તમસો મા જ્યોતિર્ગમય: સંસ્કૃતિ, ઉલ્લાસ અને સમૃદ્ધિનું પર્વ દીપાવલી

Dhwnai Cultural Article By Parul Shah, Brampton, Canada.
“તમસો મા જયોતિગમય “અર્થાત અંધકાર માંથી પ્રકાશ તરફ ગતિ કરવી.આસો માસ ની અમાસ ના દિવસે ધૂમધામ થી ઉજવાતી દીપાવલી એ દીપક નો તહેવાર છે. દીપાવલી અર્થાત દીપ-દીવો આવલી-પંકતિ. જેનો અર્થ થાય છે દીવા ઓ ની હારમાળા. દીપાવલી એ આપણી ભવ્ય સાંસ્કૃતિક અને સમૃધ્ધિ ના વારસા નું સર્વોત્તમ પ્રતીક છે.
દીવાળી ની રાત એ ધોર અંધકાર ની રાત હોવા છતાં નાનો એવો દીવો એ કાળી અંધારી રાત ના અંધકાર ને પરાસ્ત કરે છે.આ ફકત ભૌતિક રોશની ઓ નો તહેવાર નથી પરંતુ મનુષ્ય ની ચેતના ને અંધકાર માંથી પ્રકાશ ની તરફ લઈ જતી એક આધ્યાત્મિક યાત્રા છે.મનુષ્ય ના મન ની અંદર રહેલો અંધકાર,ક્રોધ,લોભ,અને ઈર્ષા એ ગાળા અંધકાર નું પ્રમાણ છે.

દીવા ના પ્રકાશ થી આપણા આત્મા ને ઝંઝોડવા,જગાડવા નો અને જ્ઞાન ના પ્રકાશ ને ફેલાવવા નો તહેવાર છે .ગમે તેટલો લાંબો કે કઠિન સમય હોય,અંતે અધર્મ પર ધર્મ નો અને અસત્ય પર સત્ય નો જ વિજય થાય છે.
સ્વાસ્થ્ય અને સ્વચ્છતા એ જીવન ના બહુરુપી આયામ ગણાય છે.દિવાલ પર રંગરોગન કરવા થી વાતાવરણ માં એક નવી ઉર્જા નો સંચાર થાય છે.ઘર ના ખૂણે ખૂણે થી કચરો કાઢી નાખવો એ દર્શાવે છે કે આપણા મન મંદિર ના ખૂણે ખણે થી કચરો કાઢી ને મન ને પાવન અને પવિત્ર કરવાનો અવસર છે.
“આંગણીયા માં રંગોળી સજે , કળા ની છે આ ખરી ઓળખાણ ” દીપાવલી આવી ને ખુશી ઓ ની સૌગાત લાવી છે.રંગોળી બનાવી ને આંગણું સજાવવા નું છે.કલાત્મક રીતે બનાવેલી રંગોળી એ મન ના ઉમંગ ઓનું પ્રતીક છે.
મીઠાઈ ની આ મધુરતા,સ્નેહ તણો મુખવાસ,ચાલો ઉજવી એ આ પર્વ ને, ભૂલી ને વેરઝેર. મન માં પ્રસન્નતા નો ઉલ્લાસ ભરેલો હોય ત્યારે મીઠાઈ ની મીઠી મીઠી સુવાસ પર્વ ને વધારે મધુર બનાવી દે છે.

લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન એ પુરુષાર્થ , પ્રામાણિક અને સમૃધ્ધિ ને આવકારવા ના વારસા ને જાળવવા માટે જરૂરી છે.માતા લક્ષ્મી ના આગમન ની તૈયારીઓ કરી અને પૂરા વર્ષ ના સરવૈયા અને લેખા જોખા ને વર્ષ ભર ના માપદંડ માં મૂકી અને તેના માટે પુરુષાર્થ ને પ્રાધન્ય આપવું જોઈએ.
બહાર ના દીવા પ્રગટાવવા ની સાથે મન મંદિર માં દીવો પ્રગટાવવો જરૂરી છે.દીપાવલી માં આપણા પારંપારિક રીતિરિવાજો ને અને સંસ્કૃતિ ને ભૌતિક ભપકા નો ઓપ આપવા ને બદલે અંદર ની આંતરિક શુદ્ધિ અને સંબધો ને મજબૂતાઈ આપવી જરૂરી છે.
“તમસ ને ચીરી ને પ્રગટયો એક દિવ્ય દીવડો,
લઈ ને આવ્યો આંગણે ખુશી ઓ નો મેળો,
પ્રકાશ નું આ પર્વ છે,સંસ્કૃતિ ની શાન છે,
ભવ્યતા નો છે એ વારસો,ને દીવો નો હાર છે.
દિલ ના અંધકારો ને દૂર કરી,જ્ઞાન નો દીવો ધરો,
સંસ્કારો ના જતન થી જીવન આખું ભરો.”
આપ સર્વે ને દીપાવલી ની હાર્દિક શુભકામનાઓ અને સર્વે ને નૂતન વર્ષાભિનંદન.

