લોકોનો વિદેશનો મોહ છૂટતો નથી અને ધૂતારા તેનો લાભ ઉઠાવે છેઃ છેતરપીંડીનો વધુ એક કિસ્સો

  • આણંદ જિલ્લામાં એજન્ટે એકસાથે 5 લોકોને છેતર્યાં, ડમી લેટરના નામે રૂ.20.60 લાખ પડાવી લીધા

ગુજરાતના આણંદ જીલ્લામાં વિદેશમાં જઇ કરોડોની કમાણી કરવાનો લાભ પાંચ જણાને ભારે પડ્યો છે. એજન્ટ દ્વારા ડમી લેટર પકડાવી રૂા. 20.60 લાખની છેંતરપીંડી આચરવામાં હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેતરપીંડીનો ભોગ બનેલા લોકો દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સુત્રધાર સહિત અન્ય 3 સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આણંદનાં સોજિત્રા રોડ પર મારૂતિ સોલારાઈસમાં હાઈસ ગ્લોબલ કન્સલટન્સીની ઓફીસ આવેલી છે. આ કન્સલન્ટસીના માલિક મનીષ પટેલ તેમજ તેઓના ભાગીદાર ભરત પટેલ છેલ્લાં ઘણા સમયથી રાવળપુરા ખાતે રહેતા કુલદીપ પરમાર પાસેથી ખોટા ઓફર લેટર તેમજ ખોટા ઓફર લેટરમાં છેડછાડ કરી વિદેશ જવા ઈચ્છતા લોકોને પકડાવીને તેઓ સાથે છેંતરપીંડી આચરતા હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે અચાનક છાપો માર્યો હતો.

પોલીસ દ્વારા ઓફીસમાં હાજર લોકોની પૂછપરછ હાથ ધરાઇ હતી. તેમજ પોલીસ દ્વારા ઓફીસમાં તપાસ હાથ ધરતા કોમ્પ્યુટરમાંથી અલગ અલગ કંપનીનાં ઓફર લેટર પણ મળ્યા હતા.  મુખ્ય સુત્રધાર મનીષ પટેલ દ્વારા લોભામણી જાહેરાત આપી વિદેશ જવાની ઘેલછા ધરાવતા લોકોનો વિશ્વાસ સંપાદન કરી નોટરાઈઝ લખાણ કરાવી તેમજ રજીસ્ટ્રેશન ફી તેમજ ટ્રાવેલ ફી નાં પૈસા લઈ કોઈ પ્રોસેસ કરી ન હતી. જે બાદ ગ્રાહકો દ્વારા પૈસા પરત માંગતા તેઓને વાયદાઓ કરી અમુક ટકા નાણાં જ પરત પાછા આપવાનો વાયદો કરવામાં આવતો હતો.

મનીષ પટેલ દ્વારા નિધિ જયંતકુમાર શાહ, શાહનવાજ ઈકબાલભાઈ સૈયદ, હાર્દિક અનિલકુમાર પટેલ, મયંક દેસાઈ સહિતનાં ગ્રાહકોને ખોટા ઓફર લેટર સાચા તરીકે મોકલી આપી તેઓ પાસેથી રૂા. 20.60 લાખની  છેંતરપીંડી આચરી હતી. ત્યારે પોલીસે ભરત પટેલ અને કુલદીપ પરમારને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે મુખ્ય સુત્રધાર મનીષ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આમ, વિદેશ જવાની ઘેલછામાં લોકો લાખ્ખો રૂપિયા ખોઇ બેસે છે. જે અંગેના કિસ્સા અવારનવાર બહાર આવતા રહે છે તેમ છતાં લોકોમાં જાગૃતિ આવી નથી. #Gujarat #Anand #people-cheated #abroad #CHANTARPINDI #AGENT #CONSULTANCY #POLICE #COMPLAINT #અમેરિકા, #કેનેડા, #બ્રિટન, #છેતરપીંડી, #ઓફરલેટર

Next Post

Gujarat Budget 2024 : ગુજરાતનો વિકાસદર 14.9 ટકા થયો

Sat Feb 3 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ગુજરાત વિધાનસભામાં શુક્રવારે ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈએ બજેટ રજૂ કર્યુ છે. બજેટમાં જણાવ્યુ છે કે રાજ્યનો વિકાસદર 14.9 ટકા થયો છે. ગુજરાતના નાણામંત્રી દ્વારા વિધાનસભામાં 3 લાખ 32 હજાર 465 કરોડનું ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. યોજનાઓ માટે 1250 […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share