કેનેડાના ઓનલાઈન હાર્મ્સ બિલC-63માં મહત્ત્વની પાંચ બાબત

ઑનલાઇન નુકસાન સામે રક્ષણ આપવા માટે કેનેડાના પ્રપોઝ્ડ લો વિશે જાણવા જેવી પાંચ મહત્ત્વની બાબતો

ઓટ્ટાવા – 26-Feb-2024 : વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની સરકારે કેનેડિયનો અને ખાસ કરીને યુવાનોને ઓનલાઈન નુકસાન સામે વધુ સારી રીતે રક્ષણ આપવા માટે લાંબા સમયથી રાહ જોવાતો કાયદો રજૂ કર્યો હતો.

બિલ C-63માં પ્રોપોઝ કરવામાં આવેલા પાંચ મુદ્દાઓ અહીં દર્શાવ્યા છે.

1. ચોક્કસ પ્રકારના જોખમી કોન્ટેન્ટને ધ્યાનમાં રાખો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને “બાળકનું શારિરીક શોષણ કરે અથવા બચી ગયેલી વ્યક્તિને શોષણનો ભોગ બનાવે” એવા કોન્ટેન્ટ દ્વારા જનરેટ કરાયેલા ડીપફેક્સ સહિત ઈન્ટિમેટ ઈમેજીસના સહમતિ વગર ઉપયોગ કે શેરિંગને ટાર્ગેટ કરવા સરકાર વિચારી રહી છે.

આ બિલ જેનો ઉપયોગ બાળકને ધમકાવવા અથવા તેમને સેલ્ફહાર્મ માટે કરવામાં આવે તેવા કોઈપણ ઓનલાઈન ચીજવસ્તુ- કોન્ટેન્ટને પણ આવરી લેશે.

આવા કોન્ટેન્ટમાં હિંસક એક્સટ્રીમીઝમ અથવા આતંકવાદને ભડકાવતા મટિરિયલ સાથે હિંસાને ભડકાવા અથવા નફરતની લાગણી જન્માવનારા કોન્ટેન્ટનો પણ સમાવેશ થાય છે.

2021ના કન્સલ્ટેશન ડોક્યુમેન્ટમાં સરકારે દર્શાવેલા કોન્ટેન્ટની પાંચ કેટેગરીની સાથે પણ કેટલાક મુદ્દા જોડાયેલા છે. એક મુખ્ય તફાવત એ છે કે, અગાઉની યોજનામાં અપ્રિય ભાષણની મોટા પાયે રિટની જોગવાઈઓનો સમાવેશ થતો હતો, જ્યારે નવા બિલમાં એવું નથી.

2. ઑનલાઇન પ્લેટફોર્મ માટે નવી રીસ્પોન્સિબિલિટીમાં ઉમેરો

આ બિલમાં ઓનલાઈન પ્લેટફોર્મ માટે નવા નિયમો લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાંથી એકને “ડ્યુટી ટુ એક્ટ રીસ્પોન્સિબિલિટી” તરીકે બ્રોડલી ડિફાઈન કરવામાં આવ્યું છે.

આ બેનરમાં કંપનીઓ પાસે જોખમી કોન્ટેન્ટ તેમના યુઝર્સ એક્સપોઝરમાં ન આવે તે માટે “સતત” આવા જોખમનું એસેસમેન્ટ કરીને મિટિગેશન સ્ટ્રેટેજી તૈયાર કરવા સાથે જોખમી લાગતા કોન્ટેન્ટને ઓળખવા ટૂલ્સ પુરા પાડવાની અપેક્ષા રાખવામાં આવશે.

કાયદાને પણ ડિજિટલ સેફ્ટી પ્લાનને પબ્લિશ કરવા પ્લેટફોર્મની જરૂર પડશે. જેમાં તેઓ યુઝર્સને જોખમી કોન્ટેન્ટના સંપર્કમાં આવવાના રીસ્કને ઘટાડવા અને તેની અસરકારકતાને ટ્રૅક કરવા માટે કયા પગલાં લઈ રહ્યા છે તે દર્શાવવામાં આવશે. કંપનીઓએ પણ રીસર્ચર્સ સાથે ડેટા શેર કરવો પડશે.

સરકારના કહેવા પ્રમાણે નવા નિયમો સોશિયલ મીડિયા સાઇટ્સ, “યુઝર- અપલોડ એડલ્ટ કોન્ટેન્ટ” અને “લાઇવ સ્ટ્રીમિંગ સર્વીસ” પર એપ્લાય થશે.

તેના કહેવા મુજબ નવા કાયદામાં આવરી લેવા માટે કંપનીઓ પાસે તેમના પ્લેટફોર્મ પર ચોક્કસ સંખ્યામાં યુઝર્સ હોવા જરૂરી છે. સરકાર દ્વારા યુઝર્સની સંખ્યા હવે પછીના નિયમો નક્કી કરવામાં આવશે.

જ્યારે સરકાર કહ્યું હતું કે તેની પાછળનો હેતુ કેનેડિયનો સૌથી વધુ ઉપયોગ કરતા પ્લેટફોર્મને નિશાન બનાવવાનો છે, ટ્રુડોની કેબિનેટ “જ્યારે તેમને નુકસાન અંગેનું નોંધપાત્ર જોખમ લાગે ત્યારે” તેના ઓછા ઉપયોગ સાથે સર્વીસીસ ઉમેરવાનું પણ નક્કી કરી શકે છે.

3. નવા રેગ્યુલેટર અને નવા ઑમ્બડ્ઝપર્સન(ombudsperson) બનાવો

સરકાર એક નવું “ડિજિટલ સેફ્ટી કમિશન” બનાવવા માંગે છે, જેમાં કેબિનેટ દ્વારા નિમાયેલા પાંચ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવશે.

તે કેનેડિયન રેડિયો-ટેલિવિઝન અને ટેલિકોમ્યુનિકેશન કમિશનથી અલગ હશે, જે પરંપરાગત બ્રોડકાસ્ટર્સને રેગ્યુલેટ કરે છે.

નવી સંસ્થા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પ્રપોઝ્ડ લોમાં જણાવવામાં આવેલા નિયમોનું પાલન કરે તે જોવાની જવાબદારી સંભાળશે.

સરકારના કહેવા મુજબ યુઝર્સ વતી કેબિનેટ દ્વારા નિયુક્ત કરાયેલા એક નવા “ઈન્ડિપેન્ડન્ટ” ઑમ્બડ્ઝપર્સન(ombudsperson) વકીલાત કરશે.

તે યુઝર્સને જે ફરિયાદો નોંધાવવા માગે છે તેની માહિતી આપશે અને માત્ર સોશિયલ મીડિયા સેવાઓને જ નહીં પરંતુ રેગ્યુલેટર અને સરકારને તેની ભલામણ કરશે.

3. કેટલાક કોન્ટેન્ટને દૂર કરવા કંપનીઓને 24 કલાક આપો

આ કાયદો દ્વારા નવા ડિજિટલ સેફ્ટી કમિશનને “બાળકોને શારીરિક રીતે શોષીત કરતા અથવા બચી ગયેલી વ્યક્તિને પુનઃ ભોગ બનાવતા કોન્ટેન્ટ” તેમજ વ્યક્તિની સંમતિ વિના શેર કરેલી ઈન્ટિમેટ ઈમેજીસને દૂર કરવાનો આદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

તેમા જણાવ્યા મુજબ કંપનીઓએ આ સામગ્રીને 24 કલાકની અંદર દૂર કરવી પડશે. આ સાથે સરકારનું કહેવું છે કે યુઝર્સ પ્લેટફોર્મ પર અથવા નવા રેગ્યુલેટરને ફરિયાદ કરી શકે છે. તેમાં વચન આપવામાં આવ્યું છે કે “નકામી” ફરિયાદોને તપાસવામાં આવશે.

4. ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર ખાસ ધ્યાન આપો

સરકાર વર્તમાન કાયદામાં સુધારો કરવા વિચારી રહી છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે ઇન્ટરનેટ સેવાઓ માટે ઇન્ટરનેટ પર ચાઈલ્ડ સેક્સ એબ્યુઝને લગતી ઈમેજીસના કિસ્સાઓની જાણ કરવી ફરજિયાત છે.

સરકાર કહે છે કે તે નક્કી કરવા માંગે છે કે આ નિયમો સોશિયલ-મીડિયા પ્લેટફોર્મ્સ પર લાગુ થાય છે અને “નિયુક્ત લો એનફોર્સમેન્ટ બોડી દ્વારા” આવા ગુનાઓના “ફરજિયાત રિપોર્ટિંગને સેન્ટ્રલાઈઝ કરવા માટે ઓથોરિટી બનાવવા”નો પ્રસ્તાવ મૂક્યો છે.

આ સુધારો પોલીસ તપાસમાં મદદ કરવા માટે આવા ડેટાને કેટલા સમય સુધી સાચવી શકાય તેને જાણવાનો પણ પ્રયાસ કરે છે. તેની સાથેસાથે કાયદાકીય કાર્યવાહી માટે વર્તમાન બે વર્ષની મર્યાદાના સમયગાળામાં વધારી કરી તેમાં વધુ ત્રણ વર્ષનો ઉમેરો કરે છે.

5. કેનેડિયન હ્યુમન રાઈટ્સ એક્ટ બદલો અને હેટ ક્રાઈમ માટે સખત સજાઓ ઉમેરો

સરકાર કાયદા હેઠળ ભેદભાવરૂપે ઓનલાઈન હેટ સ્પીચને પણ ઉમેરવા માંગે છે અને લોકોને કેનેડિયન હ્યુમન રાઈટ્સ કમિશનમાં આવી કોન્ટેન્ટ પોસ્ટ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની મંજૂરી આપે છે.

તે ક્રિમિનલ કોડમાં ફેરફાર કરવા પણ માંગે છે, જેમાં ચાર હેટ પ્રોપોગેન્ડાના ગુનાઓ માટે મહત્તમ સજા વધારવાનો સમાવેશ થાય છે.

ઉદાહરણ તરીકે, જીનોસાઈડ(નરસંહાર)ની તરફદારી કરવા બદલ દોષિત ઠરેલા વ્યક્તિને પાંચ વર્ષથી વધુ કે આજીવન કેદની સજા થઈ શકે છે.

સરકાર એક નવા હેટ ક્રાઇમ ગુનાને નક્કી કરવા વિચારી રહી છે કે જે સજા દરમિયાન માત્ર એક ઉશ્કેરણીજનક ફેક્ટર તરીકે નોંધવાને બદલે દરેક અન્ય ગુના પર પણ લાગુ થઈ શકે.

#OTTAWA #Prime-Minister #Justin-Trudeau #Bill-C-63 #Five-point #Canada #proposed-law #safeguard #online-harm #Canada-online-harms-bill

Next Post

કોલેજો અને યુનિવર્સિટીઓને સ્ટેબિલાઈઝ કરવા ઓન્ટારિયોનું $1.3 બિલિયનનું રોકાણ

Mon Feb 26 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઓછો કરવા પ્રોવિન્સે ટ્યુશન ફી ફ્રીઝને કરી રાખી છે ટોરોન્ટો – 26th February 2023 : ઓન્ટારિયો સરકારે પ્રાંતના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ખર્ચ ઘટાડવા માટે ટ્યુશન ફી ફ્રીઝ કરવા  સાથે અંદાજે $1.3 બિલિયનના નવા ભંડોળ સહિત પ્રાંતની કોલેજો […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share