બ્રેન્ટફોર્ડ, ઓન્ટારિયોઃ બ્રેન્ટફોર્ડ એ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, હેલ્ધી કિડ્સ માર્ચ બ્રેકના 9 માર્ચછી 17 માર્ચ દરમિયાન સ્થાનિક ઓર્ગેનાઈઝેશન્સ અને બિઝનેસીસ માટે 0 થી 14 વર્ષની ઉંમરના બાળકો માટે વિવિધ પ્રકારની ફ્રી એક્ટિવિટી ઓફર કરવા જઈ રહ્યું છે.
આ એક્ટિવિટીઝમાં સ્કેટિંગ, સ્વિમિંગ, પોટ્રી, બોલિંગ, સંગીત, યોગ, માર્શલ આર્ટ, પેઇન્ટિંગ અને સ્ટોરી બુક વોકનો સમાવેશ થાય છે. બાળકો તેમની ઈચ્છા હોય એટલી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે, જો કે, જગ્યા મર્યાદિત હોઈ શકે છે અને કેટલીક એક્ટિવિટીઝ માટે અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે.
બ્રેન્ટફોર્ડ સિટીના કોમ્યુનિટી ડેવલપમેન્ટ કોઓર્ડિનેટર બેથની લેટ્ટોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, “અમને માર્ચ બ્રેકમાં બાળકો માટે વિવિધ એક્ટિવિટી ઓફર કરવાનો આનંદ છે, જેથી બાળકો પ્રોગ્રામમાં ભાગ લઇ સક્રીય રહી શકે. બાળકો પ્રોગ્રામિંગમાં ભાગ લેતા હોય ત્યારે તેઓ આનંદ મેળવવા સાથે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા હોય છે, અમને એ વાતનો આનંદ છે કે અમારા પાર્ટનર્સ અમારા પ્રોગ્રામને સતત સપોર્ટ કરી રહ્યાં છે અને તેને અમારી કોમ્યુનિટી માટે શક્ય બનાવ્યું છે.”
આ વર્ષની ફ્રી માર્ચ બ્રેક એક્ટિવિટીઝમાં ભાગ લેનારા પાર્ટનર્સમાં નીચે મુજબનો સમાવેશ થાય છે:
- Avalon Music
- Brantford Music
- Crock A Doodle
- EarlyON Community Living Brant
- Echo Bowl
- Finders Keepers
- Kardia Ninjas
- Modo Yoga
- Smack Dab Pottery
- Wayne Gretzky Sports Centre
- Winning Way Martial Arts
આ માર્ચ બ્રેકમાં થઈ રહેલી હેલ્ધી કિડ્સ એક્ટિવિટીઝનું ફૂલ લીસ્ટ અને રજીસ્ટ્રેશનની માહિતી માટે Brantford.ca/HealthyKidsMarchBreak ની મુલાકાત લો.
શું છે હેલ્ધી કિડ્સ(Healthy Kids) ?
હેલ્ધી કિડ્સ એ એક કોમ્યુનિટી ઈનિશિયેટીવ છે. તેમાં 0 થી 14 વર્ષની ઉંમરના બાળકોના હેલ્ધી બિહેવીયર અને શારીરિક પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વર્ષ 2015થી થીમ દ્વારા આયોજિત આ લોકપ્રિય કાર્યક્રમમાં બાળકો અને પરિવારોને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. હેલ્ધી કિડ્સ પ્રોજેક્ટ ટીમ પ્રોગ્રામિંગ, એક્ટિવિટીઝ અને ચેલેન્જ ઓફર કરવા સાથે તેને અમલમાં મૂકવા કોમ્યુનિટી પાર્ટનર એજન્સીઓ અને બિઝનેસીસ સાથે કામ કરે છે. તેમાં બાળકોમાં ફિઝીકલ એક્ટિવિટીઝને પ્રોત્સાહન આપવા ઉપરાંત હેલ્ધી ઈટીંગ હેબીટ્સ, લેસ સ્ક્રીન ટાઈમનો ઉપયોગ તેમજ આત્મવિશ્વાસ અને આત્મસન્માનમાં વધારો કરવામાં આવે છે. હેલ્ધી કિડ્સ પ્રોગ્રામ કિડ્સ અપ પ્લાનના માધ્યમથી “બિલ્ડીંગ ધ કોમ્યુનિટી”ના હેતુને સપોર્ટ કરવા માટે છે.
#Healthy-Kids #free-activity #March-Break #life-style #children