નવું વર્ષ, નવી દ્રષ્ટિ: વિચારોના રંગોથી જીવનને સજાવીએ

Dhwani News Online | Brampton
લેખિકા: પારુલ શાહ — બ્રેમ્પટન, કેનેડા
ચિંતન લેખ
નવા વર્ષ ની સુંદર સવાર, અનેક મીઠા મીઠા સપનાઓ, અને અવનવી ઈચ્છાઓ ને લઈ ને આવે છે. આવનારા નવા વર્ષ માં જીવન ના કેટકેટલાય બદલાવો ને, ઉતાર ચઢાવ ને જોવામાં આવે છે. શું ફકત કેલેન્ડર ના પાના બદલવા થી જીવન ની નવી શરૂઆત થઈ શકે છે? જીવન માં પરિવર્તન લાવી શકાય છે. ખરેખર તો નવું વર્ષ ત્યારે જ શરૂ થઈ શકે છે જયારે આપણે આપણા વિચારો, આદતો, અને દ્રષ્ટિકોણ માં નવીનતા લાવી એ નવીનતા ને આવકારી ને ભૂતકાળ ને ભૂલી અને નવા વર્ષ ના દિવસો ના કેનવાસ માં નવીન આશા ઓ ના રંગ ભરીયે.
કેલેન્ડર નું પાનું તો દર મહિને ફરે છે પરતું પૂરા કેલેન્ડર ને બદલવા નો અને આપણી જાત ને બદલવાનું વર્ષ છે. નાની નાની ખુશી ઓ ને ગળે લગાવી ને સંબંધો માં હુંફ ભરવી જોઈએ. નવા પાના ની નવી કોરી નોટબુક માં આ વર્ષ ને સજાવી ને પ્રેમ રુપી કલમ થી સંબંધો ની સ્નેહાવલી ને સજાવવી જોઈએ.
વીતેલા વર્ષોની કડવી યાદોને સાંભળીને રાખવી યોગ્ય નથી. નિષ્ફળતાઓ ને સાંભળીને તેને હૈયા માં સંઘરીને તેનો ભાર વધારતા ના જવું. જીવનમાં આવેલા તડકા-છાંયડાને, કે કોઈ ની સાથે થયેલા મનદુઃખને કે કડવાહટ ના અનુભવો નો ભાર માથા પર મૂકી અને નવા વર્ષ માં પ્રવેશ કરવાથી શરૂઆત નવી નહીં થાય પરંતુ પાછળ ના બોજને આપણે આગળ ને આગળ મોકલી ને ગૂંચવાતા રહીએ તો જીવન ના સુનહરા પાના ઉપર નવી વાર્તા ના લખી શકીએ.
દીવો ઓલવાયા પછી અજવાળું શું કામનું? એટલે કે જાગ્યા ત્યારથી સવાર. એને અનુસરીને નાની નાની આદતોને બદલતા રહેવાની જીવન ને આવા આયામો સુધી પહોંચાડી શકાય છે.
આપસ ના સંબંધોને પોતાનો કિંમતી બહુમૂલ્ય સમય આપીને તેને ખીલવા માટેના ભરપૂર પ્રયાસો કરવો જોઈએ. આજે સમય પૂરે-પૂરો છે છતાં પણ માનવ મોબાઈલ, ટેકનોલોજી વિગેરે માં એટલો વ્યસ્ત થઈ ગયો છે કે સંબંધોની ખાનાપૂર્તિજ રહી ગઈ છે. ફરી પાછા જૂના સમયની મિત્રોની મસ્તી અને પરિવાર સાથે દિલ ખોલીને સમય વ્યતીત કરવો જોઈએ.
“નવી આશા અને નવા સપનાનો રંગ ભરીએ,
સાથે મળી ને સૌ ખુશિયોને સહજતા નવી શરૂઆત કરીએ,
જે વીતી ગયું છે તેને ભુલાવવાનો પ્રયત્ન કરીએ,
અને આવનાર વર્ષને ખુલ્લા દિલથી વધાવીએ.”
આપણે ભૂતકાળ ને પ્રેરણાદાયક બનાવવું જોઈએ અને વર્તમાન થી જોડાતા શીખવું જોઈએ જેથી સમય ના પ્રવાહની સાથે-સાથે શારીરિક રીતે, માનસિક રીતે પણ ધ્યાન રાખીને પોતાની જીવન જીવવાની પદ્ધતિ ને સુધારવી જોઈએ. ભવિષ્ય ની ચિંતા છોડી પોતાના વર્તમાન ને સુધારવો જોઈએ. વિતેલો સમય પાછો નથી આવવાનો તેમાં થી શીખ લઈને ચાલતા રહેવું જોઈએ.
સ્વાસ્થ્ય માટે જાગરૂક બની, અને સાત્વિક ખોરાક અને નિયમિત વ્યાયામો ને જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. તેમાંથી નકારાત્મકતા ને દૂર કરી નાખવી જોઈએ.
નવું વર્ષ, નવી શરૂઆત ને કોરા કાગળ ની ઉપર આપણા મનોબળ ની કલમ થી લખવું અને તેને સહજતા થી સ્વીકારી અને આગળ વધવું એ આપણા હાથમાં છે તેને સુંદરતા નો ઓપ આપવો કે ફરિયાદી બનીને જીવનને નિભાવવું એ આપણી મનોદશા ઉપર નિર્ભર કરે છે.
નવા વર્ષે બહારના દીવાઓની સાથે-સાથે અંદર ના આત્મવિશ્વાસ નો દીવો પ્રગટાવીએ અને એક સકારાત્મક ઉર્જા, સ્વાસ્થ્ય વર્ધક જીવન અને આનંદમય જીવનની નવી શરૂઆત કરીએ આ નવા સુંદર જીવન માટે આપણી પાસે જે કાંઈ પણ છે તેના માટે ઈશ્વર નો ધન્યવાદ કરીએ.
“કપડાં તો નવા પહેર્યા, ઘર ને તો સુંદર સજાવ્યું,
હવે વિચારો ને નવીનતા નો ઓપ આપીએ,
કોઈક ની ભૂલો ને માફ કરી ને આપણે સૌ આગળ વધી એ,
નવ વર્ષ ને ખરા અર્થ માં ઉજવી એ”.

