રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ દિવસોમાં ચર્ચામાં છે. અનંત 12 જુલાઈએ રાધિકા મર્ચન્ટ સાથે સાત ફેરા લેવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા, કપલે 1 થી 3 માર્ચ સુધી તેમના પ્રી-વેડિંગ ફંક્શન્સનું આયોજન કર્યું છે, જેમાં વિશ્વભરના સ્ટાર્સ અને ઘણી હસ્તીઓ હાજરી આપી રહી છે. એવામાં હાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીના બીજા દિવસની તસવીરો અને વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં દેશ-વિદેશથી આવેલ મહેમાનો ગરબા કરતાં જોવા મળ્યા હતા. હાલ સોશિયલ મીડિયા ઓર પાર્ટીના બીજા દિવસના ઘણા ઇનસાઈડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ફંક્શનમાં પોપ સેન્સેશન રીહાનાએ અદભૂત પર્ફોમન્સ આપ્યું હતું. ફંક્શનમાં અનંત-રાધિકાના પ્રી-વેડિંગના બીજા દિવસે એક સંગીત અને ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની, પત્ની સાક્ષી અને ડીજે બ્રાવો ગઈકાલે રાત્રે અંબાણીના પ્રી-વેડિંગમાં ગરબાની મજા માણી રહ્યાં છે. બીજા વીડીઓમાં જોઈ શકાય છે એક આકાશ અંબાણી માહીને ગરબા શીખવી રહ્યો છે. આ પહેલા ઈવાંકા ટ્રમ્પનો પણ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તે સંગીત નાઈટ પહેલા ગરબા શીખી રહી હતી.
આ ઉજવણીનો ભાગ બનવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ શાનદાર અંદાજમાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગના બીજા દિવસે શાહરૂખ ખાન, આમિર ખાન અને સલમાન ખાને એકસાથે જબરદસ્ત ડાન્સ કર્યો હતો.
એ બાદ મ્યુઝિક નાઈટમાં દિલજીત દોસાંઝ પણ તેના ચાર્ટબસ્ટર ગીતો પર પરફોર્મ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય પ્રેગ્નન્સીની જાહેરાત બાદ દીપિકા પાદુકોણ-રણવીર સિંહ પણ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગમાં ગરબા કરતા જોવા મળ્યા હતા.
#ANANT-RADHIKA-WEDDING #Ambani-Dhoni-plaing-garba #jamnagar #Ivanka-trump #mukesh-ambani