વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ શુક્રવારે BCE Inc.ની વ્યાપક છટણીની તુલના કચરાપેટી સાથે કરી હતી. બેલ મીડિયા પરના કાપને “વાહીયાત નિર્ણય” ગણાવ્યો હતો.
ટ્રુડો એ ઓન્ટારિયોમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન પત્રકારોને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું.કે તેમને બેલ મીડિયા ના આ નિર્ણય થી ખૂબજ ગુસ્સો આવ્યો છે એમ કહી બેલ મીડિયા ના નિર્ણય ને વખોડ્યો હતો .
બેલ મીડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે તેની પેરેન્ટ કંપનીએ નોકરીમાં ઘટાડો અને તેના 103 પ્રાદેશિક રેડિયો સ્ટેશનોમાંથી 45ના વેચાણની જાહેરાત કર્યા પછી તે બહુવિધ ટેલિવિઝન ન્યૂઝકાસ્ટનો અંત લાવી રહી છે અને અન્ય પ્રોગ્રામિંગ કટ કરી રહી છે.
ટ્રુડોએ કહ્યું કે કંપનીને વધુ સારી રીતે જાણવું જોઈએ કે તેઓ (મોટા કોર્પોરેશનો) દ્વારા નાના રેડિયો સ્ટેશનો અને નાની કોમ્યુનિટીના અખબારો કે જે મોટા કોર્પોરેશનો દ્વારા વધુને વધુ ખરીદી લેવામાં આવે છે ત્યારબાદ તેઓ તેમના પત્રકારોને છૂટા કરે છે અને તેમના દ્વારા આપવામાં આવતી સેવા તથા ગુણવત્તામાં ફેરફાર કરી નાખે છે
વધુ માં કહ્યું હતું કે “કેમે કે ગુણવત્તા નું ધોરણ ઓછું થવાતી લોકો તેમની ચેનલ કે રેડિયો સ્ટેશન જોવા કે સાંભળવાનું પસંદ કરતા ઓછા થાય ત્યારે આવા કોર્પોરેટ એકમો કહે છે કે ‘ઓહ જુઓ, હવે નફાકારક નથી રહ્યાં અમે તેમને વેચાવ જ પડશે..”
બેલ મીડિયાની જાહેરાતની આવક અગાઉના વર્ષની સરખામણીમાં 2023માં $140 મિલિયન ઘટી હતી. તેના સમાચાર વિભાગને વાર્ષિક ઓપરેટિંગમાં $40 મિલિયન કરતાં વધુનું નુકસાન જોવા મળી રહ્યું હોવાનું ચીફ એક્ઝિક્યુટિવ મિર્કો બિબીકે જણાવ્યું હતું.
વડાપ્રધાને કહ્યું કે આ પ્રકાર નું વલણ ગુણવત્તાયુક્ત સ્થાનિક પત્રકારત્વ અને કેનેડાની લોકશાહીને ખતરો બની રહ્યું છે. સ્થાનિક સમુદાયોની વાતો તથા સ્ટોરીઝ આપણા દેશને એક સાથે જોડે છે. અમને એવા સ્થાનિક પતકારત્વ ના અવાજોની જરૂર છે
તેમણે ઉમેર્યું હતું કે, “પાછલા વર્ષોમાં કેનેડા ના કોર્પોરેટ જગત માં એવા પણ ઘણા ગુનેગારો જોવા મળ્યા છે – જેમણે કોમ્યુનિટી પ્રત્યેની પોતાની જવાબદારીઓને છોડી દીધી છે કે જેમાંથી તેમણે હંમેશા ખૂબ સારો નફો કર્યો છે,” ટ્રુડોએ આક્રોશીત સ્વરે જણાવ્યું હતું. તેમણે સખત શબ્દોમાં જણાવ્યું હતું કે, “તો હા, હું બેલ મીડિયા ના આ નિર્ણય થી ખૂબ નારાજ છું.”
બેલ મીડિયાએ ટ્રુડોના નિવેદન પર ટિપ્પણી કરવાની વિનંતીનો જવાબ આપ્યો ન હતો.
કંપનીએ જણાવ્યું હતું કે તેની 4,800 નાબૂદ કરાયેલી જોબમાંથી 10 ટકાથી ઓછી બેલ મીડિયામાંથી આવશે, જેમાં સમાચાર અને મનોરંજન ટીમો બંનેનો સમાવેશ થાય છે. તેણે જણાવ્યું હતું કે “બહુ-કુશળ પત્રકારો” કેટલાક પ્રાંતોમાં સમાચાર સંવાદદાતા અને ટેકનિશિયન ટીમોને બદલશે.
નિષ્ણાતો કહે છે કે છટણી સ્થાનિક ન્યૂઝરૂમમાં વધુ ખરાબ અને નીચલી કક્ષા ના પત્રકારત્વ તરફ દોરી શકે છે, જેની વાચકો થાત ટીવી પર ન્યૂઝ જોનારો વર્ગ નોંધે લે છે. તેનો અર્થ એ છે કે ત્યાં ઓછી આવક થશે, જેનો અર્થ છે કે હવે તેઓ વધુ લોકોને છૂટા કરશે, જેનો અર્થ છે કે ત્યાં હવે ઓછું કવરેજ અને ઓછું સ્થાનિક પ્રોગ્રામિંગ .