બ્રામ્પ્ટન ત્રિવેણી મંદિરે સપ્તાહના અંતે હોળીની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરી

1

બ્રામ્પ્ટન ત્રિવેણી મંદિરે સપ્તાહના અંતે હોળીની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરી, જે મંદિરના ઈતિહાસમાં એક ખૂબજ યાદગાર ઉત્સવ રહશે,  શુક્રવાર 22 માર્ચના રોજ, ત્રિવેણી મંદિરે તેની સ્થપાના ના નું એક વર્ષ પણ પૂર્ણ કર્યું હતું  અને હોળી ના તહેવાર ની સાથે સાથે મંદિર ના પ્રટાંગણ મંદિર ના સ્થાપના દિવસ ની પણ ઉજવણી કરવા માં આવે હતી. મંદિરના વિદ્યાર્થીઓની પ્રતિભા  દર્શાવતો ભવ્ય શો યોજ્યો હતો જેમાં ગીતો, ભરતનાટ્યમ, કથક, તબલા, બોલિવૂડ, સંસ્કૃત ઉપરાંત બાલ શિક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ એક સુંદર હોળી ના નાટકનો પણ સમાવેશ થાય છે. સ્નો હોવા છતાં આ કાર્યક્રમમાં 600 થી વધુ લોકોએ હાજરી આપી હતી.

રવિવાર, 24 માર્ચે, ત્રિવેણી મંદિરે ભવ્ય આઉટડોર હોળી મેળાનું આયોજન કર્યું હતું, જેમાં સમગ્ર GTAમાંથી 3000 થી વધુ લોકોને આકર્ષ્યા હતા જેમાં કૉમ્યૂનિટીએ  ટેન્ટ અને પાર્કિંગની જગ્યાઓ ભરી, હોળી ના તહેવાર નિમિતે હોળી ના ગીતઓ પર ઝૂમ્યા હતા આ કાર્યક્રમમાં મંદિરના ચૌટાલ ગ્રુપ દ્વારા ભરતનાટ્યમ નર્તકો, ગાયકો, ભાંગડા, ઢોલ અને તાસ્સાના પરફોર્મન્સ હતા. સાંજે 7 વાગ્યે પાર્કિંગમાં હોલિકા દહન સાથે હોળી ના તહેવાર નું  સમાપન કરવામાં આવ્યું હતું.

મેયર પેટ્રિક બ્રાઉન અને પ્રાદેશિક કાઉન્સિલરો તેમજ ભારતીય કોન્સ્યુલ જનરલ શ્રી સિદ્ધાર્થ નાથ અને ગયાનાના માનદ કોન્સ્યુલ જનરલ શ્રી મણિ સિંહ આ ઉત્સવ ઉપસ્થિત રહી આ અવસર ને શુશોભિત કર્યો હતો.  તેમની સાથે વિવિધ સાંસદો અને MPPs અને સમુદાયના અન્ય સભ્યો પણ જોડાયા હતા.

ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય આપતા કહ્યું હતું કે કેનેડામાં હોળીનો આજ સુધીનો તેમનો સર્વશ્રેષ્ઠ અનુભવ હતો. ઠંડી હોવા છતાં સૂર્ય તેજસ્વી રીતે ચમકતો હતો અને પોતાની કૃપાની કરી માહોલ ને પોતાના તેજ થી ગરમ રાખ્યો હતો અને તે કારણે જનમેદની હોળી ના ગીતો પર ખૂબજ ઝૂમી હતી અને કુટુંબીજનો, મિત્રો દરેક જાણ્યું હોય કે અજાણ્યું એકબીજા પર ગુલાલ નાખી માહોલ ને રંગબિરંગી બનવે દીધો હતો, હોળી ની આ એક અદ્ભુત ઉજવણી હતી જેણે જીટીએમાં હિન્દુ સમુદાયની એકતા તેમજ આપણા હિન્દુ તહેવારોની સુંદરતા અને આનંદ દર્શાવ્યો હતો. ત્રિવેણી મંદિર દરેકને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી !

Press release provided to Dhwani Newspaper by Kay Patel (Triveni Mandir, Brampton), Gujarati Translation by Hitesh Jagad Chief Editor Dhwani Newspaper, [email protected], [email protected]

One thought on “બ્રામ્પ્ટન ત્રિવેણી મંદિરે સપ્તાહના અંતે હોળીની ખૂબ જ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરી

Comments are closed.

Next Post

ब्रैम्पटन त्रिवेणी मंदिर में सप्ताहांत में बड़े उत्साह और भव्यता के साथ होली मनाई गई

Wed Mar 27 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ब्रैम्पटन त्रिवेणी मंदिर में सप्ताहांत में बड़े उत्साह और भव्यता के साथ होली मनाई गई, जो मंदिर के इतिहास में एक बहुत ही यादगार त्योहार रहेगा। शुक्रवार 22 मार्च को त्रिवेणी मंदिर ने भी अपनी स्थापना का एक वर्ष भी पूर्ण […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share