હેમિલ્ટનની આઈટી સિસ્ટમ ઉપર સાયબર એટેક કરાવાયા બાદ, સાયબ્ર ક્રિમિનલ્સે મોટી ખંડણી માગી હતી. જોકે, હેમિલ્ટન સાયબર એટેકમાંથી ઉગરી રહ્યું છે ત્યારે તેણે સાયબર ક્રિમિનલ્સ સામે શરણાગતિ સ્વીકારવાના બદલે ખંડણી ન ચૂકવી લડી લેવાનું મન બનાવી લીધું છે.
શહેરે રેન્સમવેર હુમલો થયો હોવાની જાણ વેબસાઇટ પર ન્યૂઝ બુલેટિન દ્વારા ફેબ્રુઆરી 26 ના રોજ કરી હતી. તેણે ટેલિફોન લાઇન્સ, ટ્રાન્ઝિટ શેડ્યૂલ, ટેક્સ સેવાઓ અને ઓન્ટારિયો વર્ક્સ એન્ડ સ્પેશિયલ સપોર્ટ્સ સહિત સંખ્યાબંધ ઓનલાઈન મ્યુનિસિપલ રીસોર્સીસને ખોરવી નાખ્યા હતા.
સિટી મેનેજર માર્ની ક્લકીએ જણાવ્યું હતું કે, શુક્રવારે બપોરે ઓનલાઈન મીડિયા બ્રીફિંગ દરમિયાન સુરક્ષાને મજબૂત કરવા માટે ઓથોરિટીઝએ “શ્રેષ્ઠ મોનિટરિંગ ટૂલ્સ” નો ઉપયોગ કર્યો છે.
તેમણે એ વાતનું પણ સમર્થન કર્યું હતું કે, સિસ્ટમમાંથી પર્સનલ ડેટા દૂર કરવામાં આવ્યા હોવાના કે તેની સાથે ગંભીર ચેડા કરવામાં આવ્યા હોય તેવા કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. જો શહેરને આવા પુરાવા મળશે તો તે લોકોને ચેતવણી આપશે. તેમણે ખાતરીપૂર્વક ઉમેર્યું હતું કે, શહેરનો હેતુ સિટી સર્વીસને શક્ય તેટલી ઝડપથી અને સુરક્ષિત રીતે ઉપલબ્ધ કરાવવાનો છે.
મેયર એન્ડ્રીયા હોરવાથ પણ બ્રીફિંગમાં જોડાયા હતા તેમણે એ જણાવ્યું હતું કે, સિટીએ મોટી ખંડણી ચૂકવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.
નોંધનીય છે કે, ખંડણી કેટલી માગવામાં આવી હતી તે સિટીએ જાહેર કર્યું નથી. હોરવાથ એ જણાવ્યું હતું કે, એ ખરાબ લોકો હજુ પણ આપણી વચ્ચે છે.
ગુરુવારે એક અખબારી યાદીમાં હેમિલ્ટન સિટીએ જણાવ્યું હતું કે, તે વધુ નુકસાનને ટાળવા તેના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આઇસોલેટ કરવાના તેમજ તેને જાળવવાના પ્રયાસો કરી રહ્યું છે.
“હેમિલ્ટન સિટીએ વિવિધ સ્તરે સાયબર નિષ્ણાતો અને ઓથોરિટી સાથે કોલોબ્રેટ કરવાનું ચાલુ રાખ્યું છે. તેમના કામના ભાગરૂપે અમારી સિસ્ટમમાં ક્રિમિનલ એક્ટિવિટીની પ્રવૃત્તિના ચાલી રહેલા ફોરેન્સિક એનાલિસીસનો સમાવેશ થાય છે, ”રીલીઝમાં જણાવ્યું હતું.
કર્બસાઇડ વેસ્ટ કલેક્શન, ટ્રાન્સિટ, વોટર એન્ડ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ તેમજ ઇમરજન્સી સર્વીસીસ જેવી ક્રિટીકલ સર્વીસીસ આપવાનું અવિતરત ચાલુ રાખવામાં આવ્યું છે. હેમિલ્ટન સિટીએ તેની મોટાભાગની સેવાઓ ઓલ્ટરનેટિવ અને “ઓલ્ડ સ્કૂલ” માધ્યમો દ્વારા આપવાનું સતત ચાલુ રાખ્યું છે.
#Hamilton #ransom #cyberattack #rensomware #cyber-criminal #IT-system