ધ્રુવભાઈ શાહ ગ્વેલ્ફ મેયર વોલિન્ટિર એવોર્ડ દ્વારા સન્માનિત થયા, ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી માટે ગૌરવની વાત

આપ સૌ મિત્રો ને જણાવતા આનંદ થાય છે કે ગ્વેલ્ફ ગુજરાતી કૉમ્યૂનિટી મેમ્બર ધ્રુવભાઈ શાહને ફેબ્રુવારી ૮ ૨૦૨૪ ના રોજ ગ્વેલ્ફ મેયર ના ગ્વેલ્ફ વોલિન્ટિર એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા હતા

ધ્રુવ શાહ 2016 થી વિવિધ ગ્વેલ્ફ સમુદાય (કૉમ્યૂનિટી) અને બિન-લાભકારી (નોન-પ્રોફિટ) સંસ્થાઓને સ્વયંસેવક (વૉલીનટીયર) સેવા આપી રહ્યા છે.

covid-૧૯ ની મહામારી દરમ્યાન ધ્રુવભાઈ એ ગ્વેલ્ફ જનરલ હોસ્પિટલ તથા ગ્વેલ્ફ ફૂડ બેંક માટે ફંડ રેસિંગ દ્વારા આ બંને સંસ્થા ને નાણાકીય મદદ થાય તે ઉદૅશ્યે સ્વૈચ્છિક આગેવાની લઇ પોતાના તમામ પ્રયાસો થી સ્વૈચ્છીક સેવા આપી હતી

    આ ઉપરાંત તેમણે અન્ય ઘણી સંસ્થાઓ માં સ્વયંસેવક (વોલ્યૂન્ટિર) સેવા આપી છે જેમાં ધ ચિલ્ડ્રન્સ ફાઉન્ડેશન ઓફ ગ્વેલ્ફ તથા વેલિંગ્ટન શાળાના પોષણ (નુટ્રિશન) પ્રોગામ, હિંદુ સોસાયટી ઓફ ગ્વેલ્ફ, સન્ડે ટેબલ અને ધ ગ્વેલ્ફ એન્ડ ડિસ્ટ્રિક્ટ બહુસાંસ્કૃતિક (મલ્ટિકલચર) ઉત્સવ (ફેસ્ટિવલ) માં પણ તેમણે સ્વયંસેવક ની એકધારી સેવા આપી રહ્યા છે .

    ધ્રુવભાઈ ને હોપ હાઉસ ફૂડ માર્કેટ, ક્રિસમસ એફોર્ડેબલ ગિફ્ટ માર્કેટ અને હોપ ઇન ધ સ્ટ્રીટ, ક્રિસમસ જોય હોમ ટૂર, કોલ્ડેસ્ટ નાઇટ ઑફ ધ યર જેવી વિવિધ વાર્ષિક ફંડ રેઇઝિંગ ઇવેન્ટ્સમાં સ્વયંસેવક તરીકે કામ કરવાની તક પણ મળી છે
    તેઓ ધ સિટી ઓફ ગ્વેલ્ફ દ્વારા લેવામાં આવતી પહેલ જેવી કે વૃક્ષારોપણ, સ્પ્રિંગ કોમ્યુનિટી ક્લીન અપ ડે અને કોમ્યુનિટી ફોકસ ગ્રુપમાં સ્વયંસેવક સેવા આપી ચુક્યા છે એન્ડ સતત કાર્યરત છે

    ધ્રુવભાઈ શાહ એ ગુજરાતી કૉમ્યુઈટી માટે ખૂબજ આદર્શ ઉદાહરણ સમાન છે અને પ્રેરણા દાયી કામ કરી રહ્યા છે ધ્વનિ ન્યૂઝપેપર તરફ થી તેમના આ સ્વયંસેવક પ્રવાસમાં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ.અને હાલ જ તેમને મળેલ સિટી ઓફ ગુએફ મેયર દ્વારા તેમની વોલિન્ટિર સેવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા .

      Next Post

      શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ હેમિલ્ટન ખાતે બાલ સંસ્કાર શિબિર નું આયોજન

      Fri Feb 9 , 2024
      Total 0 Shares 0 0 0 0 0 0 શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ હેમિલ્ટન ખાતે બે દિવસીય બાલ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમા 45 ઉપરાંત બાળકો જોડાયા . શિબિર નો ટોપિક હતો ‘Power of Sang ‘. કેનેડા માં રહેવા છતાં જો સારો સંગ મળે તો બાળકોમાં કેટલા સારા સંસ્કારો […]

      આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

      Subscribe Our Newsletter

      Total
      0
      Share