‘ટાઈગર 3’ની ભવ્ય સફળતા બાદ કેટરિના કૈફ ટૂંક સમયમાં જ ‘મેરી ક્રિસમસ’ સાથે ફરી એકવાર મોટા પડદા પર આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં કેટરીના પહેલીવાર સાઉથ એક્ટર વિજય સેતુપતિ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે મેકર્સે ‘મેરી ક્રિસમસ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ કર્યું છે. ‘મેરી ક્રિસમસ’ સોન્ગની ઓડિયો ક્લિપ રિલીઝ કરવામાં આવી છે.મેકર્સે કેટરિના કૈફ અને વિજય સેતુપતિની તસવીરો સાથેની ઑડિયો ક્લિપ રિલીઝ કરી છે. લેટેસ્ટ રિલીઝ થયેલ ટાઈટલ ટ્રેક એશ કિંગે ગાયું છે અને તેનું સંગીત પ્રિતમે આપ્યું છે. આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.
કેટરીનાની ‘મેરી ક્રિસમસ’નું ટાઈટલ ટ્રેક રિલીઝ
Merry Christmas