અમેરિકામાં હિંદી ભાષાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમેરિકા – કેનેડામાં હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. કેટલાક સમયથી હિંદી સરકારી સ્કૂલોમાં વૈશ્વિક ભાષા તરીકે હિંદી શીખવાય છે. કુલ ૧૪૦૦૦ લોકોએ હિંદી શીખ્યા હોવાની જાણકારી મળી રહી છે. કુલ ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ પણ કર્યા છે. હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. અમેરિકા અને કેનેડામાં વસતા ભારતના વિવિધ ભાષી લોકોને કોમ્યુનિકેશન માટે અંગ્રેજી ઉપરાંત હિંદી પણ મહત્વની સાબીત થઇ છે.
અમેરિકામાં રાષ્ટ્ભાષા હિંદીનું શિક્ષણ મેળવવાનો ક્રેઝ વધતો જાય છે આથી હિંદી અભ્યાસક્રમને લગતા કોર્સમાં પણ વધારો થયો છે. છેલ્લા બે વર્ષમાં પહેલાની સરખામણીમાં હિંદી ભણાવવાનું પ્રમાણ ૧૦ ગણુ વધ્યું છે. અમેરિકામાં આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે હિંદી શિખવતી સ્કૂલોની સંખ્યા ૨૦ ગણી વધી છે. અમેરિકાની કુલ ૯૦ સ્કૂલોમાં હિંદીના કોર્સ ચાલે છે. એક માહિતી અનુસાર અમેરિકામાં હિંદી ભાષા શિખનારાની સંખ્યા વધીને ૧૪૦૦૦ થઇ છે.
સરકારી સ્કૂલોમાં વૈશ્વિક ભાષા તરીકે હિંદી શીખવાય છે. અમેરિકાના પ્રતિષ્ઠિત વિશ્વ વિધાલયોમાં હિંદીના જુદા જુદા વિભાગો તૈયાર કરવામાં આવી રહયા છે. કુલ ૧૨ જેટલી યુનિવર્સિટીએ હિંદી વિભાગ શરુ પણ કર્યા છે. હિંદી ભાષાનો વિદેશમાં પ્રચાર પ્રસાર વધી રહયો છે. અમેરિકા અને કેનેડામાં વસતા ભારતના વિવિધ ભાષી લોકોને કોમ્યુનિકેશન માટે અંગ્રેજી ઉપરાંત હિંદી પણ મહત્વની સાબીત થઇ છે. ભારતમાં ૬૫ કરોડ લોકો હિંદી ભાષા બોલે છે. ઉત્તરભારતના રાજયોમાં હિંદી વિશેષ બોલાય છે. હિંદી એક એવી ભાષા છે જેમાં લોકો સરળતાથી પરસ્પર જોડાઇ શકે છે.
#Hindi-school #increase-in-America #National-language #international-language