
ડગ ફોર્ડની પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ (PC) પાર્ટીએ ઓન્ટારિયો ચૂંટણી જીતી છે અને સતત ત્રીજી વાર બહુમતી સાથે સરકાર રચી છે.
વિજય પછીની પોતાના સંબોધનમાં, ફોર્ડે ઓન્ટારિયોની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને પરિવારો અને નોકરીઓની રક્ષાની પ્રતિબદ્ધતા પુષ્ટિ કરી. “હું ઓન્ટારિયોની જનતા નો ખૂબ આભારી છું. આગળ કહ્યું હતું કે અમે ખાતરી કરીશું કે અમે ઓન્ટારિયોના લોકોને, તેમના પરિવારને અને તેમની નોકરીઓને સુરક્ષિત રાખીશું,” ફોર્ડે જણાવ્યું હતું. તેમણે સતત ત્રણ બહુમતી જીતવાનું મહત્વ પણ નોંધ્યું હતું.
ચૂંટણી પરિણામ અને વિરોધ પક્ષની સ્થિતિ
પ્રારંભિક પરિણામો અનુસાર, આ સમાચાર લખાય રહ્યા છે ત્યાં સૂઘી માં પીસી પાર્ટી 80 સીટો પર જીત મેળવી લીધી છે જે આગલી વિધાનસભા કરતાં 3 ઓછી છે. તે છતાં, ફોર્ડની પાર્ટીએ પ્રાંત પર મજબૂત પકડ જાળવી રાખી છે. મેરિટ સ્ટાઇલ્સની નેતૃત્વ હેઠળની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) 27 સીટો સાથે વિપક્ષ તરીકે યથાવત્ રહેશે, જ્યારે ઓન્ટારિયો લિબરલ્સે સાત વર્ષ પછી ફરીથી સત્તાવાર પાર્ટીનો દરજ્જો મેળવ્યો છે અને 14 સીટો જીતી છે. ગ્રીન પાર્ટીને 2 સીટો મળી છે.
મુખ્ય નેતૃત્વ રેસમાં, ડગ ફોર્ડ, એનડિપીની નેતા મારિટ સ્ટાઇલ્સ અને ગ્રીન પાર્ટીના નેતા માઇક શ્રાઇનરે પોતપોતાની સીટો જીતી લીધી છે. જોકે, લિબરલ નેતા બોની ક્રોમ્બી મિસિસાગા-ઈસ્ટ કૂક્સવિલમાં કન્ઝર્વેટિવ ઉમેદવાર સિલ્વિયા ગ્યુઆલ્ટેરી સામે કસ્મકશ ભર્યા મુકાબલામાં હારી ગઈ છે.

પ્રમુખ ચૂંટણી મુદ્દા: યુ.એસ. શુલ્ક ધમકી અને આર્થિક સ્થિરતા
ઓન્ટારિયોની 140 વર્ષમાં પહેલી ફેબ્રુઆરી ચૂંટણી ફોર્ડે તાત્કાલિક જાહેર કરી હતી જેથી યુનાઈટેડ સ્ટેટ્સના સંભવિત શુલ્ક ધમકીઓને પહોંચી વળવા માટે મજબૂત જનમંડેટ મેળવી શકાય. અભિયાન દરમિયાન, સર્વેક્ષણો સતત દર્શાવતા હતા કે પીસી પાર્ટીનો મતદારોમાં લગભગ 15 ટકાની લીડ છે.
ફોર્ડની “પ્રોટેક્ટ ઓન્ટારિયો” (Protect Ontario) ઝુંબેશને આર્થિક સ્થિરતાને કેન્દ્રમાં રાખી હતી. તેમણે ચૂંટણી દરમિયાન બે વખત વોશિંગ્ટન, ડી.સી.ની મુલાકાત લીધી અને યુ.એસ. અધિકારીઓ સાથે મંત્રણાઓ કરી. વિરોધ પક્ષોએ આ વિવાદાસ્પદ કહીને તેની ટીકા કરી કે તેમણે પ્રીમિયર અને ચૂંટણી ઉમેદવાર વચ્ચેની રેખાને ધૂંધળી કરી છે.
એનડિપિ અને લિબરલ પાર્ટીનું ધ્યાન આરોગ્યસંભાળ, શિક્ષણ અને ઓન્ટારિયો પ્લેસ પુનર્વિકાસ જેવા મુદ્દાઓ તરફ હોવા છતાં, મતદારો મુખ્યત્વે યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શુલ્ક નીતિઓને લઈને ચિંતિત રહ્યા.
ભવિષ્યની યોજનાઓ અને નીતિ પ્રતિબદ્ધતાઓ
ચૂંટણી અભિયાન દરમિયાન, ફોર્ડે અનેક મહત્વની જાહેરાતો કરી, જેમાં સામેલ છે:
- $1.8 બિલિયન ખર્ચીને ચાર વર્ષમાં દરેક ઓન્ટારિયાના નાગરિકને પ્રાથમિક આરોગ્યસંભાળથી જોડવા.
- $2 બિલિયન મ્યુનિસિપલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે, જેનાથી ઘર નિર્માણને ટેકો આપી શકાય.
- શુલ્ક સંકટને પહોંચી વળવા માટે બિઝનેસ અને કામદારો માટે અરબો ડોલરની સહાયતા.
- હાઈવે 407ના કેટલાક ભાગમાંથી ટોલ દૂર કરવાના વાયદા.
- GO ટ્રેન સેવા વિસ્તરણ અને હાઈવે 401 હેઠળ મોટું ટનલ બનાવવાનો યોજના.
- $1.3 બિલિયન ખર્ચીને 30 નવી શાળાઓ બનાવવી અને 15 શાળાઓનો વિસ્તાર કરવો.
આ પ્રતિબદ્ધતાઓ સરકાર દ્વારા મોટા પાયે રોકાણો દર્શાવે છે, પરંતુ તે પીસી પાર્ટીના પૂર્વ બજેટ સંતુલનની યોજનાને પ્રભાવિત કરી શકે છે.
મજબૂત બહુમતી સાથે, ફોર્ડ હવે પોતાના આપેલા વચનો પર અમલ કરવાના પડકારનો સામનો કરશે અને ઓન્ટારિયોની આર્થિક પરિસ્થિતિને સંચાલિત કરવાની જવાબદારી પુરી નિષ્ઠાથી નિભાવશે.