ટૂંકાગાળામાં જ 7 ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુથી સાઉથ એશિયન સમુદાય શોક અને ચિંતામાં ગરકાવ

દેશભરની કોલેજોમાં ભારતીય વિદ્યાર્થીઓના એક પછી એક મૃત્યુની અત્યંત આઘાતજનક ઘટનાએ દક્ષિણ એશિયન સમુદાયને હચમચાવી નાખ્યો છે. આઘાતજનક ઘટનાઓની હારમાળા સર્જાતા એશિયન સમુદાયના વિદ્યાર્થીઓ, લોકો અને તેમના માતાપિતામાં ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.

માત્ર 2024માં જ ભારતીય અને ભારતીય અમેરિકન મૂળના સાત વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા છે. કનેક્ટિકટથી ઇન્ડિયાના સુધીના રાજ્યોમાં પોલીસ રેકોર્ડ મુજબ, 25 વર્ષ અને એથી ઓછી ઉંમરના તમામ પુરુષોમાં બે જણાએ આત્મહત્યા કરી છે તો બે જણાના ઓવરડોઝથી મૃત્યુ  થયા છે, જ્યારે બે ગુમ થયા પછી મૃત હાલતાં મળી આવ્યા હતા તેમજ એકનું હુમલામાં મૃત્યું થયું હતું.

યુ.એસ. અને વિદેશમાં ભારતીય સમુદાયોમાં ઘણા લોકો આ ઘટનાનો તાળો મેળવી તેનો જવાબો શોધી રહ્યા છે.

જ્યાં સાતમાંથી બે મૃત્યુ થયા હતા ત્યાંના 21 વર્ષીય ઇન્ડિયાનાની પરડ્યુ યુનિવર્સિટીના જુનિયર વિરાગ શાહ ચિંતાતૂર સ્વરે જણાવ્યું હતું કે, “આ એક પેટર્ન જેવું લાગે છે. માત્ર એક પછી એક ભારતીય યુવાઓ સાથે કેમ આવું થાય છે? તે આઘાતજનક છે.”

વિરાગ શાહ સ્કૂલના ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એસોસિએશનના પ્રમુખ છે અને તેઓ કહે છે કે તેમના સાથીદારો વારંવાર બનતી ઘટનાઓથી ચિંતિત છે.

28 જાન્યુઆરીએ પરડ્યુના કેમ્પસમાંથી 19 વર્ષીય નીલ આચાર્યનો મૃતદેહ મળી આવ્યો હતો. શાહે જણાવ્યું હતું કે, આચાર્ય એક રાત્રિના બહાર નીકળ્યા પછી ગાયબ હતો. બીજા દિવસે સવારે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. કોરોનર્સ કહે છે કે મૃત્યુનું કારણ હજી જાણી શકાયું નથી, પરંતુ શરીર પર કોઈ ઘાના નિશાન નથી.

એક જ સપ્તાહના સમય બાદ પરડ્યુ ગ્રેજ્યુએટનો 23 વર્ષીય વિદ્યાર્થી સમીર કામથ નજીકના જંગલમાં માથામાં બંદૂકની ગોળી વાગ્યાના નિશાન સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. તબીબી પરીક્ષકોના જણાવ્યા પ્રમાણે તેનું મૃત્યુ 5 ફેબ્રુઆરીએ આત્મહત્યાથી થયું હતું.

આ બે મૃત્યુ ઑક્ટોબર 2022 માં પરડ્યુ ખાતે હાઇ-પ્રોફાઇલ મૃત્યુ પછી થયા હતા, જ્યારે પોલીસના જણાવ્યા અનુસાર, 20 વર્ષીય વરુણ મનીષ છેડાને તેના રૂમમેટ દ્વારા નિર્દયતાથી છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. ડિસેમ્બર 2023 માં, તેના કથિત હત્યારા, જી મીન શાને ટ્રાયલ માટે અસમર્થ માનવામાં આવ્યો હતો. આમ સ્થાનિક સમાચાર આઉટલેટ્સે આપેલા અહેવાલમાં જણાવાયું હતું.

પરડ્યુના પ્રવક્તાએ કાઉન્ટી કોરોનરને વધુ પ્રશ્નો કર્યા હતા.

નિષ્ણાતોના મતે વર્ષના પ્રથમ થોડા સપ્તાહમાં ભારતીય પુરુષોના જીવલેણ બનાવોની સંખ્યા ગહન ચિંતાનું કારણ છે. 15 જાન્યુઆરીથી મૃત્યુઆંક વધી રહ્યો છે, જ્યારે હાર્ટફોર્ડ, કનેક્ટિકટમાં સેક્રેડ હાર્ટ્સ યુનિવર્સિટીના બે ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃતદેહ તેમના નિવાસસ્થાનમાંથી મળી આવ્યા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

કનેક્ટિકટના ચીફ મેડિકલ એક્ઝામિનરના જણાવ્યા અનુસાર, દિનેશ ગટ્ટુ, 22, અને સાઈ રાકોટી, 21, બંને ફેન્ટાનીલના આકસ્મિક ઓવરડોઝથી પીડાતા હતા.

તેના એક દિવસ પછી, 16 જાન્યુઆરીએ, 25 વર્ષીય ભારતીય સ્નાતક વિદ્યાર્થી વિવેક સૈનીને કથિત રૂપે તે જે જ્યોર્જિયાના લિથોનિયાનાં સ્ટોરમાં કામ કરતો હતો ત્યાં તેને માર મારવામાં આવ્યો હતો. ભારતીય કોન્સ્યુલેટે ટ્વિટ કરીને કહ્યું કે તે આ કેસ પર ધ્યાન આપી રહ્યાં છે અને મૃતદેહને ભારત પરત લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એમ્હર્સ્ટ કૉલેજના અમેરિકન સ્ટડીઝના પ્રોફેસર પવન ઢીંગરાએ જણાવ્યું હતું કે, “જ્યારે આવી ભયાનક ઘટનાઓ બને છે ત્યારે તે ચિંતા ઉપજાવે છે” તેમણે ઉમેર્યું હતું કે, “લોકો આવા હશે, ‘ઓહ, મારા ભગવાન, આવું મારા બાળક સાથે પણ  બની શકે, આવું મારી સાથે થઈ શકે છે. શું ખરેખર આ જ જગ્યા છે જ્યાં મારે ઉચ્ચ અભ્યાસ માટે જવાનું છે?”

સૈનીના મૃત્યુના ચાર દિવસ બાદ ભારતીય અમેરિકન ફ્રેશમેન અકુલ ધવન(18)નો મૃતદેહ યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ અર્બના-ચેમ્પેન કેમ્પસમાં સબઝીરો તાપમાનમાં મળી આવ્યો હતો. લગભગ 1:30 વાગ્યે તેમના ડોર્મમાંથી બહાર નીકળ્યા પછી એક મિત્ર દ્વારા તે ગાયબ હોવાની જાણ કરવામાં આવી હતી. જોકે કેમ્પસ પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ વ્યાપક શોધ કરી હતી અને તેના મૃતદેહની ભાળ 10 કલાક પછી એક રાહદારીને મળી હતી. જ્યાં તે છેલ્લે જોવા મળ્યો હતો ત્યાંથી માત્ર 500 ફૂટ દૂર તેનો મૃતદેહ મળ્યો હતો.

તેના પિતા ઈશ ધવને દર્દભર્યા સ્વરે જણાવ્યું હતું કે, “એ એટલું અકલ્પનીય છે કે આ ઉંમરે યુવક યુનિવર્સિટી કેમ્પસમાં જ મૃત્યુ પામે છે.”

સિનસિનાટી યુનિવર્સિટીમાં, ભારતીય મૂળના 19 વર્ષીય વિદ્યાર્થી શ્રેયસ રેડ્ડી બેનિગર, 1 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી લેવાના કારણે મૃત હાલતમાં મળી આવ્યો હોવાની માહિતી સ્થાનિક પોલીસે આપી હતી.

ઢીંગરાએ કહ્યું કે, “તે અત્યંત દુ:ખદ છે, ભારતના લોકો, તમે આ અહેવાલો વાંચી રહ્યા છો, તમારી જાણમાં બધું આવી રહ્યું છે, તમને આશ્ચર્ય થાય છે કે શું આ હજુ પણ સાચો માર્ગ છે?”

કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્ય અને સલામતી

ફોર્ડહામ યુનિવર્સિટીમાં કાઉન્સેલિંગ સાયકોલોજીના ક્લિનિકલ આસિસ્ટન્ટ પ્રોફેસર યુકી યામાઝાકીએ જણાવ્યું હતું કે, નોંધવા લાયક વાત એ છે કે મૃત્યુ પામનાર યુવાન ભારતીય હતા. તેણીએ કહ્યું કે તેઓ મદદ કરી શકે એમ નથી પરંતુ તે હકીકત વિશે વિચારી શકે છે કે તે ડેમોગ્રાફિક વિષય છે જેઓ ઘણીવાર માનસિક સ્વાસ્થ્ય માટે મદદ લેતા નથી અને તેના પરિણામે તે જોખમી વર્તનમાં ફેરવાઈ જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, “અહીં અભ્યાસ કરવો ખૂબ ખર્ચાળ છે અને હંમેશા સારું પ્રદર્શન કરવાનું ખૂબ દબાણ છે, ત્યાર બાદ સારી નોકરી મેળવવા માટે તથા વિઝા મેળવવા માટે પણ અસહ્ય પ્રેશરનો સામનો કરવો પડે છે. તેનો અર્થ એ કે તમે ઝડપથી અહીં પહોંચો, તમારા પર અમાપ દબાણ હોય છે … ખાસ કરીને જો તમારા પરિવારે તમને અહીં સુધી પહોંચવામાં મદદ કરી હોય.”

તેમના કેમ્પસના ભારતીય અમેરિકન સમુદાયના એક નેતા તરીકે, શાહ કહે છે કે, તેમના સાથી વિદ્યાર્થીઓને જે દબાણોનો સામનો કરવો પડે છે તે તેમણે જાતે જોયું અનુભવ્યું છે અને તેઓએ કેટલીયવાર આવા દબાણનો સામનો કરવાની પદ્ધતિઓ શોધતા હોવાનું પણ નોંધ્યું છે. તેમણે કહ્યું કે, જો કે કેટલીક ઘટનાઓમાં હેતુઓ સ્પષ્ટ નથી થતાં પરંતુ માનસિક સ્વાસ્થ્યનું પરિબળ પણ હોઇ શકે.

તેઓએ ઉમેર્યું હતું કે, “આ બધું સ્પર્ધાનું પરિણામ છે, માનસિક સ્વાસ્થ્ય માટે એક મોટું નુકસાન છે અને તે તમને તેમાં ધકેલી પણ શકે છે, ચાલો એમ કહીએ એ કે, તમારી પાસે સપ્તાહના એક કે બે દિવસ આનંદ કરવા માટે હોય અને તમે વધુ પડતું ડ્રીંક્સ કરવું અને આનંદ માટે તમામ મર્યાદા ઓળંગી જવી.”


    મિત્રો કેલી પટેલ અને નિશા પરીખ વધુ એક ધામકેદાર જલસા 2 .0 લઈને આવી રહ્યા છે, લાઈવ સંગીત, ડાન્સ , રમતો ગમતો અને બીજું ઘણું બધું. પાછલા વર્ષે આપ સૌએ આપેલા સાથ સહકાર માટે આપ સર્વો નો આભાર, અને અમે આતુર છીએ તમને ફરીથી મળવા માટે, ચાલો તો જોડાઓ મારી સાથે ખરેખર જલસા કરવા માટે, તો રાહ સેની જુઓ છો ચાલો જોડાઓ અમારી જલસા 2 .0 પાર્ટી માં

    અમને સપોર્ટ કરવા માંગો છો !? અડવર્ટિઝમેન્ટ દ્વારા !?
    તો કરો અમારો સંપર્ક :

    કેલી પટેલ અથવા નિશા પરીખ


    જ્યારે વિદ્યાર્થીઓની સલામતીની વાત આવે છે, ત્યારે યુનિવર્સિટીઓ લિમિટેડ સ્કોપમાં કામ કરે છે તેમ જણાવતા ઢીંગરાએ ઉમેર્યું હતું કે, જ્યારે કેમ્પસ લઘુમતી વિદ્યાર્થીઓ માટે સલામત અને સુખ માટેનું સ્થળ હોઈ શકે છે, ત્યારે આસપાસનું શહેર તેવું ન પણ હોઈ શકે.

    “જો તમે ગ્રામીણ કનેક્ટિકટ અથવા ગ્રામીણ ઇન્ડિયાનામાં છો, તો તે એક અલગ પ્રકારની ચિંતા ઉપજાવે છે,” તેણે કહ્યું કે, “હંમેશા પ્રશ્ન થાય છે કે હું ક્યાં સુરક્ષિતતા અનુભવું છું?'”

    આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં એક ચતુર્થાંશ ભારતીયો છે. કેટલાક માતાપિતા તેમને વિદેશ મોકલવા અઁગે દ્વીધા પામી શકે છે.

    ઉપમહાદ્વીપ પરના લોકો માટે અમેરિકન શિક્ષણને લાંબા સમયગાળાથી આદર્શ ગણવામાં આવે છે, તેને સમૃદ્ધિના નિશ્ચિત માર્ગ તરીકે લેખવામાં આવે છે. તેમ છતાં નિષ્ણાતોના ધ્યાનમાં એ વાત આવી નથી કે, આ માન્યતા તીવ્રપણે બદલાઈ રહ્યીં છે, તેઓ કહે છે કે લોકો પ્રશ્નો પૂછવાનું શરૂ કરી રહ્યા છે: જો તે તેમનું બાળક હોત, તો શું તેમની યુનિવર્સિટી તેમને સુરક્ષિત રાખી શકશે? જો તેઓ ગુમ થઈ જાય તો શું તેઓ તેમની શોધ કરશે ખરા?

    ભારતીય મીડિયાએ આ વધતા જતા મૃત્યુઆંકને ધ્યાનમાં લીધો છે. અગ્રણી સમાચાર આઉટલેટ્સ એવી વાર્તાઓ ચલાવે છે જેમાં લખ્યું છે કે, “યુએસમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે ખતરો?” અને “અમેરિકન ડ્રીમ કે અમેરિકન હોરર?”

    યુ.એસ.માં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 25% થી વધુ છે, અને ઢીંગરાને શંકા છે કે તેમાં આવી હેડલાઇન્સ નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. પરંતુ વ્યક્તિગત પરિવારો માટે, ખાસ કરીને જેમણે તેમના બાળકોને વિદેશ મોકલવા માટે ઘણો ભોગ આપવો પડે છે તેવા માતા-પિતા માટે અમેરિકા તેમની યાદીમાં નીચે સરકી શકે છે.

    “ભારતીય શિક્ષણ માટે બીજા કોઇ સ્થળે જઈ શકે છે,” ઢીંગરાએ કહ્યું. “અન્ય સ્થાનો છે જે સુરક્ષિત છે … અને લોકો જાણે છે, તેમાં કઇ છૂપાવવા જેવુ નથી.”

    #death-of-Indian-student #canada #Ontario #South-Asian #anxiety #indian-parent #Connecticut #Indiana

    Next Post

    ઉંચા પ્રોવિન્સિયલ કાર્બન ટેક્સથી લોકોને રક્ષણ અપાશેઃ ઓન્ટારીયો

    Fri Feb 16 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 મિસિસાગા :ફેડરલ કાર્બન ટેક્સ મામલે પ્રોવિન્સ સરકાર હરકતમાં આવી છે. ઓન્ટારીયો સરકારે જણાવ્યું હતું કે ઉંચા પ્રોવિન્સિયલ કાર્બન ટેક્સથી નાગરિકોને રક્ષણ પૂરું પાડવામાં આવશે. ઑન્ટારિયો સરકાર કાયદો રજૂ કરીને લોકો માટે ખર્ચમાં ઘટાડો કરી રહી છે, જે જો પસાર કરવામાં આવે, […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share