- કેનેડાના કેપ્ટન સાદ બિન ઝફર ટીમના ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી ક્રિકેટ જગતને ચોકાવવા આતુર
- કેનેડા ભારત અને પાકિસ્તાન પછીની ગ્રુપ A મેચોમાં પ્રતિસ્પર્ધીઓનો મક્કમ મુકાબલો કરશે
કેનેડાની ક્રિકેટ ટીમ આગામી ટી-20 વર્લ્ડકપમાં ક્રિકેટ વિશ્વને ચોકાવવા સજ્જ થઇ છે. આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ડલ્લાસના ગ્રાન્ડ પ્રેઇરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યુ.એસ. સામે 1 જૂનના રોજ કૅનેડિયન મેન્સ ક્રિકેટ ટીમ મુકાબલો કરવા ઉતરશે. આ ઐતિહાસિક પળની કેનેડીયન્સ રાહ જોઇ રહ્યાં છે. કેનેડામાં પણ ક્રિકેટ લોકપ્રિય છે ત્યારે લાખો લોકો કેનેડીયન્સના ઉત્કૃષ્ઠ રમત પ્રદર્શનને નિહાળતા જોવા મળશે. કેનેડા ભારત અને પાકિસ્તાન પછીની ગ્રુપ A મેચોમાં પ્રતિસ્પર્ધીઓનો મક્કમ મુકાબલો કરશે.
ભારત હાલમાં 20 ઓવરની રમતમાં વિશ્વમાં નંબર 1 પર છે જ્યારે પાકિસ્તાન નંબર 4, આયર્લેન્ડ નંબર 12 અને કેનેડા નંબર 20 છે. આમ, કેનેડા માટે તેની પ્રતિસ્પર્ધી ટીમ સાથેનો ક્રિકેટ જંગ અત્યંત પડકારજનક સાથે રસપ્રદ રહેવાનો છે.
અન્ય મહત્વની મેચ ઉપર નજર કરીએ તો કેનેડા 7 જૂને આયર્લેન્ડ અને 11 જૂને પાકિસ્તાન સામે ટકરાશે, બંને રમતો સબઅર્બન ન્યુયોર્કમાં યોજાશે. જ્યારે ગ્રુપ Aની મેચીસ પૂર્ણ થતા પહેલા 15 જૂને લૉડરહિલ, ફ્લોરિડા(Fla.) ખાતે નં.1 ટીમ ભારત સામે ટકરાશે.
ટૂર્નામેન્ટમા ઓપનર તરીકે રમવું એ ઝફર માટે કેક પર આઈસિંગ કરવા સમાન રહેવાનું છે.
કેનેડાની યુ.એસ. સાથેની હરીફાઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી જૂની ગણવામાં આવે છે, કારણ કે ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડની ક્રિકેટ મેચ રમાયાના 33 વર્ષ પહેલા, કે જેને 1844માં પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ તરીકે માનવામાં આવે છે તેમાં બંને વચ્ચે મુકાબલો થયો હતો. મેનહટનમાં સેન્ટ જ્યોર્જ ક્રિકેટ ક્લબમાં તે દિવસે કેનેડાએ બે ઇનિંગ્સની મેચ 23 રનથી જીતી લીધી હતી.
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સાથે મળીને 55 મેચની આ રમત યોજી રહ્યાં છે. આગામી 2જી જૂને ગુયાના નેશનલ સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે મુકાબલાથી ટૂર્નામેન્ટની શરૂઆત થશે.
કેનેડિયનો મહિનાના અંતે દુબઈમાં 50 ઓવરની ટૂર્નામેન્ટ પહેલા પ્રી-ટૂર્નામેન્ટ કેમ્પ માટે હોંગકોંગ અને પછી નેપાળ માટે રવાના થાય છે. આ ક્રિકેટ અભિયાનને પૂર્ણ કરી તેઓ માર્ચની શરૂઆતમાં પરત ફરશે અને 20 ઓવરની રમત પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. આગામી ટી-20 વર્લ્ડકપ માટે કેનેડિયન ટીમ ખૂબ જ આશાવાદી છે.
#Canadian #canada #cricket #ICC #T20 #WorldCup #US #dallas