પ્રિસ્ટન ઓડિટોરિયમનું થઇ રહ્યું છે ઝડપી વિસ્તરણ અને નવીનીકરણ

કેમ્બ્રિજ, ઑન્ટારિયોઃ કેમ્બ્રિજ સિટી દ્વારા પ્રેસ્ટન ઓડિટોરિયમના વિસ્તરણ અને નવીનીકરણ અંગેની પ્રગતિ જાહેર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે કારણ કે સાઇટને તૈયાર કરવાનું કાર્ય પૂર્ણતાના આરે છે અને વિસ્તરણ માટે બાંધકામ શરૂ કરવામાં આવી શકે છે.

મેયર જાન લિગેટે જણાવ્યું હતું કે, “આ કેમ્બ્રિજ માટે એક ટર્નીગ પોઇન્ટ છે, જે અમારા સમુદાય માટે તમામ ઉંમરના રહેવાસીઓને મનોરંજનની સુવિધા પૂરી પાડવા માટે વધુ એક જગ્યા ઉપલબ્ધ બનાવે છે. આપણા રહેવાસીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે મનોરંજનની તકોની ઍક્સેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

ઓડિટોરિયમનું નવીનીકરણ અને વિસ્તરણ કરવા માટેનો $33M પ્રોજેક્ટ માટે વર્ષોથી સમુદાય સાથે વ્યાપક જાહેર પરામર્શ અને આયોજનને અનુસરવામાં આવ્યું છે. એકવાર પૂર્ણ થયા પછી, નવી બેઠક, ચેન્જ રૂમ, વોશરૂમ અને ઓફિસ સ્પેસ સાથે નવા NHL-કદના આઈસ પેડ નવીનીકૃત સુવિધા ઉપલબ્ધ બનશે. નવીનીકરણના ભાગરૂપે હાલના ચેન્જ રૂમ અને આઈસ પેડમાં પણ સુધારા કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, સપ્ટેમ્બર 2023માં, કાઉન્સિલે અમારી 2024-2026 વ્યૂહાત્મક યોજનાના મુખ્ય ઘટકોને મંજૂરી આપી હતી. પ્રેસ્ટન ઓડિટોરિયમ ડેવલપમેન્ટ એવી જગ્યાઓ બનાવવા માટે વ્યૂહાત્મક પ્રક્રિયાને આગળ ધપાવી રહી છે જે લોકો માટે વૈવિધ્યિક પ્રવૃત્તિનુ કેન્દ્ર બની રહેશે.

ગત 28 નવેમ્બર, 2023 ના રોજ સિટી કાઉન્સિલે કિચનરની બોલ કન્સ્ટ્રક્શન લિમિટેડને ઓડિટોરિયમના વિસ્તરણ અને નવીનીકરણનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ સુવિધા પાનખર 2025 માં પૂર્ણ થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

#Ontario #Cambridge #Preston #Auditorium #Expansion #renovation #momentum

Next Post

કોનેસ્ટોગા સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટારિયોની કૉલેજે "કેનેડાની ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કેપ" સામે વિરોધ પ્રગટ કર્યો

Fri Feb 16 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 કિચનર સ્થિત કોનેસ્ટોગા કોલેજે જણાવ્યું હતું કે લોકલ કોમ્યુનિટીઝની સમૃદ્ધિને લેબર પ્રેશર અને ફેડરલ નીતિમાં ફેરફારથી જોખમ છે. દેશમાં સૌથી વધુ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ધરાવતી ઑન્ટેરિયો કૉલેજ કેનેડાની “બેબી ડેફિસિટ”ને ખાળવાના પ્રયાસરૂપે પોતાના ગ્રોથ પ્લાનને રજૂ કર્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share