ગ્વેલ્ફ, કેમ્બ્રિજ, વોટરલૂ, કિચનર, મિલ્ટન: હિંદુ સેવક સંઘ (HSS) શારીરિક, માનસિક અને આધ્યાત્મિકતા ને પ્રોત્સાહન આપતા કાર્યક્રમોનું આયોજન કરીને તેમના કૉમ્યૂનિટી સાથેના સતત જોડાણ ને વધુ પ્રાધાન્ય આપે છે . રવિવાર, 7મી એપ્રિલના રોજ, HSS એ કેમ્બ્રિજમાં વાઇબ્રન્ટ હિંદુ હેરિટેજ કેમ્પનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમે ઘણા હિંદુ પરિવારો જોડાયા હતા અને તેમણે વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો .
શિબિરની વિશેષતા એ ઉત્સાહજનક યોગ સત્ર હતું, જ્યાં ઉપસ્થિતોએ સૂર્ય નમસ્કાર નો અભ્યાસ કર્યો અને હિંદુ સંસ્કૃતિમાં તેના મહત્વ વિશે શીખ્યા હતા. સહભાગીઓએ પણ પરંપરાગત રમતોમાં ભાગ લીધો હતો, શ્લોકા પઠન દ્વારા હિંદુ શાસ્ત્રોની તેમની સમજને વધુ ઊંડી બનાવી હતી અને હિંદુ ધર્મ પર સમજદાર ચર્ચાનો આનંદ પણ માણ્યો હતો.
આ ઇવેન્ટમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં કુલ 65 લોકો ઉજવણીમાં જોડાયા હતા. કુટુંબોએ સાંસ્કૃતિક અનુભવો અને મૂલ્યોને સ્વીકાર્યા કે જેને જાળવી રાખવા માટે HSS સઘન પ્રયાસ કરે છે.
હેરિટેજ કેમ્પની સફળતાથી ઉત્સાહિત, HSS કેમ્બ્રિજમાં હિંદુ પરિવારોના તમામ વય જૂથો માટે સાપ્તાહિક પ્રવૃત્તિઓ શરૂ કરવા જય રહ્યું છે. તેમનો હેતુ કૉમ્યૂનિટીની ભાવનાને ઉત્તેજન આપવાનો અને આપણા વારસા સાથે જોડાવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે.
HSSમાં જોડાવા અને તેની આગામી ઇવેન્ટ્સમાં ભાગ લેવા માટે રસ ધરાવતા લોકો વધુ માહિતી માટે [email protected] પર સંપર્ક કરી શકે છે. HSS તેના કૉમ્યૂનિટીના વધુ સભ્યોને આવકારવા માટે ઉત્સુક છે કારણ કે તે પ્રદેશમાં હિંદુ સંસ્કૃતિ અને તેના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનું અને તેને આગળ વધારવા નો તેમનો ધ્યેય છે. .