આવીરે આવીરે હોળી (૨)
આવી ભૂલકાંઓની ટોળી
હોળી ના રંગોને લઈને,
દિલ માં ઉમંગોને લઈને,
હોળી આવીરે (૨)
હોળી આવી રે આવી રે
હોળી આવી રે…
પેલી ધરતી લાલમલાલ;
ચારેકોરે ઊડે ગુલાલ,
નાના બાળકો સૌ ભેગા મળીને
હળી મળીને રંગ ઊડાડે
સાથે આનંદ લઈને.
પેલી ભૂલકાંની ટોળી નવા રંગો લઈને
રંગો માં રંગવા આવી રે..
હોળી ના રંગો ને લઈને
દિલમાં ઉમંગોલઈને..
હોળી આવી રે…
ખજૂર ને ધાણી બોલો મીઠી વાણી,
પિચકારી લઈને રંગો લલિતભાઇ ને,
રૂપિયો આપો રૂપિયો આપો
હોળી નો રૂપિયો આપો.
પેલી ઘેરૈયાની ટોળી મદમસ્ત થઈને
સૌને રંગવા આવીરે.
હોળી ના રંગોને લઈને
દિલ માં ઉમંગોને લઈને
હોળી આવીરે (૨)
હોળી આવી રે આવી રે
હોળી આવી રે…