બ્રોકવિલે માટે જેકપોટ સમાન ૨૦૨૭ની સિનિયર ગેમ્સ: $૧.૫ મિલિયનની આર્થિક તેજીની ગણતરી

    બ્રોકવિલે: ઓન્ટેરિયોના મનોહર રિવરસાઇડ શહેર બ્રોકવિલે માટે એક અત્યંત ગૌરવશાળી સમાચાર આવ્યા છે. પ્રોવિન્સિયલ ગવર્નમેન્ટે ‘૨૦૨૭ ઓન્ટેરિયો ૫૫+ સમર ગેમ્સ’ માટે યજમાન તરીકે બ્રોકવિલેની પસંદગી કરી છે. આ જાહેરાત સાથે જ સમગ્ર ઈસ્ટર્ન ઓન્ટેરિયોમાં આનંદની લહેર દોડી ગઈ છે. ગવર્નમેન્ટ આ ઇવેન્ટ માટે $૩૨૫,૦૦૦નું સીધું રોકાણ કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકલ ટુરીઝમ અને ઇકોનોમીને વેગ આપવાનો છે. આ રમતોત્સવ માત્ર સ્પર્ધાઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે બ્રોકવિલેના બિઝનેસ સેક્ટર માટે એક ‘બૂસ્ટર ડોઝ’ સામાન સાબિત થશે. અંદાજ છે કે આ ઇવેન્ટ દરમિયાન શહેરને $૧.૫ મિલિયનથી વધુનો આર્થિક ફાયદો થશે, જેનો લાભ હોટલ્સ, રેસ્ટોરન્ટ્સ અને સ્થાનિક દુકાનદારોને મળશે.

    આ ગેમ્સમાં ઓન્ટેરિયોભરમાંથી ૧,૦૦૦થી વધુ એથ્લેટ્સ ભાગ લેશે. આ તેવા ખેલાડીઓ છે જેમની ઉંમર ૫૫ વર્ષથી વધુ છે અને જેઓ આજે પણ હેલ્ધી અને એક્ટિવ લાઈફસ્ટાઈલમાં માને છે. સ્પોર્ટ્સ મિનિસ્ટર નીલ લમ્સડેને આ અંગે જણાવ્યું હતું કે, ઓન્ટેરિયો સરકાર રમતગમત દ્વારા મજબૂત કોમ્યુનિટી બનાવવામાં માને છે. આ ગેમ્સ એ સાબિત કરે છે કે વય માત્ર એક આંકડો છે; ખરી સ્પોર્ટ્સમેન સ્પિરિટ ક્યારેય મરતી નથી. ૨૦૨૭ની આ ઇવેન્ટમાં પિકલબોલ, ટેનિસ, અને સ્લો-પિચ જેવી ૧૭થી વધુ સ્પોર્ટ્સનો સમાવેશ કરવામાં આવશે. કેનેડામાં, ખાસ કરીને સાઉથ એશિયન કોમ્યુનિટીમાં પણ હવે વરિષ્ઠ નાગરિકોમાં સ્પોર્ટ્સ પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે આ ઇવેન્ટ જોવી એ એક લ્હાવો હશે.

    મેયર મેટ વ્રેને આ તકને બ્રોકવિલે માટે ‘મોમેન્ટ ટુ શાઈન’ ગણાવી છે. તેમણે કહ્યું કે અમારું સુંદર વોટરફ્રન્ટ અને અહીંની હોસ્પિટાલિટી દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષશે. આ ઇવેન્ટ માટે મળેલું ફંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્લાનિંગમાં વપરાશે, જે લાંબા ગાળે શહેરને ફાયદો કરાવશે. બ્રોકવિલે અત્યારે સ્પોર્ટ ટુરીઝમ માટે એક હોટ ડેસ્ટિનેશન બની રહ્યું છે. આ રમતોત્સવથી માત્ર આર્થિક પ્રવૃત્તિ જ નહીં વધે, પણ વોલન્ટીયરિંગની સંસ્કૃતિ પણ મજબૂત થશે. સ્થાનિક લોકોમાં અત્યારથી જ આ ઇવેન્ટને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૨૦૨૭માં જ્યારે આ ગેમ્સ શરૂ થશે, ત્યારે બ્રોકવિલે માત્ર ઓન્ટેરિયોના નકશા પર જ નહીં, પણ તમામ વરિષ્ઠ ખેલાડીઓના દિલમાં પણ પોતાનું સ્થાન બનાવશે. આ સફળતા પાછળ લોકલ એડમિનિસ્ટ્રેશનની મહેનત અને પ્રોવિન્સિયલ સપોર્ટ બંનેનો મોટો ફાળો છે.

      Share with friends

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *

      Next Post

      ફિલ્મ રિવ્યૂ : 'માઈકલ' - જાફર જેક્સનનો અદભૂત અભિનય, પણ શું તે 'કિંગ ઓફ પોપ' ના જીવન સાથે ન્યાય કરી શકી?

      Thu Apr 30 , 2026
      Total 0 Shares 0 0 0 0 0 0 મનોરંજન: કેનેડામાં વસતા દક્ષિણ એશિયાઈ પરિવારોમાં માઈકલ જેક્સન એક અનોખું નામ છે. આપણા લગ્નોમાં આજે પણ ‘બિલી જીન’ કે ‘થ્રિલર’ વાગે ત્યારે આખી ડાન્સ ફ્લોર ભરાઈ જાય છે. આવા મહાન કલાકારની બાયોપિક ‘માઈકલ’ (Michael) જ્યારે મોટા પડદા પર આવે છે, ત્યારે […]

      આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

      સમાચાર હાઇલાઇટ્સ

      Subscribe Our Newsletter

      Editor in Chief

      Ethan Hunt

      Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

      Quick Jump

      Newsletter

      Total
      0
      Share