કેનેડાની લાલચ વડોદરાના યુવકને ભારે પડીઃ 14 લાખથી વધુની છેતરપિંડી, એજન્ટની ધરપકડ

કેનેડા જઇ લાખ્કો કમાવાની લાલચ વડોદરાના યુવકને ભારે પડી હતી. એજન્ટે ટૂકડે ટૂકડે તેની પાસેથી 14 લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. પોતે છેતરાયો હોવાની જાણ થતાં યુવકે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એજન્ટની ધરપકડ કર લીધી છે.

ખોખરામાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકોને એજન્ટે પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે ઠગાઈ કરતા હોવાનું ખુલ્યું છે. આરોપીએ કોલકાતામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપીને એક વર્ષ સુધી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 14.45 લાખ પડાવ્યા હતા. આરોપીએ કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએઈના વર્ક પરમીટના બનાવટી કોલ લેટર પણ મોકલ્યા હતા.

વિદેશ મોકલવાની લાલચ આપીને વડોદરાના યુવક પાસેથી રૂ. 14.45 લાખ ખંખેરી લેનાર એજન્ટ સૌરભ મધુર્વશીની ખોખરા પોલીસે ધરપકડ કરી છે. આરોપી સૌરભ મધુર્વશીએ ખોખરામાં વિઝા કન્સલ્ટન્સીના નામે અનેક લોકોને પોતાની જાળમાં ફસાવીને તેમની સાથે ઠગાઈ કરતો હોવાનું ખુલ્યું છે. આરોપીએ કોલકાતામાં રહેતા રોહિત નામના એજન્ટ સાથે મળીને વડોદરાના ધ્રુવ પટેલને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપીને એક વર્ષ સુધી અલગ અલગ બહાના હેઠળ રૂપિયા 14.45 લાખ પડાવ્યા હતા.

બનાવટી કોલ લેટર મોકલીને છેતરપિંડીનો ભોગ બનેલ ધ્રુવ પટેલ નામનો 23 વર્ષીય યુવક વડોદરામાં પોતાના પરિવાર સાથે રહે છે. ડિપ્લોમાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તે વિદેશ જવાના સપના સેવી રહ્યો હતો. આ દરમ્યાન ધ્રુવ પટેલ વડોદરામાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શને જવા દરમિયાન ત્યાં તેનો પરિચય શૈલેષભાઈ પટેલ સાથે થયો હતો. તેમના સંપર્કથી ઘ્રુવ પટેલ 2023માં સૌરભ મધુર્વશીના પરિચયમાં આવ્યો હતો.

શરૂઆતમાં ધ્રુવ પટેલે વિદેશમાં જવા માટે UK જવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ ઠગ સૌરભ મધુવર્ષીએ તેની ઇચ્છાઓ સામે કહ્યુ કે, હાલમાં યુકેમાં વર્ક પરમીટ વિઝા નથી મળતાં. તેના બદલે હાલના સમયમાં કેનેડામાં વર્ક પરમીટ વિઝા મળી જશે તેમ કહીને ધ્રુવને પોતાની જાળમાં ફસાવ્યો હતો. ધ્રુવ પટેલે કેનેડા જવા તૈયારી બતાવી હતી અને આ માટેની કાર્યવાહી સૌરભ મધુવર્ષીએ શરુ થઇ ગઈ હોવાનું બતાવ્યુ હતુ.

બાદમાં આરોપી સૌરભ મધુર્વશીએ કેનેડા મોકલી આપવા માટે રૂપિયા 12 લાખ માગ્યા હતા. ધ્રૂવ પટેલે પિતાના એકાઉન્ટ માંથી વર્ષ 2023ના જૂન મહિનામાં 75 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ અલગ અલગ લોકોના એકાઉન્ટ નંબર આપીને સૌરભે અને તેના સાથીએ ભેગા મળીને વર્ષ 2023ના ડિસેમ્બર મહિના સુધીમાં રૂ. 14 લાખ 45 હજાર કઢાવી લીધા હતા. બાદમાં કોઈ પણ જાતના સ્ટેમ્પિંગ વિનાનો પાસપોર્ટ બંનેએ કુરિયર મારફતે મોકલી આપતા ભાંડો ફૂટ્યો હતો.

એટલું જ નહીં આરોપીએ કેનેડા, ન્યુઝીલેન્ડ અને યુએઈના વર્ક પરમીટના બનાવટી કોલલેટર મોકલીને ધ્રુવ પટેલ પાસેથી પૈસા ખંખેરી લીધા હતા. ખોખરા પોલીસે વિઝા કૌભાંડ કેસમાં આરોપી સૌરભ મધુર્વશી અને રોહિત વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સૌરભ મધુર્વર્શી વિરુદ્ધ જમીન છેતરપીંડી અને વિઝાના નામે ઠગાઈની અનેક ફરિયાદ થઈ છે. આ કૌભાંડની પોલીસ તપાસ દરમિયાન કોલકાતામાં રહેતા રોહિત કુમાર નામના એક એજન્ટનું પણ નામ સામે આવ્યું છે. કોલકતા અને દિલ્હીના એજન્ટોના કનેક્શનને લઈને ખોખરા પોલીસે તપાસ શરુ કરી છે. આ માટે પોલીસે કોર્ટમાં રજૂ કરીને આરોપી સૌરભના 10 દિવસના રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ શરૂ કરી છે.

#Vadodara #Cheating #Canada #UK #Newzeland #FIR #Kolkata #Ahmedabad

Next Post

વડોદરાના ભાજપના વોર્ડ-પ્રમુખનો મહિસાગર નદી કિનારેથી મૃતદેહ મળ્યો

Wed Mar 13 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 મનુષ્ય જીવન અતિ કિંમતી છે. તેને વેડફી નાખવું અયોગ્ય છે. ઘણી વખત સમસ્યાઓથી ઘરાયેલો માનવી અંતિમ પગલું ભરતો હોય છે. આપઘાત કરવો એ કાયદાની દ્રષ્ટીએ અપરાધ તો છે જ પરંતુ સામાજિક દ્રષ્ટીએ પણ યોગ્ય નથી. જોકે સમસ્યાથી નાસીપાસ થઇને આપઘાત કરવાના […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share