માર્ચ ફ્રોડ પ્રિવેન્શન મંથ 2024

ટેલિફોન સ્કેમ્સ:

જેમ જેમ ટેક્નોલોજી વધતી જાય છે તેમ તેમ તેના સદઉપયોગની સાથે દુરુપયોગ એટલે ખોટા રસ્તે ઉપયોગ કરવાનું ચલણ પણ વધતું જાય છે. છેતરપિંડી કરવાનો સૌથી સરળ રસ્તો જે વ્યક્તિ સાથે ફોનથી સંપર્ક કરવાનો છે.

છેતરપિંડી કરનારાઓ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંડ્યાં છે. આજકાલ તેઓ વધુ આધુનિક ટેકનોલોજી અપનાવી છેતરપિંડીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. છેતરપિંડી કરનારાઓ હવે બોગેસ ફોન નંબરોનો ઉપયોગ કરે છે. ઓટોમેટેડ કોલનો ઉપયોગ કરે છે અથવા કહેવાતા “રોબો-કોલ્સ” કરે છે. મોટાભાગના આવા કોલ્સ અનસોલિસિટેડ હોય છે અને ઓટોમેશન તેમજ ટેક્નોલોજીના ડેવલપમેન્ટને લીધે, ટૂંકા ગાળામાં વધુ લોકો સુધી પહોંચી શકે છે.

આવા અનસોલિટીડે ફોન કોલ્સમાં છેતરપિંડી કરનાર વ્યક્તિ જરૂરિયાતમંદ કુટુંબના સભ્ય હોવાનો દાવો કરે છે અને લો એન્ફોર્સમેન્ટ, ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન અથવા CRA જેવી સરકારી એજન્સીઓ તમારા એકાઉન્ટ્સ અથવા ક્રેડિટ કાર્ડ્સ પરની શંકાસ્પદ પ્રવૃત્તિની તપાસ કરી રહી હોવાની વાત જણાવે છે. ફોન કોલ્સ મોટાભાગે કેનેડાની બહારથી કહેવાતા “બોઈલર રૂમ”માંથી જોડવામાં આવ્યા હોય છે તથા છેતરપિંડી કરનારાઓ ઘણીવાર તમને તમારા ફોન અથવા કમ્પ્યુટરને કન્ટ્રોલ કરવા એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહેતા હોય છે.

આવા સમયે તમારે કોણ ફોન કરી રહ્યું છે તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. તમારા ડિસ્પ્લે પર દર્શાવેલા ફોન નંબર કદાચ અસલી ફોન નંબર ન પણ હોય. ફોન નંબર વિશે થોડું રીસર્ચ કરો અથવા જ્યારે તમને અનસોલિસીટેડ ફોન કોલ્સ આવે ત્યારે તમારી બેંક, કુટુંબના સભ્ય અથવા પોલીસને કોલ કરો. સરકારી અધિકારીઓ અથવા ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન તમને તમારું બેંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે ક્યારેય કહેશે નહીં કે તમને તમારા ડિવાઈસ ઉપર એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેશે નહીં. અનસોલિસિટેડ ટેક્સ્ટ સંદેશાઓ દ્વારા મોકલવામાં આવેલી કોઈપણ પ્રકારની લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં.

અમારી સોશિયલ મીડિયા પોસ્ટને અનુસરીને અને કેનેડિયન એન્ટી-ફ્રોડ સેન્ટરની મુલાકાત લઈને ફ્રોડ પ્રિવેન્શન મંથ દરમિયાન તમે વધુ જાણકારી મેળવી શકો છે.

#Telephone-scam #technology #victim #fraud #Fraudster #spoof-phone-number #robo-calls #Fraud-Prevention-Month #social-media #Canadian-Anti-Fraud Centre

Next Post

વોટરલૂ પ્રાદેશિક પોલીસે કેમ્બ્રિજમાં ડ્રગ અને હથિયાર સંબંધિત ગુનામાં બે વ્યક્તિની ધરપકડ કરી

Fri Mar 15 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 વોટરલૂ પ્રદેશ, ઑન્ટારિયો વોટરલૂ પ્રાદેશિક પોલીસે અસંખ્ય શસ્ત્રો અને ડ્રગ સંબંધિત આરોપો માટે બે પુરુષોની ધરપકડ કરી હતી. 11 માર્ચ, 2024 ના રોજ નેબરહુડ પોલીસિંગ સાઉથ ડિવિઝનના સભ્યોએ કેમ્બ્રિજમાં કન્સેશન સ્ટ્રીટ અને ક્રિસ્ટોફર ડ્રાઇવના વિસ્તારમાં ચોરેલા વાહન અને ચોરીની મિલકત સાથે […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share