VHP – કેનેડા દ્વારા આયોજીત પ્રભુ શ્રી રામ-રથયાત્રા આજથી શરૂ થઈ રહી છે

1

શ્રી રામ રથયાત્રા ઉત્તર અમેરિકામાં એક અભૂતપૂર્વ પ્રયાસ છે, જે અમેરિકાની વિશ્વ હિંદુ પરિષદ અને કેનેડાની વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજન કરી રહી છે. આ ગ્રાઉન્ડબ્રેકિંગ પ્રવાસનો હેતુ સમગ્ર USA અને કેનેડામાં એક હજારથી વધુ હિન્દુ મંદિરો વચ્ચે અભૂતપૂર્વ જોડાણ કરવાનો છે. અંદાજે 60 દિવસ સુધી ચાલનારી આ યાત્રા બંને દેશોના વિશાળ શહેરો તેમજ પ્રદેશોમાંથી પસાર થશે, યુ.એસ.માં 850 થી વધુ મંદિરો અને કેનેડામાં 150 થી વધુ મંદિરોમાં આ રથ યાત્રા સ્ટોપ કરશે, જે 16,000 માઈલ (આશરે 26,000 કિલોમીટર)નું આશ્ચર્યજનક અંતર આવરી લેશે. તેનો ધ્યેય આ વિશાળ ભૂમિમાં ફેલાયેલા વિવિધ હિંદુ પૂજા કેન્દ્રોને એકીકૃત કરવાનો છે, જેમાં હિંદુ ધર્મમાં સંપ્રદાય પરંપરાઓની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. વધુમાં, આ યાત્રા 22 જાન્યુઆરી, 2024 ના રોજ ભારતમાં આયોજિત શ્રી રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાંથી નીકળતા પવિત્ર અક્ષત, પ્રસાદ અને આશીર્વાદનો પ્રસાર કરવાનો છે.

રામરથ, વાસ્તવમાં ત્રણ અલગ-અલગ વાહનોનો સમાવેશ કરે છે, દરેક શ્રી રામ લલ્લાના રૂપથી શણગારેલા છે. ત્યાં એક રથ યુએસ માટે અને બે કેનેડા માટે નિયુક્ત છે. દરેક રથમાં ભગવાન રામ, દેવી સીતા, ભગવાન લક્ષ્મણ અને ભગવાન હનુમાન અને અલબત્ત, અયોધ્યામાં રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાંથી પવિત્ર અક્ષત અને પ્રસાદ દર્શાવતા હિંદુ દેવતાઓની મૂર્તિઓ વહન કરવામાં આવે છે.

આ યાત્રાનો મુખ્ય હેતુ બહુ સાંસ્કૃતિક અને સનાતન ધર્મો ને માનતા સમુદાયો સુધી પહોંચવાનો અને જોડવાનો અભૂતપૂર્વ પિયર્સ છે જેની સાથે સાથે “વસુધૈવ કુટુમ્બકમ” ની વિભાવના તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ ફેલાવવાનો પણ છે, જેનો અર્થ સમગ્ર વિશ્વ એક પરિવાર છે આ સાથે આપણા દેશ- કેનેડાના પાયાને મજબૂત કરવા માટે કે જે દેશના તમામ રહેવાસીઓ વચ્ચે પરસ્પર આદર, પ્રેમ અને શાંતિ ની ભાવના રાખે છે

VHP-CANADA

યાત્રાના અમેરિકન સેગમેન્ટની શરૂઆત હોળી, 23 માર્ચ, 2024ના રોજ શિકાગોના ઉપનગર સુગર ગ્રોવમાં સ્થિત VHPA હેડક્વાર્ટર ખાતે થઈ હતી. શંખ નાદ અને પૂજા સમારોહ સહિત પરંપરાગત ધાર્મિક વિધિઓ દ્વારા પ્રક્ષેપણ ચિહ્નિત કરવામાં આવ્યું હતું. તેના ઉદઘાટન દિવસે, યાત્રા 500 માઈલથી વધુનું અંતર કાપીને 9 મંદિરોની મુલાકાત લેવામાં સફળ રહી હતી. 23મી માર્ચે મુલાકાત લીધેલ મંદિરોની યાદી નીચે મુજબ છે:

  • Aurora, IL: Bala Ji Mandir, Jagannath Mandir, and Shiv Durga Hindu Mandir
  • Naperville, IL: ISKCON Mandir
  • Lemont, IL: Hindu Rama Mandir
  • Willowbrook, IL: Chinmaya Mission
  • Springfield, IL: Springfield Mandir
  • Peoria, IL: Hindu Mandir Peoria
  • Bloomington, IL: Hindu Mandir Bloomington

સમગ્ર હિંદુ સમુદાય રથયાત્રા સાથે જોડાવા અને શ્રી રામ લલ્લાના આશીર્વાદ મેળવવા માટે ખૂબજ ઉત્સાહથી પોતાનો સ્વર ગુંજાવી રહ્યો હતો. જે જે મંદિરમાં રામરથ રોકાયો ત્યાં ત્યાં, મંદિરના ટ્રસ્ટીઓ, પૂજારીઓ અને આતુર રામ ભક્તજનો જન મેદની દ્વારા તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલાક સ્થળોએ, યાત્રાના સહભાગીઓને આવકારતા ભક્તોની સંખ્યા 300 ને વટાવી ગઈ હતી .

દરેક મુલાકાત, સંક્ષિપ્ત હોવા છતાં – 30 મિનિટથી ઓછા સમયની – એક ખૂબજ કડક પ્રોટોકોલને ફોલો કરે છે. દરેક મુકામ દરમિયાન, મુલાકાતના સમયગાળા માટે શ્રી રામ લલ્લાની મૂર્તિ વિધિપૂર્વક સ્થાપિત કરવામાં આવે છે. ભારતમાં શ્રી રામ જન્મ ભૂમિ ટ્રસ્ટીઓ દ્વારા નિર્ધારિત ચોક્કસ માર્ગદર્શિકાને અનુસરીને પૂજા ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે. ત્યારબાદ અક્ષત અને પ્રસાદ મંદિર સાથે તેના ભક્તોમાં વહેંચવામાં આવે છે. આ નોંધપાત્ર ઉજવણીઓમાં તેમના સમાવેશ ને માન્યતા આપવા માટે, દરેક મંદિરને સત્તાવાર પ્રમાણપત્ર અને શ્રી રામ લલ્લાનું 2’X3′ પાવન ચિત્ર અર્પણ કરવામાં આવે છે. ત્યાર બાદ આ રામરથ યાત્રા પોતાના આગળના ગંતવ્ય સ્થાન તરફ પ્રયાણ કરે છે.

કેનેડિયન સેગમેન્ટ 25 માર્ચ, 2024, ટોરોન્ટો, ઑન્ટારિયોમાં સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. થોડા અઠવાડિયાના સમય બાદ, તે બે દિશામાં વિભાજિત થતાં પહેલાં ગ્રેટર ટોરોન્ટો એરિયા (GTA ) માં હિંદુ મંદિરોના વ્યાપક નેટવર્કને આવરી લેશે: એક શાખા નોવાસ્કોસિયા અને પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ તરફ પૂર્વ તરફ પ્રયાણ કરશે, અને બીજી બ્રિટિશ કોલમ્બિયા તરફ પશ્ચિમ તરફ પ્રયાણ કરશે, માર્ગમાં આવતા પ્રાંતો (પ્રોવિન્સ) ને પણ રામરથ દર્શન નો લાભ મળશે. કેનેડિયન ટુકડી દેશભરમાં 150 થી વધુ મંદિરોની મુલાકાત લેવાની યોજના ધરાવે છે, જે 8,000 માઈલ અથવા 13,000 કિલોમીટરથી વધુ દરિયાકિનારા સુધીની ફેલાવો ધરાવે છે

For more details, visit:

Press Release Provided By VHP-CANADA in English

(Gujarati Translation by Hitesh Jagad Chief Editor Dhwani Newspaper, Guelph, ON, Canada) – [email protected] / [email protected]

One thought on “VHP – કેનેડા દ્વારા આયોજીત પ્રભુ શ્રી રામ-રથયાત્રા આજથી શરૂ થઈ રહી છે

Comments are closed.

Next Post

विहिप-कनाडा द्वारा आयोजित प्रभु श्री राम की रथ यात्रा आज से शुरू हो रही है

Mon Mar 25 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 श्री राम रथ यात्रा उत्तरी अमेरिका में एक अभूतपूर्व प्रयास हो रहा है, जिसे विश्व हिंदू परिषद अमेरिका और विश्व हिंदू परिषद कनाडा द्वारा संयुक्त रूप से आयोजित किया जा रहा है। इस अभूतपूर्व दौरे का उद्देश्य संयुक्त अमेरिका और कनाडा […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share