માનનીય રેન્ડી બોઈસોનોલ્ટ, મિનિસ્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ, વર્કફોર્સ ડેવલપમેન્ટ એન્ડ ઓફિશ્યિલ લેન્ગવેજ જાહેર કર્યું કે TFW પ્રોગ્રામ વર્કફોર્સ સોલ્યુશન્સ રોડ મેપ હેઠળના ચોક્કસ સમય-મર્યાદિત પગલાંનું નવીકરણ (રીન્યૂ) કરવામાં આવશે નહીં અને તે આ સ્પ્રિંગ માં નિર્ધારિત કરેલા સમય કરતા પહેલા પૂર્ણ થશે.
1 મે, 2024 ના રોજથી, નીચેના ફેરફારો અમલમાં મૂકવામાં આવશે:
- ન્યૂ લેબર માર્કેટ ઈમ્પૅક્ટ એકસેસમેન્ટ (LMIAs) લેબર બજારની જરૂરિયાતો નું ચોક્કસ એકસેસમેન્ટ સુનિશ્ચિત કરીને, જેની મુદત હવે 12 મહિનાને બદલે છ મહિના માટે માન્ય રહેશે.
- 2022 વર્કફોર્સ સોલ્યુશન્સ રોડ મેપમાં ઓળખવામાં આવેલા એમ્પ્લોયરો તેમના કુલ કાર્યબળ 30 ટકા હતું તે ઘટાડી 20 ટકા કરવમાં આવશે, જેમાંથી કન્સ્ટ્રક્સન અને હેલ્થકેર ક્ષેત્રો અપવાદ રૂપ રાખવા માં આવ્યા છે જે ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ દ્વારા મેળવી શકાશે.
- એમ્પ્લોયર્સ કેનેડામાં વેલીડ વર્ક પરમિટ સાથે એસલ્યૂમ શોધનારાઓની ભરતી સહિત, LMIA માટે અરજી કરતા પહેલા તમામ વિકલ્પોની શોધખોળ કરવાની જરૂર પડશે
વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 1 થી, 2024, એમ્પ્લોયર્સઓએ ટેમ્પરરી વિદેશી કામદારોના વેતનની વાર્ષિક સમીક્ષા કરવી પડશે, જેથી તેઓ તેમના વ્યવસાય અને કાર્ય ક્ષેત્ર માટે પ્રવર્તમાન વેતન દરોમાં થયેલા વધારા સાથે સંરેખિત થાય તેની ખાતરી કરી શકાય.
વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 1 થી, 2024, એમ્પ્લોયર્સઓએ ટેમ્પરરી વિદેશી કામદારોના વેતનની વાર્ષિક સમીક્ષા કરવી પડશે, જેથી તેઓ તેમના વ્યવસાય અને કાર્ય ક્ષેત્ર માટે પ્રવર્તમાન વેતન દરોમાં થયેલા વધારા સાથે સંરેખિત થાય તેની ખાતરી કરી શકાય. આ માપ એ સુનિશ્ચિત કરશે કે કામચલાઉ વિદેશી કામદારોને તેમના રોજગાર સમયગાળા દરમિયાન પ્રવર્તમાન વેતન સ્તરે ચૂકવવામાં આવે છે.
મંત્રી બોઈસોનોલ્ટે ટેમ્પરરી વિદેશી કામદારો પર કેનેડાની નિર્ભરતા ઘટાડવા અને એમ્પ્લોયરો ને સ્થાનિક સ્તરે કુશળ એમ્પ્લોયી શોધવા માટે પ્રોત્સાહિત કરવા સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “2022 માં રજૂ કરવામાં આવેલા સમય-મર્યાદિત પગલાં જરૂરી હતા, પરંતુ હવે, પરિસ્થિતિ બદલાય છે, આપણે સુનિશ્ચિત કરવું જોઈએ કે આપણો ટેમ્પરરી વિદેશી લેબર (TFW ) પ્રોગ્રામ આપણી વર્તમાન જરૂરિયાતો સાથે મેળખાય.
માનનીય માર્ક મિલર, ઇમિગ્રેશન, રેફયુજી અને સીટીઝનશિપ કેનેડાના પ્રધાન , બાંધકામ કામદારો, અર્લી ચાઇલ્ડહૂડ શિક્ષકો અને હેલ્થકેરે કાર્યકર માટે કેનેડાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા માટે આ ફેરફારોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આપણે ધીમે ધીમે ટેમ્પરરી વિદેશી કામદારો પરની આપણી નિર્ભરતા ઘટાડી રહ્યા છીએ અને કેનેડિયન એમ્પ્લોયરો ને સતત આસિસ્ટન્સ પૂરું પડી નવી નોકરીઓ ની તકો સૌપ્રથમ કેનેડિયન રહેવાસી ને લાભ મળે
TFW પ્રોગ્રામ પ્રતિભાવશીલ રહે તેની ખાતરી કરવા માટે કેનેડા સરકાર લેબર બજારની સ્થિતિનું નિરીક્ષણ કરવાનું સતત ચાલુ રાખશે. વર્તમાન આર્થિક જરૂરિયાતો માટે, જ્યારે કેનેડામાં ટેમ્પરરી વિદેશી કામદારોના અધિકારોનું પણ રક્ષણ કરે છે.
One thought on “કેનેડાની સરકારે ટેમ્પરરી વિદેશી કામદાર પ્રોગ્રામ માં ફેરફાર ની જાહેરાત કરી”
Comments are closed.