દિશા પટણીએ કરણ જોહરનું સત્ય જાહેર કરતાકહ્યું, હું જયારે માત્ર 18 વર્ષની હતી ત્યારે…

  • હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણેઃ દિશા પટણી
  • સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન ફિલ્મ ‘યોદ્ધા’ના ટ્રેલરની લૉન્ચિંગ ઇવેન્ટમાં તેણે આ વાત કહી

દિશાએ મૉડેલિંગનાં દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, ‘‘આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે, કારણ કે તે મારા મોડલિંગના દિવસોમાં મારા પર ધ્યાન આપનારાઓમાંનો એક હતો.

જેની ઘણા સમયથી ફિલ્મ રસિકો રાહ જોઈ રહ્યા હતા એ સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શન ફિલ્મ ‘યોદ્ધા’ આવી રહી છે. આ ફિલ્મના ટ્રેલરની લૉન્ચિંગ ઇવેન્ટમાં કરણ જોહર, રાશિ ખન્ના અને દિશા પટણી સહિત ફિલ્મની ટીમના લગભગ તમામ સભ્યો હાજર હતા. ઈવેન્ટમાં દિશા પટાનીએ જણાવ્યું કે કેવી રીતે કરણ જોહરનું ધ્યાન તેના મોડલિંગના દિવસો દરમિયાન તેનાં પર ગયું હતું.

દિશાએ મૉડેલિંગનાં દિવસો યાદ કરતાં કહ્યું હતું કે, ‘‘આજે હું અભિનેત્રી છું તો તે કરણ જોહરને કારણે, કારણ કે તે મારા મોડલિંગના દિવસોમાં મારા પર ધ્યાન આપનારાઓમાંનો એક હતો. ત્યારે મારી ઉંમર માત્ર 18 વર્ષની હતી. મને લાગે છે કે જો તેણે મને તે સમયે સ્પોટ કરી ન હોત તો હું આ ક્ષેત્રમાં ન હોત. લોકો તેમના પર ભલે ગમે તેટલા આરોપ લગાવે, પરંતુ તમને જણાવી દઉં કે હું બહારની વ્યક્તિ છું. તેણે મને આ તક આપી.

સિદ્ધાર્થ મલ્હોત્રાએ દિશા પટણીને સપોર્ટ કર્યો

દિશા પટણીની વાતો વચ્ચે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કહ્યું, ‘દિશા શું વાત કરે છે! હું પણ તારા જેમ જ છું’ વાસ્તવમાં, સિદ્ધાર્થ મલ્હોત્રા 2012ની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’નો ઉલ્લેખ કરી રહ્યો હતો, જેનાથી તેણે ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ કરી હતી. તમને જણાવી દઈએ કે દિશા પટણી 2016માં આવેલી ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’માં પહેલીવાર સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. દિશાપટણીના નિવેદન પર કરણ જોહરે તેને ગળે લગાવીને કહ્યું હતું કે ‘આઈ લવ યુ’.

#bollywood #disha-patni #sidhharth-malhotra #karan-johar #yodhha #hindi-film

Next Post

‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’માં રણદીપ હુડ્ડાનો અભિનય જોઇ તમે પણ બની જશો એના ફેન

Thu Mar 7 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’નું દમદાર ટ્રેલર રિલીઝ થઇ ગયુ છે. રણદીપ હુડ્ડાએ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મથી ડાયરેક્શન દુનિયામાં પગ મુક્યો છે. આ ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. સાહિબ બીબી ઔર ગેંગસ્ટર, સુલ્તાન જેવી અનેક ફિલ્મોમાં પોતાના અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી છાપ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share