OPP  પ્રોજેક્ટ વેક્ટર દ્વારા 598 ચોરાયેલા વાહનો રીકવર કરાયા

ઑન્ટારિયો પ્રોવિન્સિયલ પોલીસ (OPP)ની આગેવાની હેઠળની પ્રોવિન્સિયલ ઓટો થેફ્ટ એન્ડ ટોઇંગ (PATT) ટીમે, કેનેડા બોર્ડર સર્વિસીસ એજન્સી (CBSA) સાથે મળીને, પ્રોજેક્ટ વેક્ટરના ભાગ રૂપે ગેરકાયદેસર રીતે નિકાસ કરતા પહેલા 598 વાહનો સફળતાપૂર્વક રિકવર કર્યા.

Sûreté du Québec (SQ), Service de police de la Ville de Montréal (SPVM), અને Équité Association સાથે નજીકથી કામ કરીને, CBSA નિયમિતપણે દરિયાઈ કન્ટેનરની તપાસ કરી હતી જેમાં ચોરેલા વાહનો હોવાની શંકા તેમને હતી. મોન્ટ્રીયલમાં દરિયાઈ કન્ટેનરમાંથી મળી આવેલા આશરે 75 ટકા વાહનો ઓન્ટેરિયોમાં ચોરાયેલા હોવાનું અનુમાન છે.

પ્રોજેક્ટ વેક્ટરનો ઉદ્દેશ વાહન પુનઃપ્રાપ્તિમાં મદદ કરવાનો, ઑન્ટારિયોમાં ચોરાયેલા વાહનોની સંખ્યા ઘટાડવા અને પ્રવેશ બંદરો દ્વારા તેમની ગેરકાયદેસર નિકાસ ને અટકાવવાનો છે. ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA) માં પોલીસ  સહિત PATT ના સંયુક્ત દળોના ઓપરેશન ભાગીદારો દ્વારા સમર્થિત આ સંયુક્ત પહેલના ડિસેમ્બર 2023 થી આ નોંધપાત્ર સફળ પરિણામો મળ્યા છે.

પ્રોજેક્ટ વેક્ટરના મુખ્ય આંકડાઓમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • 390 શિપિંગ કન્ટેનરની તપાસ કરવામાં આવી
  • 598 વાહનો પુનઃપ્રાપ્ત થયા, જેમાં ઑન્ટારિયોમાંથી 483 અને ક્વિબેકમાંથી 115નો સમાવેશ થાય છે

ઑન્ટારિયોમાંથી ચોરાયેલા અને રીકવર થયેલા વાહનોની અંદાજિત કિંમત $34.5 મિલિયન છે. આ વાહનો વિવિધ પ્રકારના વાહન ગુનાઓ સાથે જોડાયેલા છે, જેમાં કારજેકિંગ અને ઘરો માં લૂંટફાટ નો સમાવેશ થાય છે.

પોલીસે દ્વારા આ ચોરેલા વાહનોની તપાસ સતત ચાલુ રાખવા માં આવી છે, જે તે વિસ્તાર ના પોલીસો ના  અધિકારક્ષેત્રમાં અને તેઓ કોઈપણ પરિણામી ધરપકડ માટે પણ જવાબદાર છે.

OPP ના ડેપ્યુટી કમિશનર માર્ટી કેર્ન્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ વેક્ટરે ચોરીના વાહનો વેચવા માટે કેનેડિયન નિકાસ બજારનો લાભ લેનારા ગુનાહિત નેટવર્કને પર્દાફાશ કર્યો છે. PATT  વાહન ચોરી ના સંગઠિત અપરાધ નેટવર્કને ઓળખવા, વિક્ષેપિત કરવા અને તેમના નેટવર્ક ને પકડી પાડવામાં પોલીસ અને અન્ય ભાગીદારોને મદદરૂપ થવાનું ચાલુ રાખશે.

ઓટો ચોરી વિશેની માહિતી ધરાવનાર કોઈપણને 1-888-310-1122 પર OPP અથવા 1-800-222-TIPS (8477) અથવા ontariocrimestoppers.ca પર અજ્ઞાતપણે ક્રાઈમ સ્ટોપર્સનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવે છે.

Next Post

બ્રેકિંગ ન્યૂઝ: ભારત, પાકિસ્તાને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કર્યો: CSIS નો ઘટસ્ફોટ

Fri Apr 5 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 જાસૂસી એજન્સીના દસ્તાવેજો ચૂંટણી દરમ્યાન વિદેશી હસ્તક્ષેપની પૂછપરછ સમયે રજૂ કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે 2019, 2021ની ચૂંટણીમાં દખલગીરી લક્ષ્યાંકિત કરવામાં આવી હતી. કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસ (CSIS) ના ઘટસ્ફોટમાં,  ખુલાસો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંનેએ 2019 […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share