- વડોદરાની હરણી તળાવનની દુર્ઘટના બાદ વીડિયો સામે આવ્યો : બોટ સંચાલકની ઘોર બેદરકારી
વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં માસૂમ બાળકોના મોતથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે બેટ દ્વારકાનો આવો જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક બોટમાં ૩૦૦ જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. જે બોટની ક્ષમતા કરતાં ઘણા વધુ હતા.
બેટ દ્વારકામાં એક બોટમાં ક્ષમતા કરતાં વધુ 300 જેટલા લોકો બેસાડ્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટની એક યુવતિએ બેટ દ્વારકાનો આ વિડીયો વાયરલ કર્યો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં જોવા મળે છે કે, એક જ બોટમાં 250 થી 300 લોકો ભર્યા છે. વિડીયોમાં એવું પણ જોવા મળે છે કે, બોટમાં જેટલા લોકોને બેસાડવામાં આવ્યા છે તે તમામ લોકોનેલાઈફ જેકેટ પહેરાવ્યા વગર જ બેસાડવામાં આવ્યા છે. આ સમગ્ર બાબતે બોટ સંચાલકની ઘોર બેદરકારી સામે આવી છે.
પૂજાબેન માકડિયા નામની યુવતીએ પોતાના સોશિયલ એકાઉન્ટમાં આ વીડિયો મુક્યો હતો. જે બાદમાં વાયરલ થયો હતો. બેટ દ્વારકા પરિવાર અને મિત્રો સાથે દર્શન કરવા ગયા હતા ત્યારે આ વિડિયો બનાવ્યો હતો. યુવતી દ્વારા વિડીયોમાં કહેવામાં આવ્યું કે દુર્ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ.
કોઇપણ પ્રકારના લાઈસન્સ વિના, એનઓસી લીધા વિના, સુરક્ષાના નિયમોને ધ્યાનમાં લીધા વિના કે તેનું પાલન કર્યા વિના બેરોકટોક આ રીતે ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવા બદલ સંચાલકો ઉપર ફિટકાર વરસી રહ્યો છે. જોકે હજી સુધી તંત્ર દ્વારા કોઇ એકશન લેવામાં આવ્યાં નથી.
#dwarka #boat #tragedy #mishap #crime #NOC