આંતરપ્રાંતીય કાર ચોરી પર નોંધપાત્ર કાર્યવાહીમાં, ઑન્ટારિયો પ્રાંતીય પોલીસ (OPP), સુરેતે ડુ ક્યુબેક, ટોરોન્ટો અને મોન્ટ્રીયલની મ્યુનિસિપલ પોલીસ ની મિશ્ર ટાસ્ક ફોર્સ ને સફળતા મળી છે જેમાં 34 શકમંદોની કાર ચોરી મામલે ધરપકડ કરી હતી. આ ઓપરેશનનો ઉદ્દેશ્ય મુખ્યત્વે દક્ષિણ ઑન્ટેરિયો અને મોન્ટ્રીયલ બંદર વચ્ચે થતી વાહનોની મોટાપાયે થતી ચોરીને રોકવાનો છે.
ઑન્ટારિયો માં થતી ઑટો ચોરીના બનાવોના સંબંધમાં ઇચ્છિત વ્યક્તિઓને લક્ષ્ય બનાવતી મુખ્ય આંતરપ્રાંતીય કામગીરી “પ્રોજેક્ટ વોલ્કેનો”ના ભાગરૂપે ધરપકડ કરવામાં આવી હતી. જે વાહન ચોરીઓની શરૂઆત માર્ચ 2019 થી થઇ હતી. મોટાભાગની ધરપકડ મંગળવાર અને ગુરુવારની વચ્ચે મોન્ટ્રીયલમાં કરવામાં આવી હતી.
OPPના ડેપ્યુટી કમિશનર માર્ટી કેર્ન્સે ખુલાસો કર્યો હતો કે ઓન્ટારિયોમાં માત્ર છેલ્લા સાત અઠવાડિયામાં ભયજનક 3,000 વાહનોની ચોરી થઈ છે, જે ખૂબ જ ગંભીરતા મુદ્દો છે, ઓક્ટોબર 2023 થી, 121 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે, 730 ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને 157 વાહનો પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા છે.
OPP કમિશનર થોમસ કેરિક દ્વારા કાર ચોરી પર તાજેતરના ફેડરલ સમિટમાં પરિસ્થિતિની ગંભીરતાને વધુ પ્રકાશિત કરવામાં આવી હતી, જ્યાં તેમણે જણાવ્યું હતું કે ઓન્ટારિયોમાંથી સૌથી વધુ ચોરાયેલા વાહનો મોન્ટ્રીયલ બંદર પર મોકલવા માં આવે છે ને અહીં થી આ વાહનોને પછી વિદેશમાં મોકલવામાં આવે છે, જેમાં કન્ટેનર દીઠ $60,000 અને $80,000 ની વચ્ચે અંદાજિત નફો થાય છે,
જે ઘણી વખત તેમની મૂળ કિંમત કરતાં બમણા થી પણ વધુ કિંમતે વેચાય છે. વીમા છેતરપિંડી અપરાધને ઘટાડવા અને અટકાવવાના હેતુથી એક્વીટ એસોસિએશનના એક અહેવાલમાં જણાવાયું હતું કે વીમા કંપનીઓએ ૨૦૨૨ દરમયાન એક બિલિયન થી વધુનું નુકસાન કર્યું છે. કેનેડિયન ઇતિહાસમાં એક આ એક ગંભીર સીમાચિહ્નરૂપ છે. રિપોર્ટમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે ડેટા ઉપલબ્ધ હોય તેવા પ્રાંતોમાં વાહન ચોરીમાં ડબલ ડિજિટ માં વધારો થયો છે.
“પ્રોજેક્ટ વોલ્કેનો” એ પોલીસ દ્વારા શરુ કરાયેલ સતત પ્રયાસ છે OPP પોલીસ દ્વારા લોકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તેઓ પાસે ઓટો ચોરી સંબંધિત કોઈપણ માહિતી હોય અથવા વોન્ટેડ વ્યક્તિઓ વિષે ની માહિતી હોય તો સ્થાનિક પોલીસને અવશ્ય જાણ કરે.
2 thoughts on “આંતરપ્રાંતીય પોલીસ ટાસ્ક ફોર્સ દ્વારા કાર ચોરી તપાસમાં 34 શંકાસ્પદોની ધરપકડ”
Comments are closed.