હવે, કેટરિના કૈફ પણ પ્રેગનન્ટ હોવાની વધુ એકવાર અટકળો

બોલિવુડની જાણીતી એક્ટ્રેસ અને વિકી કૌશલ સાથે લગ્ન કરનાર કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો વહેતી થઇ છે. લગ્નનાં સવા બે વર્ષમાં જ કેટરિગના પ્રેગનન્ટ હોવાની અટકળો એકથી વધુ વખત આવી ચૂકી છે.

કેટરિના અને વિકી કૌશલ અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી આપવા માટે જામનગર આવ્યાં હતાં. ત્યાંથી રવાના થતી વખતે એરપોર્ટ પર તસવીરમાં કેટરિના પોતાનું પેટ છૂપાવવાનો પ્રયાસ કરતી જોવા મળી હતી. તે પરથી આ અટકળો વ્યાપક બની છે.  કેટરિનાએ અનાકરલી  ડ્રેસ પહેર્યો હતો.  ફોટોગ્રાફર્સની હાજરીથી સભાન થઈ તેણે તરત જ દુપટ્ટો પેટ  આડે ઢાંકી દીધો હતો.

જામનગરનાં ફંકશનમાં પણ કેટરિનાની મોટાભાગની તસવીરોમાં તેનું પેટ સતત ઢાંકેલું દેખાય છે. તેણે કોઈ ડાન્સ પરફોર્મન્સ આપ્યાની પણ કોઈ તસવીર સામે આવી નથી. તેણે મોટાભાગે લૂઝ પરિધાન ધારણ કર્યાં હતાં અને હાઈ હિલને બદલે ફલેટ પગરખાં જ પહેરવાનું પસંદ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે દીપિકા પાદુકોણ તાજેતરમાં જ તેની પ્રેગનન્સી જાહેર કરી ચુકી છે. જોકે, જામનગરનાં ફંકશનમાં  દીપિકાએ હાઈ હિલ પહેરીને પણ રણવીર સાથે ડાન્સ કર્યો હતો.

#Bollywood #hindi-film-actress #jamnagar #viky-kaushal #Katrina-Kaif

Share with friends

Next Post

ટ્રમ્પ અને બાઈડન વચ્ચે ફાઈનલ મુકાબલોઃ સુપર ટયુસડેમાં હાર બાદ નિક્કી હેલીએ ઉમેદવારી પાછી ખેંચી

Wed Mar 6 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 સુપર ટયુસડેમાં વરમોન્ટમાં જીતવા છતાં અગિયાર રાજ્યોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પ્રભાવશાળી દેખાવ કરતાં વિવેક રામાસ્વામી, રોન દસેન્ટિસ બાદ હવે નિક્કી હેલીએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. હવે રિપબ્લિકન પક્ષના પ્રમુખપદના ડોનાલ્ડ ટ્રમ્પ સામે નવેમ્બરમાં ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન વચ્ચે ચૂંટણી જંગ […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

સમાચાર હાઇલાઇટ્સ

Subscribe Our Newsletter

Editor in Chief

Ethan Hunt

Default Mag Pro is a clean, responsive and multi-layout WordPress Magazine or blog theme with a creative and clean look it is perfect for all newspaper, magazines and blog websites. It comes up with a simple yet elegant look and helps you present your content in an attractive and user-friendly way. With its several customization options and custom, widgets help to makes your site setup easy and looks perfect along with its cross-browser compatibility will make your site attractive and eye-catching in any browser and different variations of devices screen size on each and every device. The theme is SEO friendly with optimized code and outstanding support makes your site awesome.

Quick Jump

Newsletter

Total
0
Share