સુરતમાં ઈન્કમ ટેક્સ અધિકારીના નામે દાટી આપી 8 કરોડની લૂંટ

સુરતમાં ઈન્કમ ટેક્સ અધિકારીના નામે દાટી આપી 8 કરોડની લૂંટ ચાલવવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. આ ઘટના સુરતના કતારગામ વિસ્તારમાં બની છે. આ વિસ્તાર હિરાની પોલીસીંગ ફે્ક્ટરીઓ અને હિરાઘસુઓથી વધુ જાણીતો છે. જંગી રકમની લૂંટની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનું  પ્રમાણ વધતું જઇ રહ્યું છે. સુરતના કતારગામ વિસ્તારમાં હીરા વેપારી પાસેથી 8 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે. ઈન્કમ ટેક્સ અધિકારી હોવાનું કહી વેપારી પાસેથી રોકડા 8 કરોડ રૂપિયા પડાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

હીરા વેપારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસના ધાડે ધાડા ઘટના સ્થળે ઉતરી આવ્યા હતા. સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ છે. આ ઉપરાંત એક શંકાસ્પદ વ્યક્તિની ઓળખ પણ થઇ છે. હાલ તો પોલીસ નાકા બંધી કરીને આરોપીને ઝડપવા માટે ચક્રોગતિમાન કર્યા છે. વિવિધ સ્થળો પર નાકાબંધી પણ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લૂંટારુઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

    સુરતમાં કાપડના વેપારીનું અપહરણ કરી દસ લાખની લૂંટ ચલાવી

    તાજેતરમાં શહેરના અડાજણ વિસ્તારમાં કાપડ વેપારી પાસેથી તેનાજ મિત્રએ અન્ય સાગરીત સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પોતાના અન્ય મિત્રની લાખોની રકમ લઈ મોપેડ પર અડાજણ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા કાપડ વેપારીનું અપહરણ કરી રૂપિયા દસ લાખથી વધુની રોકડ રકમની લૂંટ ચલાવવામાં આવી હતી. જે લૂંટની ઘટનામાં પોલીસે હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી મુખ્ય આરોપી સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી.

    સુરતના અડાજણ પાટિયા ખાતે આવેલ જીલાની કોમ્પ્લેક્ષમાં રહેતા ફૈઝાન ઇમરાન જાલિયાવાલા વ્યવસાએ કાપડ વેપારી છે. 22મી ફેબ્રુઆરીના રોજ સાંજના સવા ચારથી સાડા ચાર વાગ્યાના સમય દરમ્યાન ફૈઝાનભાઈ અન્ય સ્થળેથી મિત્રના દસ લાખ રૂપિયા જેટલી રકમ લઈ પોતાની મોપેડ પર આપવા નીકળ્યા હતા. અડાજણ મધુવન સર્કલ નજીક આવેલ ગ્રીનસીટી રોડ પરથી તેઓ મોપેડ લઈ પસાર થઈ રહ્યા હતા.

    આ સમયે પહેલેથી જ તેમની ઉપર વોચ રાખનારા બે શખ્સો મોઢે માસ્ક પહેરી મોપેડ સવાર ત્યાં આવી ચઢ્યા હતા અને ફૈઝાનભાઈનું મોપેડ પર અપહરણ કરી પાલ સ્થિત ગૌરવપથ રોડ પર લઈ ગયા હતા. જ્યાં ફૈઝાનને ધાકધમકી આપ્યા બાદ તેઓની ડીકીમાં રહેલા રોકડા રૂપિયા 10 લાખ અને મોપેડ લઈ ફરાર થઇ ગયા હતા. જ્યાં ઘટના સ્થળ પરથી ફૈઝાનભાઈ દ્વારા આ મામલે અડાજણ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

    પોલીસને ખબર પડી કે મિત્રએ જ પહેલા રૂપિયા નાખ્યા અને ત્યારબાદ તેની લૂંટ કરાવી,અડાજણ પોલીસે બે આરોપી સંજુ રાજેશ ખુરાના અને રાકેશ સુધામ ચૌધરીની ધરપકડ કરી છે,જેમાં રાકેશ સુધામ રીઢો આરોપી છે,તો સંચુ રામતાર રાય અને જાવેદ જમીલ શૈખ આ બન્ને આરોપીઓ ફરાર છે. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે મિત્ર પાસે રૂપિયા હતા,અને તે રૂપિયા સીધા કઈ રીતે માંગવા,માટે આરોપી મિત્રએ રૂપિયા ટ્રાન્ફસર કરાવીને લૂંટ કરાવી,તો પોલીસે આરોપીઓની તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓ આ રીતે અગાઉ પણ લૂંટના ગુનામાં સંડોવાયેલા છે.

    #Surat #loot #cloth-merchant #adajan #police #accused #abduction

    One person dead after load from construction crane falls on Vancouver building

    Next Post

    વાહનચોરે ઓન્ટારિયો પોલીસ ઓફિસરને 50 મીટર ઢસડ્યા

    Tue Feb 27 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 મોન્ટેરીયલ, ક્યુબેકઃ વાહનનો ની ચોરીઓ એ કેનેડા માં મોટું સ્વરૂપ પકડ્યું છે, હાલ માંજ ઓન્ટારિયોનાં મિલ્ટનમાં બે વ્યક્તિ ઓ ટોયોટા ટુન્દ્રા પીકઅપ ટ્રક ની ચોરી કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેમને અટકાવવાનો પ્રયાસ પોલીસે કર્યો હતો. બંનેએ ભાગવાના પ્રયાસમાં પીછો કરનાર […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share