વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો વોટરલૂ પ્રાદેશિક પોલીસે અસંખ્ય શસ્ત્રો અને ડ્રગ સંબંધિત આરોપો માટે બે પુરુષોની ધરપકડ કરી હતી.
11 માર્ચ, 2024 ના રોજ નેબરહુડ પોલીસિંગ સાઉથ ડિવિઝનના સભ્યોએ કેમ્બ્રિજમાં કન્સેશન સ્ટ્રીટ અને ક્રિસ્ટોફર ડ્રાઇવના વિસ્તારમાં ચોરેલા વાહન અને ચોરીની મિલકત સાથે બે પુરૂષોને ઝડપી પાડ્યા હતા.
તપાસ દરમિયાન પોલીસે શંકાસ્પદ મેથામ્ફેટામાઈન અને ફેન્ટાનાઈલનો નોંધપાત્ર જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે એક હેચેટ, એક માચેટ, એક એક્સપાન્ડેબલ બેટન અને મોટી સંખ્યામાં છરીઓ સહિત વિવિધ હથિયારો પણ જપ્ત કર્યા હતા.
પોલીસે ચોરી કરેલાં વાહન અને ચોરેલા સાધનો રિકવર કર્યા હતા. આ સામાનની કિંમત $10,000થી વધુ છે. તેને યોગ્ય માલિકને પરત કરવામાં આવી હતી.
ઝડપાયેલા 32 વર્ષીય કેમ્બ્રિજના યુવક ઉપર મોટર વાહનની ચોરી અને ચોરાયેલી મિલકતનો કબજો ધરાવવા સહિત અનેક ગુનાઓનો ચાર્જ લગાવવામાં આવ્યો હતો.
42 વર્ષીય કેમ્બ્રિજના અન્ય એક યુવાન ઉપર કુલ 15 ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો હતો,