કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા ત્રણ ભારતીયો પકડાયા

અમેરિકન સુરક્ષા દળોની એક ટીમ બોર્ડર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ ચાર લોકો અમેરિકાના બફેલો શહેર સાથે જોડાયેલા ઈન્ટરનેશનલ રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડીમાંથી કુદયા હતા. આ ચાર લોકોમાં એક મહિલા પણ હતી. આ મહિલા ઘાયલ થઈ હતી. ટ્રેનમાંથી કુદનારા લોકોએ પેટ્રોલિંગ ટીમને આવતી જોઈ હતી અને તેઓ મહિલાને પડતી મુકીને ભાગી ગયા હતા. જોકે સુરક્ષા કર્મીઓએ બાકીના ત્રણ પુરુષોને પણ પીછો કરીને ઝડપી પાડ્યા હતા. ઘાયલ મહિલાની સારવાર પણ કરવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, આ લોકો પાસે કોઈ ડોક્યુમેન્ટ પણ નહોતા. ચારેને એક ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમની સામેની તપાસ અને સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને ત્યાં જ રાખવામાં આવશે.

અમેરિકામાં ઘૂસવા માટે મેક્સિકો બોર્ડરની સાથે સાથે હવે એજન્ટો કેનેડાની બોર્ડરનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આ પહેલા એક ગુજરાતી પરિવારના સભ્યોના કેનેડાની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસતી વખતે આકરી ઠંડીના કારણે મોત થયા હતા.

#Canada #Entering-US-Illegally #International-Railroad-Bridge #Buffalo #Border-Protect #cross-border-entry #America

Next Post

ઘર પર સશસ્ત્ર હુમલોકરી કાર ચોરનાર બે સગીર યુવકોની ધરપકડ કરતી પીલ પોલીસ

Fri Mar 15 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 પીલ રીજનની પોલીસનું કહેવું છે કે ઓન્ટારિયોના બ્રામ્પ્ટનમાં બનેલી બંને ઘટનાઓમાં સંડોવાયેલા બે સગીર યુવકોની ધરપકડ કરવામાં આવી છે.   પીલ પ્રદેશની પોલીસનું કહેવું છે કે તેઓએ જે બે સગીર યુવકની ધરપકડ કરી છે તેઓ ઓન્ટારિયોના બ્રામ્પ્ટનમાં બનેલી બંને ઘટનાઓમાં સામેલ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share