અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામ લલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે સ્કારબોરો કમ્યુનિટી ગ્રુપ ના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ અને સહયોગીઓ દ્વારા રવીવાર તારીખ ૨੧ જાન્યુઆરી ૨୦૨૪, ના રોજ રાધાકૃષ્ણમાં મંદિર, સ્કારબોરો માં પૂજા, રામધૂન, રામભજન, સાંજે મહાઆરતી તથા ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું હતું.
ભગવાન સમક્ષ વિવિધ ભવ્ય રંગોળીઓ કરીને, દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. આખું મંદિર ખુબ જ સુંદર શણગાર્યું હતું તથા ઠેર ઠેર રામ ધ્વજા ફરકાવી હતી.
કાર્યક્રમની શરૂઆત ભજનસંધ્યા કલચરલ ગ્રુપ ઓફ કેનેડાના બાળકો અને પરિવારજનો દ્વારા નારાયણ અર્થર્વ પાઠ, ભજન અને ધૂન દ્વારા કરાઈ હતી. ત્યારબાદ હરી પટેલ, દિનેશ પટેલ, સોનલબેન, નલીનીબેન, વૈશાલી/મેહુલ શાહ ના મધુર અવાજમાં સહુએ લાઈવ ધાર્મિક ભજન કીર્તનનો આનંદ માણ્યો હતો.
પ્રભુ શ્રી રામ, સીતા માતા, લક્ષ્મણજી, ભરત, શત્રુઘ્ન, રામદૂત હનુમાનજી સહિત પારંપરિક વેશભૂષામાં સજ્જ થઇ બાળકો આવ્યા હતા. લાઈવ ઢોલ ના તાલે લોકો એ નાચી ગઈ ને ખુબ જ આનંદ માણ્યો હતો. અવનવી સ્ટાઇલમાં ફોટા અને સેલ્ફી પડાવતા અને આધ્યાત્મિકતાનો માહોલ આવનાર દરેક જણ માટે યાદગાર બની રહ્યો હતો. ફટાકડા ફોડી દિવાળી જેવો માહોલ સર્જયો હતો. ત્યારબાદ ભોજન તથા પ્રસાદ લઇ સહુ છુટા પડ્યા હતા.
જય શ્રીરામના ભવ્ય નારા સાથે સ્કારબોરો કમ્યુનિટી ગ્રુપ ના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ, મુખ્ય સ્પોન્સરર સોલાસ ફોઉન્ડેશન, ડિનર / પ્રસાદ સ્પોન્સરર રાધિકા પટેલ, નમસ્તે ઇન્ડિયા, મહાકાળી ફરસાણ, રાધાકૃષ્ણ મંદિર ના શ્રી શર્માજી અને રાજીવજી, સહયોગી ભજનસંધ્યા કલચરલ ગ્રુપ, પાટીદાર સમાજ, આસ્થા કલચરલ ગ્રુપ, કુનાલ પટેલ, પૂર્વીન પટેલ, બિન્દુબેન અને કેતનભાઈ પુરોહિત, જગદીશ સુથાર, નીરવ દવે, ૪୦୦થી વધુ હાજર મહેમાનો, તથા મિત્રોનો આભાર વ્યક્ત કરતા વિપુલ ઠક્કરે જણાવ્યું હતું કે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આજે હિન્દુ સમુદાયનું પ૦૦ વર્ષ જુનું સ્વપ્ન સાકાર થયું છે. ધાર્મિક ઉત્સવો ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આપણી સંસ્કૃતિ આપણે સાચવવી જોઈએ.
આ પ્રસંગે પૂજાવિધિ મહારાજ શ્રી મિલન મેહતા, પ્રોગ્રામ સંચાલન શ્રી અજિત પટેલ, સાઉન્ડ અને મ્યુઝિક વ્યવસ્થા શ્રી હરી પટેલ અને ડેકોરેશન Pink Magnolia Events દ્વારા કરવામાં આવ્યુ હતું. ફોટોગ્રાફી ઉમંગ ભરૂચા / નિલેશભાઈ દ્વારા કરાઈ હતી.
JAI SHRI RAM
Thanks Hiteshbhai and Dhwani Group for covering our Scarborough Community Group Ram Mandir 🛕 celebration Event 🙏
Much Appreciated ‼️