કોનેસ્ટોગા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટારિયોની કૉલેજે “કેનેડાની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કેપ” સામે વિરોધ પ્રગટ કર્યો

કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે.

દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો.

છેલ્લા ત્રણ વર્ષમાં નવા મંજૂર થયેલા સ્ટડી પરમિટમાં 137 ટકાનો વધારાની સાક્ષી રહેલી કિચનર સ્થિત કોનેસ્ટોગા કૉલેજે જણાવ્યું હતું કે, ઘટી રહેલા જન્મદર અને વયસ્ક વર્કફોર્સની સાથેસાથે તાજેતરમાં કેનેડાના ઇન્ટરનેશનલ એજ્યુકેશન પ્રોગ્રામમાં ફેરફારના કારણે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિ સમક્ષ લેબર સપ્લાય ક્ષેત્રે અસહ્ય પ્રેશરનું જોખમ ઊભું થયું છે.
તાજેતરની વૃદ્ધિ અને સ્કીલ્ડ લેબર ફોર્સની તીવ્ર માગને પહોંચી વળવાની પોતાની યોજનાને સમજાવતા કોનેસ્ટોગાએ જારી કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે, શોર્ટેજનો વ્યૂહાત્મક રીતે ઉકેલ લાવવા કોલેજ પ્રયાસો કરી રહી છે.”કૉલેજે એનરોલમેન્ટ વધારવા સાથે ‘બેબી ડેફિસિટ’ને દૂર કરવા આવશ્યક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષિત કર્યા છે, જે આગામી કેટલાક દાયકાઓ માટું સિમાહ્નરૂપ બની રહેશે.”

કેનેડાના ઝડપથી વિકસતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કાર્યક્રમ પર નિયંત્રણ લગાવવા તાજેતરમાં ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલર દ્વારા જારી કરાયેલી નવી સ્ટડી પરમિટની સંખ્યા પર રોક લગાવવા બે વર્ષની મર્યાદા લાદવાના પગલે “ધ કોનેસ્ટોગા ઇફેક્ટ” શીર્ષક હેઠળનો અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. તેમણે એવું કારણ આપ્યું હતું કે, રોજગારી અને કાયમી નિવાસ માટે દેશમાં પાછલા બારણે પ્રવેશ મળવવા લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે.

ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર, આઠ શહેરોમાં 11 કેમ્પસ ધરાવતી સાર્વજનિક કોલેજ કોનેસ્ટોગાએ પ્રાપ્ત કરેલી નવી સ્ટડી પરમિટ્સમાં સૌથી ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.

ત્રણ વર્ષના સમયગાળા માટે વધારવામાં આવેલી સ્ટડી પરમિટના સૌથી વધુ વોલ્યુમોમાંથી એક – અનુક્રમે 2,837, 4,629 અને 6,760 ઉપરાંત વર્ષ 2021માં 12,822; 2022 માં 20,905; અને 2023 માં 30,395 સ્ટડી પરમિટ ઈશ્યુ કરવામાં આવી હતી.

આ વિશાળ સંખ્યાઓને લીધે કોલેજ ટીકાપાત્ર બની છે અને મિલરે આવી કામગીરી ચલાવવા બદલ કોલેજની ટીકા કરતા તેને “પપી મિલ્સ” તરીકે વર્ણવી હતી, જેનો કોનેસ્ટોગા પ્રમુખ જ્હોન ટિબિટ્સે મંગળવારે સજ્જડ વિરોધ કરવા સાથે ઇનકાર કર્યો હતો.

તેમણે અહેવાલને જારી કરતી વખતે ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, “અમે જે કર્યું છે તેનાથી હું ખુશ છું અને અમે ફરી આવું કરીશું.” લોકલ કોમ્યુનિટી અને અર્થતંત્ર પર સંસ્થાની છાપ ઉભી કરવા માટે 2003 માં શરૂ થયેલી બે દાયકાથી વધુની શ્રેણીમાં આ ચોથી શ્રેણી હતી.

ટિબિટ્સે ઉમેર્યું હતું કે, “કોનેસ્ટોગા કોલેજ કેનેડામાં સૌથી લોકપ્રિય કોલેજ છે . હવે, તે લોકપ્રિય કેમ હશે? શું તેઓ બધા મૂર્ખ છે?,

કોલેજના 66-પાનાના અહેવાલમાં કોનેસ્ટોગાએ જણાવ્યું હતું કે, તે 2017 થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે એક પ્રભાવશાળી શૈક્ષણિક સ્થળ બન્યું છે, તેણે આકર્ષિત કરેલી પ્રતિભાને આપવામાં આવેલી વર્ક પરમિટની સંખ્યા માટે ટોચની 10 કેનેડિયન શાળાઓની યાદીમાં સૌથી ટોચનું સ્થાન મેળવ્યું છે.

યુનિવર્સિટી ઓફ વોટરલૂના અર્થશાસ્ત્રના પ્રોફેસર લેરી સ્મિથ દ્વારા આલેખિત અહેવાલમાં જણાવાયું હતું કે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કોનેસ્ટોગા પ્રોગ્રામ્સમાં નોંધાયેલા છે તેઓ એવા ઉદ્યોગો સાથે સંકળાયેલા છે જ્યાં લેબર શોર્ટેજ સૌથી વધુ છે.
વર્ષ 2022ની વાત કરીએ તો આ વર્ષમાં 35 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ વ્યવસાય સંબંધિત કાર્યક્રમોનો અભ્યાસ કર્યો હતો. અંદાજે 36 ટકાએ શાળાના વર્કફોર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સનો અભ્યાસ કર્યો હતો. નવ ટકા એવા વિદ્યાર્થીઓ હતા જેમણે ITમાં અને ત્રણ ટકાએ આરોગ્ય અને જીવન વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશિક્ષિત નર્સો માટેના નવા બ્રિજિંગ પ્રોગ્રામમાં 2022માં 180થી વધીને ગયા વર્ષે 300થી વધુ એનરોલમેન્ટ થયા હતા.

“કોનેસ્ટોગા સ્નાતકો તરફથી પોસ્ટગ્રેજ્યુએટ વર્ક પરમિટની અરજીઓનો 99 ટકા એપ્રુવલ રેટ દર્શાવે છે, કોનેસ્ટોગાને એક આદરણીય શૈક્ષણિક સંસ્થા તરીકે લેખવામાં આવે છે, જે સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ લાયકાત ધરાવતા લેબર સપ્લાય કરે છે,” તેણે ઉમેર્યું હતું કે, તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્નાતકો બંને સમાન રોજગાર દર અંદાજે 85 ટકા ધરાવે છે..
રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ઑન્ટેરિયોમાં એકંદરે $12.3 બિલિયનનો ખર્ચ કર્યો છે અને આ પ્રાંતમાં લગભગ 118,206 નોકરીઓને ટકાવી રાખી છે. જેના તાત્કાલિક આર્થિક લાભો પણ થયા છે. શાળાનો અંદાજ છે કે તેના ડોમેસ્ટિક ગ્રેજ્યુએટ લોકલ રેસિડન્ટ એમ્પ્લોયમેન્ટમાં 58.9 ટકા હિસ્સો ધરાવે છે અને તેમની વાર્ષિક એમ્પ્લોયમેન્ટ આવક ઓછામાં ઓછી $4.1 બિલિયન છે. 5,200 થી વધુ કોનેસ્ટોગા સ્નાતકો લોકલ એન્ટરપ્રેન્યુઅર છે.

ટિબિટ્સે જણાવ્યું હતું કે, ઓટ્ટાવાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર મર્યાદિત કલાક કામ કરવાની અને સ્નાતક થયા પછી ત્રણ વર્ષ સુધી ઓપન વર્ક પરમિટ પર રહેવાની મંજૂરી આપવા માટેની નીતિ અમલી બનાવી હતી ત્યારથી કોનેસ્ટોગા લગભગ 2010થી ઈન્ટરનેશલ સ્ટુડન્ટ પ્રોગ્રામના સૌથી મોટા સમર્થક છે.

કોનેસ્ટોગાનો નવો અહેવાલ પણ બહાર પાડવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પાછલા કેટલાક વર્ષોથી કોલેજે કેમ્બ્રિજમાં $140 મિલિયનના નવા સ્કીલ્ડ ટ્રેડ્સ કેમ્પસ સહિત ક્ષમતાવર્ધનના હેતુને પાર પાડવા લાખો મિલિયનોનું રોકાણ કર્યું છે. તે વિદ્યાર્થીઓ માટે રેપ-અરાઉન્ડ સપોર્ટ સર્વીસિસ આપવા 300 પૂર્ણ-સમયનો સ્ટાફ પણ ધરાવે છે. વિદ્યાર્થીઓ પાસે પસંદગી માટે 250 પ્રોગ્રામ ઉપલબ્ધ છે, જે આંતરરાષ્ટ્રીય એનરોલમેન્ટ દ્વારા શક્ય બન્યું છે.

1987 થી શાળાના પ્રમુખ તરીકે ફરજ બજાવતા ટિબિટ્સે જણાવ્યું હતું કે, “અમે વધુ સારી કોમ્યુનિટીનુ સર્જન કરવાના પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે આશા રાખીએ છીએ કે લોકો સમજશે કે આ કૉલેજમાં કોઈ એક મોટી કમાણી કરી રહ્યું નથી.

તેમણે એ વાત કબૂલી હતી કે, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામમાં સમસ્યાઓ છે અને તે બખૂબી જાણે છે કે, અભ્યાસ પરમિટ અરજદારો માટે જીવનનિર્વાહની જરૂરિયાતની રકમને બમણી કરીને $20,000 એક વર્ષમાં કરવા સાથે શા કારણે ફેડરલ સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે.

પરંતુ તેમણે ભારપૂર્વક એવું પણ જણાવ્યું હતું કે, કોનેસ્ટોગા એવી કોલેજ, શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ નથી કે જેમણે બેજવાબદારીપૂર્વક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ભરતી કરી હોય. તેમણએ જાહેર કોલેજો તરફ આંગળી ચીંધી હતી કે જે ગ્રેટર ટોરોન્ટોમાં કાર્યક્રમો માટે ખાનગી કારકિર્દી કોલેજ પાર્ટનર્સને ફી પર અભ્યાસક્રમ પુરા પાડે છે. ખાનગી કોલેજોમાંથી સ્નાતકો પછી સાર્વજનિક કોલેજનું ક્રેડેન્શીયલ મેળવી લે છે, જે તેમને કાયમી નિવાસ માટેના માર્ગ તરીકે અનુસ્નાતક વર્ક પરમિટ માટે પાત્ર બનાવે છે.

ખોટી માહિતી, ઘરવિહોણા અને ફુડ ઇનસિક્યુરિટીનો સામનો કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સામે વિરોધી લાગણીને ઉત્તેજન આપે છે. તેમ કહેતા ટિબિટ્સે ઉમેર્યું કે, “તમને લાગે છે કે તેઓ અહીં આવી રહ્યા છે, તેઓ બધા ભૂખે મરી જશે. રહેવા માટે કોઈ જગ્યા નથી અને તેમને નોકરી મળશે નહીં. આ માત્ર બકવાસ છે.

“અમને આ કૉલેજ માટે આ કોમ્યુનિટીની આવશ્યકતા છે કારણ કે આ કૉલેજ અહીં સમુદાય માટે છે. જો અમે સફળ નહીં થઈએ, તો તમે કોઇપણ સફળ થવાના નથી.”

તિબિટ્સે કહ્યું કે તે કાપની ઓફર કરવા માટે તૈયાર છે પરંતુ તે ફેડરલ સરકાર દ્વારા આ ફેરફારો કરવામાં આવેલી ઉતાવળથી સખત નારાજ છે.

Next Post

જ્યાં સીમાડો એ જ ગામનું સીમ

Fri Feb 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ત્યાં મળવાનો પ્રેમ હાય-હેલો વિનાનો છે, ત્યાં દુખ ભઈ શાનો છે ? ત્યાં રીસેસ અને શાળાના છેલ્લાં પ્રીયડનો ઘંટ પછી વેકેશન છે, ત્યાં હાસ્ય પછી ફન (fun) જ ફન છે, ત્યાં બે- એક પૈસા એટલે ધનનો ભંડાર છે, ભલે ભાઈ થોડું […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share