટે તૈયાર કરશે.

શિક્ષણ મંત્રી સ્ટીફન લેસીએ કહ્યું હતું કે, “બ્લેક હિસ્ટ્રી એ કેનેડિયન ઇતિહાસ છે અશ્વેત વ્યક્તિઓએ આપણા દેશની સ્થાપના અને સફળતામાં આપેલા યોગદાન વિશે શીખવાનું ફરજિયાત કરીને, કેનેડિયનોની આગામી પેઢી કેનેડામાં અશ્વેત કેનેડિયનોએ આપેલા બલિદાન, દેશભક્તિની પ્રતિબદ્ધતા અને લાંબા ગાળાના યોગદાનની વધુ સારી રીતે પ્રશંસા કરશે. જેમ જેમ અર્થતંત્ર અને ટેક્નોલોજી બદલાતી રહે છે, તેમ અમે STEM શિક્ષણ પર ભાર મૂકીને અભ્યાસક્રમનું આધુનિકીકરણ કરવાનું ચાલુ રાખીશું, જેથી વિદ્યાર્થીઓ પાસે સારા વેતન સાથેની રોજગારીને ધ્યાનમાં રાખીને સ્નાતક થવા માટે કૌશલ્ય અને આત્મવિશ્વાસ હોય.”

ઓન્ટેરિયો અભ્યાસક્રમ કેવી રીતે અપડેટ કરવામાં આવે છે તે વિશે માતાપિતા અને જનતાને વધુ પારદર્શિતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા પૂરી પાડવા માટે, ઓન્ટારિયો સરકારે નવી ઓન્ટારિયો અભ્યાસક્રમ સમીક્ષા અને પુનરાવર્તન માર્ગદર્શિકા બહાર પાડી છે. આ માર્ગદર્શિકા કિન્ડરગાર્ટનથી ગ્રેડ 12 સુધી અંગ્રેજી અને ફ્રેન્ચ બંનેમાં અભ્યાસક્રમની સમીક્ષા કરવા અને તેમાં સુધારો કરવા માટેની મંત્રાલયની વર્તમાન પ્રક્રિયાની ઝલક પૂરી પાડે છે, જ્યારે તે અદ્યતન અને સુસંગત છે તેની ખાતરી કરવા દર પાંચ વર્ષે અભ્યાસક્રમની સમીક્ષા કરવાની સરકારની યોજનાની રૂપરેખા પણ આપે છે. અગાઉની સરકાર દ્વારા અનુક્રમે 15 વર્ષ અને 16 વર્ષ જૂના ગણિત અને વિજ્ઞાનના અભ્યાસક્રમો સહિત અભ્યાસક્રમને સમયસર અપડેટ ન કરવાના પરિણામે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

ઓન્ટારિયો સપ્ટેમ્બર 2024માં અમલીકરણ માટે અભ્યાસક્રમમાં નીચેના અપડેટ્સ પણ જારી કરશે, જેમાં સામેલ છે:

  • ટેક્નોલોજિકલ એજ્યુકેશન, ગ્રેડ 9 અને 10 – સપ્ટેમ્બર 2024માં ગ્રેડ 9માં પ્રવેશતા વિદ્યાર્થીઓ સાથે શરૂ કરીને, હાઇસ્કૂલના વિદ્યાર્થીઓએ હવે તેમના ઓન્ટેરિયો સેકન્ડરી સ્કૂલ ડિપ્લોમાના ભાગ રૂપે ગ્રેડ 9 અથવા 10 તકનીકી શિક્ષણ ક્રેડિટ મેળવવાની જરૂર પડશે. આ બે હેન્ડ-ઓન અભ્યાસક્રમો વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ ડિઝાઇન પ્રક્રિયા અને મૂળભૂત તકનીકી વિભાવનાઓને શોધવા અને લાગુ કરવામાં મદદ કરશે. આ કૌશલ્યો વિદ્યાર્થીઓને પ્રોગ્રામ્સ અને તાલીમના માર્ગો શોધવાની તક આપશે. જે કુશળ વેપાર સહિત વિવિધ STEM-સંબંધિત કારકિર્દી તરફ દોરી શકે છે.
  • ઉદ્યોગસાહસિક માનસિકતાનું નિર્માણ, ગ્રેડ 9 અને વ્યવસાય શરૂ કરવો અને તેનું નેતૃત્વ કરવું, ગ્રેડ 10 – આ બે નવા પ્રાયોગિક અભ્યાસક્રમોમાં, વિદ્યાર્થીઓ એક ઉદ્યોગસાહસિક માનસિકતા વિકસાવવાનું શરૂ કરશે અને પહેલ કરવાનું, પરિવર્તન સાથે અનુકૂલન સાધવાનું, સમસ્યાઓના સર્જનાત્મક ઉકેલો શોધવાનું મહત્વ શીખશે. તેની સાથેસાથે ઉદ્યોગસાહસિકતાની નાણાકીય બાબતોને સમજવાનું શરૂ કરશે. ઉદાહરણ તરીકે, ગ્રેડ 10 અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને વ્યવસાય શરૂ કરવા અને ચલાવવાનો વાસ્તવિક જીવનનો અનુભવ આપશે.
  • કેનેડિયન ભૂગોળનું અન્વેષણ, ગ્રેડ 9 (ડી-સ્ટ્રીમ્ડ) – ગ્રેડ 9 પ્રોગ્રામને ડી-સ્ટ્રીમ કરવાની સતત પ્રતિબદ્ધતાના ભાગરૂપે, આ કોર્સ વિદ્યાર્થીઓને પર્યાવરણીય અને આર્થિક મુદ્દાઓ અને કુદરતી સંસાધનો જેવા વિષયો સાથે સંબંધિત તેમની અસર તપાસવાની મંજૂરી આપે છે. તે વિદ્યાર્થીઓને STEM અને કેનેડાના કુદરતી વાતાવરણ વચ્ચેના જોડાણોની સમજ પુરી પાડશે કારણ કે તે કેનેડિયન ઓળખ અને મૂલ્યો સાથે જોડાય છે.
  • કારકિર્દી અભ્યાસ, ગ્રેડ 10 – મે 2023માં જાહેરાત કર્યા મુજબ, મંત્રાલય માનસિક સ્વાસ્થ્ય સાક્ષરતા પર વધારાના ફરજિયાત શિક્ષણનો સમાવેશ કરવા માટે ગ્રેડ 10 કારકિર્દી અભ્યાસ અભ્યાસક્રમમાં સુધારો કરી રહ્યું છે. સંશોધિત અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને અભિભૂત થવાના અથવા સંઘર્ષ કરતા હોવાના સંકેતોને કેવી રીતે ઓળખવા તેમજ જરૂર પડ્યે સ્થાનિક રીતે ક્યાંથી મદદ મેળવવી તે શીખવામાં મદદ કરશે.
  • અંગ્રેજી, ગ્રેડ 9 – ફ્રેન્ચ-ભાષાની શાળાઓ માટેનો આ સુધારેલા અભ્યાસક્રમ અંગ્રેજી ભાષાની શાળાઓ માટેના ગ્રેડ 9 અંગ્રેજી અભ્યાસક્રમ સાથે જોડાયેલો છે, જે સમાન સ્ટ્રકચર અને સ્ટ્રેન્ટ્રસ પર આધારિત છે. તે વિદ્યાર્થીઓને વાંચન, લેખન અને મૌખિક અને વિઝ્યુઅલ કમ્યુનિકેશન માટે જરૂરી પાયાના જ્ઞાન અને કૌશલ્યો વિકસાવવા અને એકીકૃત કરવાનું ચાલુ રાખવા સક્ષમ બનાવશે.

#Ontario #Black-History #Province #curriculum #students #jobs #future #school #English

Next Post

કેનેડાને ચીપ લેબરનું વ્યસન લાગ્યું છે : માર્ક મિલર

Fri Feb 9 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 લેબરની ગંભીર કટોકટીને પહોંચી વળવા કેનેડાને ઇમિગ્રન્ટ્સની સખત આવશ્યકતા છે તેવું વર્ષોથી કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તાજેતરમાં ટ્રુડો સરકારે અચાનક પલટી મારી દેશ પર સસ્તા વિદેશી મજૂરીનો વ્યસની હોવાનો આરોપ મૂક્યો છે. ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે મંગળવારે પ્રકાશિત બ્લૂમબર્ગ ન્યૂઝ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share