બાળકોના જન્મથી માંડીને અબોટણ કરવવું, સગાઈ, લગ્ન તેમજ ઘર, કાર કે કોઈ કિમતી વસ્તુ ખરીદવા જેવા જીવનભરના દરેક પ્રસંગમાં શુભ ચોઘડિયા ખૂબ મહત્ત્વ ધરાવે છે. આપણી સનાતન સંસ્કૃતિ અને ઋગ્વેદ છઠ્ઠા અંગ તરીકે એસ્ટ્રોલોજી સ્થાન ધરાવે છે. જેમાં દશા અને દિશા ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
જ્યોતિષશાસ્ત્ર નવગ્રહ અને તેમના સ્વભાવ અને પ્રકૃતિ મુજબ દરેકના જીવન તેમજ પ્રસંગ પર અસર કરે છે. નવગ્રહમાં સાત ગ્રહને મુખ્ય માનવામાં આવે છે. જેમાં ગુરુ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શનિ અને શુક્રનો સમાવેશ છે. જ્યારે રાહુ અને કેતુને છાયા ગ્રહ કહેવાય છે. આપણા ગ્રહના આધારે જે સાત વારના નામ છે.
દરેક ગ્રહની પ્રકૃતિ એક બીજાથી જુદી હોય છે. આ ગ્રહને શાંત કરવા અથવા જગાડવા માટે કુંડળી અનુસાર ઉપાય કરીને દિશા બદલી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ કેટલાક શાસ્ત્રો સમાયેલા છે, જેમ કે, કુંડળી શાસ્ત્ર, વાસ્તુ શાસ્ત્ર, અને અંક શાસ્ત્ર અને લાલ કિતાબ વગેરેનો સમાવેશ છે. આજના વિષયને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા ભારતના જયપુરના જાણિતા આચાર્ય એસ્ટ્રો હેમંત સાથે વાતચીતનો અંશ.
લાલ કિતાબ હૈ જ્યોતિષ નિરાલી, જો સોઈ કિસ્મત જગા દેતી હૈ, ફરમાન જો દો લપ્ઝી મહેનત હટા દેતી હૈ” આ પંક્તિ સાથે શરૂઆત કરતાં એસ્ટ્રો હેમંતે જણાવ્યું હતું કે, આ શાસ્ત્ર નવ ગ્રહ પર આધારિત છે.
ગ્રહને મનચાહી જગ્યાએ પહોંચાડવાના સામાન્ય ઉપાય કરીને જીવનની ગાડી ટ્રેક પર લાવી શકાય છે. આપણી કુંડળીમાં ગ્રહની ખૂબ જ અસર હોય છે નવ ગ્રહ જ આપણા જીવનરૂપી વાહનને હંકારે છે. જો એમાં એકાદ ગ્રહ વિફર્યો તો એકાએક સંકટ કે બીમારી જેવી આપદાનો સામનો કરવો પડે છે. પરંતુ લાલ કિતાબના શાસ્ત્રો અનુસાર આપને ગ્રહના સામાન્ય ઉપાયો કરીને ગ્રહને ફેવરમાં લાવી શકીએ છીએ.
ગ્રહની કુંડળીમાં કયા સ્થાને હોવાથી કેવી અસર થાય છે એ અંગે જણાવતા એસ્ટ્રો હેમંતે કહ્યું કે, જે જાતકની કુંડળીમાં મંગળ પ્રબળ હોય છે તે હોટલમાં માલિક બની શકે છે તેમજ મંગળ બદવાળા જાતક ડોક્ટર, પોલીસ, ફોજ અથવા તો કસાઈ, લૂંટારો કે ચોર બની શકે છે. એ જ પ્રમાણે જો સૂર્ય બળવાન હોય તો સરકારી નોકરી મળે છે. બુધ બળવાન હોય તો શેર બજારમાં કિસ્મત ચમકે છે તેમજ શનિ બળવાન હોય તો એન્જિનિયર અથવા કન્સ્ટ્રક્શન લાઈનમાં ભવિષ્ય ઘડે છે. જોકે આ બધુ જાતકની કુંડળીમાં રહેલા ગ્રહની સ્થિતિ પર આધાર રાખે છે. કુંડળીમાં 12 ઘર હોય છે, અને 12 રાશિ ક્રમ પ્રમાણે આ ઘરોમાં બિરાજમાન હોય છે, એ જ પ્રમાણે દરેક ઘરનો એક ગ્રહ માલિક હોય છે. તેમ જ ઉચ્ચ ગ્રહ, નીચે ગ્રહ અને પાકા ઘરનો માલિક ગ્રહ હોય છે, આ ગ્રહની યુતી અને દુશ્મનીની અસર જાતકના જીવનમાં તેમજ તેની સાથે સંકળાયેલા લોકોના જીવનમાં પણ જોવા મળે છે આ નવ ગ્રહ શરીરના વિવિધ ભાગનું પણ પ્રતિનિધિત્વ ધરાવે છે. દા.ત. સૂર્યને માણસનું શરીર ગણવામાં આવ્યું છે જ્યારે ચંદ્ર હૃદય છે. શુક્ર ચામડી અને ગાલ છે. ગાલ પર પિંપલ આવવા કે ચામડીનો રોગ થવો એ શુક્ર બગડવીની નિશાની છે.
લાલ કિતાબમાં શાસ્ત્રમાં દરેક ગ્રહ અને એની થતી અસર તેમજ ઉપાય તર્કશાસ્ત્ર પર આધારિત છે, એમ જણાવતા એસ્ટ્રો હેમંતે કહ્યું હતું કે, જો જાતક ચંદ્રને પોતાની ફેવરમાં રાખે તો આપો આપ દરેક ગ્રહ કાબૂમાં આવી જાય છે. ચંદ્રનો સ્વભાવ જ શીતળતા છે, અને તે તો સવારે ઊઠતાની સાથે જ આપણા બંને હાથમાં પંજામાં કાચુ દૂધ લગાડવાથી બધા ગ્રહ શાંત થઈ જાય છે. એનું પણ કારણ છે કે આપણા હાથમાં દરેક ગ્રહનું વિવિધ સ્થાન છે જ્યારે દૂધ ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે, અને સ્વભાવ શાંત હોવાને પગલે દરેક ગ્રહને સવારે ઉઠતાની સાથે શાંત કરવાથી દિવસ સારો રહે છે. એ જ રીતે કોઈ સાધકને દાંતમાં દુખાવો, લોહી નીકળવા જેવી સમસ્યા થાય છે તેમને જણાવ્યું કે, તેમનો બુધ ખરાબ થઈ રહ્યો છે અને બુધને સારો કરવા માટે ફટાકડીનો પાવડર દાંતમાં ઘસવાથી બુધ અને શાંત કરી શકાય છે, આ પ્રમાણે ખૂબ જ નાના અને ઘરમાં થઈ શકે એવો મામૂલી ઉપાય જીવનમાં લાવી જીવનની મુશ્કેલીઓ હળવી કરી શકાય છે.
ગ્રહની પ્રકૃતિ અને સ્વભાવ અનુસાર તેના દેવ પણ હોય છે. એમ જણાવીને એસ્ટ્રો હેમંતે કહ્યું કે ગ્રહની શાંત કરવા તેના દેવની પૂજા કરવામાં આવે છે, તેમજ એ ગ્રહને અનુકૂળ રંગ પણ પહેરવામાં આવે છે. દાખલા તરીકે ગુરુ ગ્રહ અધિપતિ બ્રહ્માજી છે, જ્યારે પીળો રંગ ગુરુનો કહેવાય છે અને ઉપાયમાં માત્ર હરિ પૂજા અથવા વિષ્ણુ પૂજન કરવાનું હોય છે. આપણા દાદાના જમાનામાં આપણા જ્યોતિષ જ્ઞાનનો રોજિંદા જીવનમાં વિજ્ઞાન તરીકે ઉપયોગ થતો હતો. દરેક વિધિ અને વિધાન પાછળ એક કારણ હતું, બાળકના જન્મ, તહેવાર તિથિની ઉજવણી કરવા માટે વપરાતી સાધન સામગ્રી પાછળ પણ કારણ છુપાયેલું છે. આજનું જનરેશન ખૂબ જ ફાસ્ટ થઈ ગયું છે અને કોમ્પ્યુટર યુગમાં લોકો આ બધાને પાછળ મૂકી દીધું છે.
એસ્ટ્રો હેમંત છેલ્લા સાત વર્ષથી જ્યોતિષશાસ્ત્રની પ્રેક્ટિસ કરી રહ્યા છે. મૂળ જયપુરના હેમંતનું નામ અમીત વધવા છે, જ્યોતિષશાસ્ત્રમાં પ્રવેશ્યા બાદ તેમણે પોતાના ગ્રહ અનુસાર હેમંત નામ રાખ્યું હતું. અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોનું પ્રેડિક્શન કર્યું છે અને 95% પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે. તેઓ લાલ કિતાબના નિષ્ણાત છે અને જ્યોતિક ક્ષેત્રે અભ્યાસ હજી શરૂ છે