1 જૂન, 2024 ના રોજ BC ના મિનિમમ વેતન દર $16.75 થી વધી ને $17.40 પ્રતિ કલાક થશે. B.C.ના સૌથી ઓછું વેતન દર મેળવતા કર્મચારીઓને તેમના પ્રતિ કલાક ના વેતનમાં વધારો જોવા મળશે . જે 3.9% નો વધારો દર્શાવે છે અને તે 2023 માં B.C ના સરેરાશ ફુગાવાના દર સાથે સુસંગત છે.
રેસિડેન્સિયલ કેરટેકર્સ જેવા કે લિવ-ઇન હોમ-સપોર્ટ વર્કર્સ અને કેમ્પ લીડર્સ માટે પણ વૈકલ્પિક મિનિમમ દરોમાં 1 જૂન 2024ના 3.9% વધારો કરવામાં આવશે. 31 ડિસેમ્બર, 2024 ના રોજ 15 હેન્ડ-હાર્વેસ્ટેડ ક્રોપ માટે મિનિમમ પીસ રેટમાં પણ સમાન ટકાવારીનો વેતન માં વધારો કરવામાં આવ્યો છે.
“એક સમયે B.C.એ દેશમાં સૌથી ઓછા મિનિમમ વેતન ધરાવતો પ્રોવિન્સ હતો તેમાંથી હવે દેશ નો સૌથી ઊંચો મિનિમમ વેતન આપતો પ્રોવિન્સ બન્યો છે લેબર મિનિસ્ટર હેરી બેન્સ એ જણાવ્યું હતું કે અમે BC ના મિનિમમ વેગ ને ઈન્ફ્લેશન ના દર સાથે મેળવવા કટિબદ્ધ થયા હતા જેથી સૌથી ઓછા વેતન દર મેળવતા કામદારોને તેમના રોજિંદા જીવન માં પાછળ ના પડીજાય, તેમણે ઉમેર્યું હતું કે, “આજે, અમે તે પ્રતિબદ્ધતાને કાયદામાં સમાવી રહ્યા છીએ જે BC ના ભવિષ્ય ને ઉજળું બનાવ માટે ખૂબ મહત્વ પૂર્ણ સાબિત થશે “
અમેન્ડમેન્ટ 2 માં સુધારા દ્વારા તમામ મિનિમમ દરોમાં ભાવિ વધારો આપમેળે B.C. માટે પાછલા વર્ષના સરેરાશ ફુગાવાના દર દ્વારા નક્કી કરવામાં આવશે. જેનાથી કામદારો અને નોકરીદાતાઓ માટે નિશ્ચિતતા અને પ્રિડિક્ટેબિલિટી સરળ રહેશે. મિનિમમ વેતન મેળવનારાઓને દર વર્ષે આપમેળે વેતન માં વધારો જોવા મળશે અને તેઓ વેતન વધારા અંગેની ચિંતાથી મુક્ત રહશે
મોટાભાગના વેતન દરો દર વર્ષે 1 જૂને વધશે સિવાય કે એગ્રીકલ્ચર પીસ રેટ કે જે દર વર્ષે 31 ડિસેમ્બરે વધશે. જેથી અગ્રિકલચર ઉત્પાદકોને વેતન દર માં વર્ષના મધ્ય માં ફેરફાર કરવું મુશ્કેલ ના બને કેમ કે તે સમય તેમનો પાક લેવાનો સમય હોય છે
રિચમોન્ડ ના કાર્મેન વેલાસ્કોએ જણાવ્યું હતું કે જે મિનિમમ વેતન મેળવનાર અને ફાસ્ટ-ફૂડ વર્કર તરીકે કાર્ય કરે છે તેમેણે કહ્યું હતું કે હું વાર્ષિક ફુગાવા સાથે વેતનમાં વધારો કરવાના સરકારના નિયમને આવકારું છું. જે જીવનનિર્વાહની વધતી કિંમતનો સામનો કરવા માટે ખૂબ જ જરૂરી નાણાકીય સ્થિરતા આપનારો છે.”
આ ફેરફારો વધુ લોકોને ગરીબી સીમારેખા માંથી બહાર કાઢવા તેમજ જીવનને વધુ પોષણક્ષમ બનાવવામાં અને B.C. ને એક મજબૂત અને ન્યાયી અર્થતંત્ર બનાવવામાં મદદ કરશે અને આ બક BC સરકાર ની પ્રાથમિકતા છે
#B.C. #lowest-paid-worker #pay-raise #general-minimum-wage #inflation