
બ્રેમ્પ્ટન સાઉથ માટે પ્રોવિન્સિયલ પાર્લામેન્ટ (MPP) લિબ્રલ ના ઉમેદવાર તરીકે ભાવિક પરીખની પસંદગી ગુજરાતી અને ઈન્ડો-કેનેડિયન સમુદાય માટે ગર્વનો વિષય છે. ભાવિક પરીખ નો એક નેતા તરીકે દ્રષ્ટિકોણ, આગવો ઉત્સાહ અને બ્રેમ્પ્ટનના વિવિધ કૉમ્યૂનિટીની વિશિષ્ટ જરૂરિયાતોને સમજવાની ઊંડી ક્ષમતા ધરાવવી તે છે. જયારે પ્રોવિન્સિયલ ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કૉમ્યૂનિટીને એક અનોખો અવસર મળી રહ્યો છે, જ્યાં તેઓ એવા ઉમેદવારને સપોર્ટ આપી શકે છે, કે જે કૉમ્યૂનિટીના વિકાસ અને વ્યક્તિગત ડેવલપમેન્ટ માટે મજબૂત મૂલ્યો, મહેનત, ઈમાનદારી અને પર્યાપ્ત સેવાનો ભાવના દર્શાવતો હોય અને તેથી જ ભાવિક પરીખ માને છે કે તેઓ બ્રેમ્પ્ટન સાઉથ માટે શ્રેષ્ઠ પ્રતિનિધિ તરીકે સેવા આપવાની યોગ્ય પસંદગી છે.
થોડું ભાવિક પરીખ વિષે
સપ્ટેમ્બર 2008માં ભાવિકભાઈ એ કેનેડા ની ધરતી પર મુક્યો, જ્યાં તેમણે વધુ સારી તક માટે કનેડામાં આગવું મુકામ બનાવવાના આશય સાથે કનેડા સ્થળાંતર કર્યું ભારતના મૂળ નાગરિક ભાવિકની વાત પણ એવી છે, જે અનેક ઇમિગ્રન્ટ માટે એહસાસ કરાવતી હોય છે — નવી દેશમાં સફળતા મેળવવાની અને સમુદાય માટે યોગદાન આપવાની એવી મોટી મહાત્વાકાંક્ષા સાથે સ્થળાંતર કરવી. તેમણે પહેલું નિવાસ Markham માં બનાવ્યું, ત્યારબાદ સ્કાર્બોરો અને અંતે બ્રેમ્પ્ટન શહેર ને પોતાના ઘર તરીકે સ્વીકાર્યું. ભાવિકની આ યાત્રા એ નવા દેશમાં પોતાનું સ્થાન મેળવવા માટે વિવિધ આત્મવિશ્વાસી લોકો માટે એક પ્રેરણાસ્ત્રોત બની છે, જેમની મહેનત, સમર્પણ અને કાર્યકુશળતા દ્વારા એક નવા દેશમાં પુનઃપ્રસ્થાપિત થઈ જેની અસર લાંબા સમય સુધી રહશે.
બ્રેમ્પ્ટનમાં, ભાવિકભાઈ ને એવા સમુદાય સાથે જોડાવાનો અવસર મળ્યો છે જે તેમના પોતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. બ્રેમ્પ્ટન સાઉથ, જે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યતા માટે GTA માં જાણીતું છે, તેમાં અનેક ઈન્ડો-કેનેડિયન અને ગુજરાતી પરિવારો વસે છે. આ વૈવિધ્યતા સાથે પરંપરા અને આધુનિકતા પણ જોડાયેલી છે, જ્યાં ત્યાંનો વિકાસ તેના રહેવાસીઓની સખત મહેનત દ્વારા સિદ્ધ થયો છે. ભાવિકભાઈ બ્રેમ્પ્ટનમાં, માત્ર ગુજરાતી સમુદાય સાથે જ નહીં પરંતુ અન્ય બધાં સમુદાયો ની સાથે સાથે ઈન્ડો-કેનેડિયન સાથે પણ તેમના મજબૂત સંલગ્નતા ધરાવતા હોવાથી તેઓ એક આ વૈવિધ્યસભર સમુદાય ની સમસ્યા ને રજુ કરવા માટે તે એક ઉત્તમ MPP તરીકે ની પસંદગી છે .

બ્રેમ્પ્ટન સાઉથ એ એક ઉત્સાહથી ભરેલો વિકાસશીલ,બહુંસાંસ્કૃતિક કેન્દ્ર અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યપૂર્ણ વિસ્તાર છે, જ્યાં ગુજરાતી અને ઈન્ડો-કેનેડિયન પરિવારો મહત્વપૂર્ણ સહયોગી ભાગીદારી અને પરિવારોની નોંધપાત્ર વસ્તી છે આ સમુદાયે શહેરના આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. બિઝનેસ, શિક્ષણ કે આરોગ્ય ક્ષેત્રે, બ્રેમ્પ્ટન સાઉથના નાગરિકો શહેરની પ્રગતિ માટે એક અટૂટ હિસ્સો છે. ભવિષ્યમાં પણ, જેમ જેમ આ સમુદાયનો વિસ્તારતા ગયા છે, તેમ તેમ તેમની સામે પડકારો પણ વધી રહ્યા છે. ભાવિક પરીખ, જેમણે વિવિધ સમુદાયોની જરૂરિયાતોને સમજવાનો અનુભવ મેળવ્યો છે, એ આ વધતી પડકારોથી મુકાબલો કરવાની માટે શ્રેષ્ઠ મંત્રીપ્રતિનિધિ બની શકવા ની ક્ષમતા ધરાવે છે તેમ તેમનું માનવું છે
આ સમુદાય સતત વિસ્તરી રહ્યો છે, અને સાથે સાથે નવા પડકારો પણ ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોને એવી નેતાગીરીની જરૂર છે, જે તેમના મૂલ્યો, સંઘર્ષો અને ભવિષ્યના સપનાઓને સમજે. ભાવિક પરીખ આ નેતૃત્વ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમનું ઉમેદવારી દૃષ્ટિકોણ એકતાને વધારવા, પ્રગતિને પ્રોત્સાહિત કરવા અને બ્રેમ્પ્ટન સાઉથના દરેક નાગરિક માટે નવા અવસરો ઊભા કરવા તરફ કેન્દ્રિત છે.
ભાવિક પરીખ: એક વિઝનરી
છેલ્લા 16 વર્ષોથી, ભાવિક પરીખે આઈટી ક્ષેત્રમાં સફળ કારકિર્દી રચવાની સાથે સાહસિકતા તરફ પણ વિશેષ ધ્યાન આપ્યું છે. તેમના આ પ્રયાસો એ તેમને વ્યક્તિગત તેમજ સમુદાય વિકાસના મહત્વને ઊંડી રીતે સમજાવ્યા છે. ભાવિક પરીખનો દ્રઢ વિશ્વાસ છે કે બ્રેમ્પ્ટન સાઉથની સમૃદ્ધિ સીધેસીધો સંબંધ આર્થિક વૃદ્ધિ, નવીનતા અને નવા અવસરો સુધી પહોંચીવાની તકો સાથે જોડાયેલી છે. એક ઉદ્યમી તરીકે, તેમણે રોજગાર સુવિધાઓ ઊભી કરી છે, અન્ય લોકોને સશક્ત બનાવ્યા છે અને વ્યવસાય માલિક તરીકેની પડકારો અને સફળતાઓ પણ અનુભવી છે.
તમામ અનુભવના આધારે, ભાવિક પરીખે મજબૂત નેતૃત્વ કૌશલ્ય વિકસાવ્યાં છે, જે તેમને MPP તરીકે ઉત્તમ સેવા આપવાની ક્ષમતા છે. ટેક્નોલોજી અને બિઝનેસ ક્ષેત્રે તેમનો વિશેષદર્જાનો અનુભવ તેમને નીતિઓ ઘડવામાં સહાયક બનશે, જે નવીનતાને પ્રોત્સાહિત કરશે, રોજગાર વધારશે અને સ્થાનિક ઉદ્યોગોને સહાયરૂપ થશે. ભાવિક પરીખ સારી રીતે જાણે છે કે જ્યારે બિઝનેસ પ્રફુલ્લિત થાય, ત્યારે આખો સમુદાય તેની ફળસેફળ મીઠાશનો આનંદ માણે છે. તેથી, તેઓ બ્રેમ્પ્ટન સાઉથના આર્થિક વિકાસને વેગ આપવા અને દરેક નાગરિક માટે નવી તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.
નિસ્વાર્થભાવે સેવા સમર્પિતતા માં માને છે ભાવિક પરીખ
ભાવિક પરીખનું નેતૃત્વ નિસ્વાર્થતા થી પ્રેરિત છે. તેઓ સત્તા અથવા હોદ્દાની લાલસા રાખતા રાજકારણી નથી, પરંતુ એક સમુદાય સેવા છે, જે સતત લોકોની ભલાઈ માટે કામ કરે છે. વર્ષો સુધી, ભાવિક પરીખે સમુદાય માટે નિષ્ઠાપૂર્વક સેવા આપી છે—એડવાઈઝરી બોર્ડમાં કામ કરવાનું હોય, સ્થાનિક કાર્યક્રમોનું આયોજન કરવું હોય કે સંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વોલંટિયર તરીકે કાર્ય કરવું હોય, તેઓ હંમેશા લોકોની સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે તત્પર રહ્યા છે.
ભાવિક પરીખનો જીવનમંત્ર છે: “જન સેવા એજ પ્રભુ સેવા”, જે તેમના નેતૃત્વ માટે દિશાદર્શક બન્યું છે. ભાવિક પરીખના જીવનમાં તેમના પિતાનું પ્રબળ પ્રભાવ રહેલું છે. તેમના પિતાએ નિસ્વાર્થભાવે સમુદાય સેવા અને લોકોની મદદ માટે જે નિયમિતતા દાખવી છે, તે ભાવિક માટે શ્રેષ્ઠ પ્રેરણા બની છે. પોતાના પિતાની આ ભાવનાથી પ્રભાવિત થઈ, ભાવિક પરીખે સેવા કરવા માટે ક્યારેય કોઈ સન્માન અથવા લાભની અપેક્ષા રાખી નથી. સાથે જ, લિબરલ પાર્ટીની નેતા બોની ક્રોમ્બીના નેતૃત્વ અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર મહારાજની આર્ટ ઓફ લિવિંગની આર્ટ ઓફ લિવિંગ ફિલસૂફીથી પ્રેરાય છે, જે નિસ્વાર્થ સેવા અને સમાજ કલ્યાણ પર ભાર મૂકે છે.
તેઓ માને છે કે સાચો પરિવર્તન ત્યારે જ શક્ય બને, જ્યારે નેતાઓ પોતાની મહત્ત્વાકાંક્ષાને પછાડી, લોકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપે.
ભાવિક પરીખનો બ્રેમ્પ્ટન સાઉથ માટે દૃષ્ટિકોણ: સમર્થન અને પ્રગતિ
ભાવિક પારીખ બ્રેમ્પ્ટન સાઉથ માટે એક સમર્થ અને પ્રગતિશીલ સમાજનું દ્રષ્ટિવિષય ધરાવે છે. તેમનાં મુખ્ય લક્ષ્યોમાં આરોગ્યસેવાઓમાં સુધારો, શૈક્ષણિક તકોનો વિસ્તરણ અને પરવડે તેવા ઘર માટે વધતી જતી જરૂરિયાતને દૂર કરવાનું સામેલ છે.
આ મુદ્દાઓ માત્ર બ્રેમ્પ્ટન સાઉથના ભવિષ્ય માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તે ભાવિક પારીખના મૂળ મૂલ્યોની હૃદયસ્થાન પણ ધરાવે છે. તેઓ એક એવા સમુદાયની કલ્પના કરે છે, જ્યાં દરેક વ્યક્તિને પ્રગતિ કરવાની તકો મળે, આરોગ્યસેવાઓ સરળતાથી ઉપલબ્ધ હોય, બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળી શિક્ષણ સુવિધાઓ મળે અને પરિવારો માટે વધુ સારા જીવનનું નિર્માણ શક્ય બને.
મુખ્ય મુદ્દાઓ
1. આરોગ્ય વ્યવસ્થામાં સુધારો:
ભાવિક પરીખ બ્રેમ્પ્ટન સાઉથની આરોગ્યસેવાઓમાં રહેલી તકલીફો દૂર કરવા પ્રતિબદ્ધ છે. ઈમર્જન્સી રૂમમાં લાંબા સમય સુધી રાહ જોવી પડે છે, પરિવારના ડૉક્ટરોની અછત છે અને હોસ્પિટલની સુવિધાઓ પણ અપૂર્ણ છે. ભાવિક ઇમર્જન્સી વેઈટ ટાઈમ ઘટાડવા, વધુ ડૉક્ટરોની ભરતી કરાવવા અને હોસ્પિટલની ક્ષમતામાં વધારો કરવા માટે પ્રયત્નશીલ રહેશે, જેથી વધતી જનસંખ્યાની જરૂરિયાતોને પહોંચી વળી શકાય.
2. શિક્ષણ:
જેમ બ્રેમ્પ્ટન સાઉથની વસતિ વધી રહી છે, તેમ તેમ વધુ શાળાઓ, શિક્ષકો અને શૈક્ષણિક સંસાધનોની જરૂરિયાત પણ વધી રહી છે. ભાવિક જાણે છે કે ભરચક વર્ગખંડ અને શિક્ષકોની અછત વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે મોટી અડચણ છે. તે નવી શાળાઓના નિર્માણ, વધુ શિક્ષકોની નિમણૂક અને શૈક્ષણિક સંસ્થાઓ માટે પૂરતા ભંડોળની વ્યવસ્થા કરવા પ્રતિબદ્ધ છે, જેથી દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે.
3. કર પ્રણાલી – જનહિતમાં બદલાવ:
ભાવિક માને છે કે વર્તમાન કર પ્રણાલી યોગ્ય રીતે કામ કરી રહી નથી. બ્રેમ્પ્ટન સાઉથના નાગરિકો મોટી રકમ ટેક્સ તરીકે ચુકવે છે, પરંતુ તેને પરત મળતી સવલતો અને સેવાઓ જરૂરી તબક્કે પહોંચી નથી. ભાવિક આરોગ્ય, શિક્ષણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકારના ભંડોળના પુનર્નિર્માણ માટે અવાજ ઉઠાવશે. અનાવશ્યક ખર્ચ ઘટાડીને, પ્રજાને સીધો લાભ મળે તેવી કર પ્રણાલી અમલમાં લાવવા માટે તે પ્રયત્નશીલ રહેશે.
4. પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર:
બ્રેમ્પ્ટનની વધતી વસતિને જોતા, પરિવહન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તાત્કાલિક સુધારા કરવાની જરૂર છે. ભાવિક ટ્રાફિકની ભીડ, અપ્રમાણસર જાહેર પરિવહન વ્યવસ્થા અને ભારે વસતિ ધરાવતા વિસ્તારોમાં સંકોચાયેલા માર્ગોની સમસ્યાને પ્રાથમિકતા આપશે. તે જાહેર પરિવહનની સુવિધાઓમાં વધારો, માર્ગ સુવિધાઓમાં સુધારો અને ભવિષ્ય માટે સંચાલિત શહેરી વિકાસ માટે રોકાણ લાવવાના પ્રયાસ કરશે, જેથી બ્રેમ્પ્ટન સાઉથ સમર્થ અને વિકસિત બની શકે.
સમર્પિત સેવાની ભાવના
ભાવિક પરીખના નેતૃત્વનો મુખ્ય આધાર તેમના નિષ્ઠાપૂર્ણ સેવાભાવમાં છે. તેઓએ જીવનભર વ્યક્તિગત લાલચ કરતાં સમાજસેવાને પ્રાથમિકતા આપી છે. પદ હોય કે ન હોય, ભાવિક હંમેશા સમાજની ભલાઇ માટે કાર્યરત રહ્યા છે. તેમનું દ્રઢ સિદ્ધાંત છે: “જો હું કોઈ પદ વિના સેવા આપી શકું, તો MPP તરીકે કેટલું વધુ કરી શકું?” તેમના સ્વૈચ્છિક કાર્ય, સ્થાનિક કાર્યક્રમોમાં ભાગીદારી અને નાગરિકોની તકલીફો ઉકેલવા માટેની સતત વચનબદ્ધતા તેમના સમર્પણની સાક્ષી આપે છે.
શા માટે ભાવિક પરીખે લિબરલ પાર્ટી પસંદ કરી?
ભાવિક પરીખે ઓન્ટારિયો લિબરલ પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો કારણ કે તેઓ આ પાર્ટીની સમાનતા માં માનનારી, વ્યક્તિગત ભેદબાવ થી વિમુખ અને વૈવિધ્યતા જેવા મૂળભૂત મૂલ્યો સાથે સહમત છે. તેમનું માનવું છે કે લિબરલ પાર્ટી દ્વારા અપનાવવામાં આવેલી પ્રગતિશીલ નીતિઓ ઓન્ટારિયોના તેમજ બ્રેમ્પ્ટન સાઉથના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવી શકે. બોની ક્રોમ્બીના નેતૃત્વ હેઠળ, ઓન્ટારિયો લિબરલ્સ આરોગ્યસેવામાં સુધારો, શિક્ષણની સ્થિતિમાં સુધારો, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તરણ અને સામાન્ય નાગરિકોની જીવનશૈલી વધુ સુલભ બનાવવા માટે કાર્યરત છે. ભાવિકનો વિશ્વાસ છે કે લિબરલ પાર્ટી સાથે મળીને, તેઓ બ્રેમ્પ્ટન સાઉથ અને ઓન્ટારિયોમાં સકારાત્મક પરિવર્તન લાવી શકશે.
શા માટે ભાવિક પરીખને મત આપવો જોઈએ?
ભાવિક પરીખ બ્રેમ્પ્ટન સાઉથના દરેક નાગરિક માટે સમર્પિત લીડરશીપ માં માને છે. તે ગૂજરાતી, ઇન્ડો-કનેડિયન કે કોઈ પણ સમુદાય સાથે ભેદભાવ કર્યા વિના, બધા માટે સમાન અને ન્યાયસંગત પ્રતિનિધિત્વમાં માને છે. ભાવિક કોઈ ખાસ સમુદાય માટે નહીં, પરંતુ સમગ્ર બ્રેમ્પ્ટન સાઉથની સેવા કરવા માટે ચૂંટણી લડી રહ્યા છે. તેમના માટે નેતૃત્વ કોઈ પદ મેળવવા માટે નથી, પરંતુ વાસ્તવિક પરિણામ લાવવા માટે છે. તેઓ ક્વીન્ઝ પાર્કમાં તમારો અવાજ બનવા અને તમારાં મહત્વના મુદ્દાઓ માટે ઉગ્રપણે કામ કરવા માટે તૈયાર છે.
પરીવર્તનનો હિસ્સો બનશો.?
જો તમે આ પ્રયાસમાં ભાવિક સાથે જોડાવા માંગો છો? તો ભાવિક પરીખ તમારા સાથ-સહકારનું સ્વાગત કરે છે—શું તમે સ્વયંસેવક તરીકે જોડાશો કે તમારા આંગણામાં લૉન સાઇન લગાવશો ? તમારો નાનકડો સહયોગ બ્રેમ્પ્ટન સાઉથને વધુ સુખદ અને સમાનતા ભર્યું બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ચાલો સાથે મળીને બદલાવ લાવીએ ભાવિક પરીખનો સંપર્ક કરો અને વધુ સશક્ત અને સર્વસમાવિષ્ટ સમાજ માટેની આ ઇલેકશનનો હિસ્સો બનો. એક સાથે, આપણે બ્રેમ્પ્ટન સાઉથ અને સમગ્ર ઓન્ટારિયોને ઉજ્જવળ ભવિષ્ય આપી શકીએ.ભાવિક પરીખ સમર્પણ અને વાસ્તવિક પરિવર્તન માટેની પ્રતિબદ્ધતા સાથે બ્રેમ્પ્ટન સાઉથનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે. સાથે મળીને, આપણે વધુ શક્તિશાળી અને સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકીએ.