એક્સટ્રીમલી લિમિટેડ એડિશન રોયલ એનફિલ્ડ બૂલેટ 350નું કેનેડામાં આગમન

વર્ષ 2024માં તેનું આગમન નિશ્ચિત થઇ ગયું છે, માત્ર 100 રોયલ એનફિલ્ડ પ્રિઓર્ડર આપવાથી જ મળી શકશે

રોયલ એનફિલ્ડ બૂલેટનું નામ પડે એટલે કાનમાં તેના સાયલેન્સરમાંથી આવતો આઇકોનીક અવાજ ગૂંજી ઉઠે…… આવ્યો… ને….. તમારા કાનમાં પણ અવાજ…. કેનેડીયનો હવે રસ્તા ઉપર ધૂમ સ્ટાઈલથી રોયલ એનફિલ્ડ ચલાવી શકશે… પણ એની માટે ખીસ્સુ ખાલી કરવા તૈયાર રહેવું પડશે…. કારણ કે એકસ્ટ્રિમલી લિમિટેડ એડિશન રોયલ એનફિલ્ડ બૂલેટ 350નું કેનેડામાં વર્ષ 2024માં જ આગમન થશે પરંતુ માત્ર 100ની સંખ્યામાં પ્રિઓર્ડર આપ્યેથી જ ઉપલબ્ધ બનશે. જેમાં હાર્ડલી ડેવિડસનના દિવાનાઓ છે તેમ બૂલેટના ફેન પણ લાખ્ખોની સંખ્યામાં છે. એટલે જ કેનેડામાં રોયલ એનફિલ્ડની “રોયલ” એન્ટ્રી થવા જઇ રહી છે અને એ પણ એકસ્ટ્રીમલી લિમિટેડ એડિશનથી.

ગત વર્ષ 2023ના સપ્ટેમ્બર માસમાં રોયલ એનફિલ્ડ 350ની સુધારેલી આવૃત્તિને પ્રદર્શિત કરી હતી. 92 વર્ષથી સતત બૂલેટનું ઉત્પાદન કરતી રોયલ એનફિલ્ડને તેના સુદીર્ઘ ઈતિહાસ ઉપર ગર્વ છે.

અને તેને ધ્યાનમાં રાખીને જ કંપનીએ બૂલેટની આઇકોનિક ઇમેજને જાળવી રાખવા માટે અથાક મહેનત કરવા સાથે તેના વિવિધ મોડેલને અત્યાધુનિક બનાવી છે. આમ, નવી બૂલેટ 350, જે અન્ય J-platform પર નિર્મિત બાઈકઃ Meteor 350, Classic 350,  અને Hunder 350 જેવી જ છે.

વિશ્વભરના એનફિલ્ડ ચાહકોએ સંભવતઃ એક પેટર્નની નોંધ લીધી છે. ઘણા આંતરરાષ્ટ્રીય મોટરસાઇકલ ઉત્પાદકોની જેમ, કંપની તેની બાઇકને નવા બજારોમાં મૂકવા હંમેશા આતૂર રહે છે. એમાં પણ ભારત હંમેશા પ્રથમ હોય છે, જે ઘણા સ્તરે અર્થપૂર્ણ પણ છે. આખરે તેના નવા મોડલ અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ બનશે. પરંતુ તેમ થાય એ પહેલાં વાત હંમેશા સમયની હોય છે. Super Meteor 650 ની જ વાત કરીએ તો અમેરિકન ધરતી ઉપર આવતા તેને વર્, 2023ના અંતના મહિનાઓ સુધીનો સમય લાગ્યો હતો.

જો તમે રોયલ એનફિલ્ડ બુલેટના ચાહક છો, અને તમે વિચારતા હશો કે બુલેટ 350 આખરે ઉત્તર અમેરિકામાં ક્યારે પહોંચશે, ખાસ કરીને જો તેમે કેનેડામાં હોવ તો અમારી પાસે તમારા માટે સારા સમાચાર છે.

25 જાન્યુઆરી, 2024 ના રોજ, રોયલ એનફિલ્ડ ઉત્તર અમેરિકાએ સત્તાવાર રીતે જાહેરાત કરી કે તે 2024 બૂલેટ 350 ને ઉત્તર અમેરિકામાં લાવી રહ્યું છે. જો કે, તે માત્ર ખૂબ મર્યાદિત આવૃત્તિમાં જ રિલીઝ થશે. કેવી રીતે મર્યાદિત? માત્ર 100 યુનિટ પેક કરવામાં આવશે અને મોકલવામાં આવશે, અને તે ફક્ત કેનેડામાં જ વેચવામાં આવશે.

કેનેડિયન ચાહકો માટે કે જેઓ વારંવાર નવી બાઇક રીલીઝ વખતે પોતે રહી ગયા હોવાનું અનુભવે છે, તેમની માટે ચોક્કસ આ એક આવકારદાયક સમાચાર છે. જો તમે ઉત્તર અમેરિકામાં બીજે ક્યાંય હોવ, તેમ છતાં, તમારે માત્ર એ જોવા માટે રાહ જોવી પડશે કે બૂલેટ 350 ક્યારેય કોઈ સ્વરૂપમાં દક્ષિણ અમેરિકાની દિશામાં આગળ વધે છે કે નહીં.

2024 રોયલ એનફિલ્ડ બૂલેટ 350 કેનેડિયન એક્સક્લુસિવ પ્રિઓર્ડર અંગેની માહિતી

    આ રહી ડીલ. જાન્યુઆરી 31, 2024ના બપોરે 1 વાગ્યે કેનેડિયન રોયલ એનફિલ્ડના ચાહકો 100 યુનિટ માટે પ્રિઓર્ડર કરી શકશે. તેની માટેનું સાઈનઅપ ફોર્મ રોયલ એનફિલ્ડ કેનેડાની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે, જે અમારા સૌર્સ સાથે લીંક્ડ છે, તમે તમારું ઇમેલ એડ્રેસ અપડેટ્સ મેળવવા ઉમેરી શકો છો.

    બે વેરિયન્ટમાં તે ઉપલબ્ધ હશે: બૂલેટ સ્ટાન્ડર્ડ (સ્ટાન્ડર્ડ બ્લેક અથવા સ્ટાન્ડર્ડ મરૂનમાં) અને બૂલેટ બ્લેક ગોલ્ડ, જે કોપર પિનસ્ટ્રીપિંગ, બ્લેક આઉટ એન્જિન અને અન્ય બ્લેક આઉટ ભાગો સાથે આવે છે. બંને બાઈક બે-ચેનલ ABS અને આગળ અને પાછળ બંનેથી સજ્જ ડિસ્ક બ્રેક સાથે આવે છે.

    આ બે વેરિયન્ટ માટે MSRP બૂલેટ સ્ટાન્ડર્ડ માટે $5,899 CAD (લગભગ $4,369 US) અને બૂલેટ બ્લેક ગોલ્ડ માટે $6,199 CAD (લગભગ $4,591 US) હશે.

    જો તમને 2024 Royal Enfield Bullet 350ને રૂબરૂ નિહાળવામાં રસ હોય અને તમે 16થી 18 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ટોરોન્ટો મોટરસાઇકલ શોમાં હાજરી આપવાનું આયોજન કરી રહ્યાં હોવ તો તમે તેને ત્યાં તેની આઇકોનિક સ્ટાઈલમાં જોઈ શકશો. રોયલ એનફિલ્ડના ઈતિહાસકાર ગોર્ડન મે બૂલેટના ઈતિહાસ વિશે પ્રેઝન્ટેશન આપવા માટે ઈવેન્ટમાં હાજર રહેશે, જેને ચાહકો  નિશ્ચિતપણે ચૂકવા નહીં માગે.

    ગોર્ડન મે દ્વારા વર્ણવ્યા મુજબ, વિશ્વમાં ગમે ત્યાં જેઓ બૂલેટ સ્ટોરીને સરળ ઓડિયો સ્વરૂપમાં સાંભળવા માંગે છે તેમને નિહાળવા માટે અહીં વિડિયો આપવામાં આવ્યો છે.

    #royalenfield #bullet350 #canada #Extremely-Limited-Edition #northamerica

    Next Post

    દુનિયાભરના પાંચ કરોડ શ્રદ્ધાળુ દર વર્ષે અયોધ્યા દર્શને આવશે

    Fri Jan 26 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 ઐતિહાસિક ધાર્મિક નગરી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમની માત્ર દેશમાં જ નહીં, વિશ્વભરમાં ઝલક જોવા મળી રહી છે. એક તરફ રામ મંદિરનું ઉદઘાટન લોકોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે, તો બીજીતરફ 85000 કરોડ […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share