વડોદરાના હરણી લેકઝોન દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષિકોએ જીવ ગુમાવ્યાં હતા. આ ગોઝારી દુર્ઘટનાને પગલે પોલીસે સૌ પ્રથમ 18 ગુનેગારો સામે ફરીયાદ નોંધી છની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં એકપછી એક આરોપીઓ પકડાયા છે. પોલીસે ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધીમાં કૂલ 19 ની પોલીસે ધરપકડ કરી છે. આજરોજ પોલીસે આ ઘટનાના જવાબદાર વધુ ત્રણ ભાગીદારોની ધરપકડ કરી છે. આરોપી પરેશ શાહની પરિવારમાં પુત્ર વત્સલ શાહ, પત્ની નુતન શાહ અને પુત્રી વેશાખી શાહ છે. ત્યારે ગુનેગારોને બક્ષવામાં ન આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ આરોપીના કેસ ન લડવાનો નિર્ણય પણ લીધો હતો.
સમગ્ર રાજ્યને હચમચાવી નાખનાર હરણી બોટ દુર્ઘટનામાં પોલીસે કૂલ 21 જવાબદારો સામે ગુનો નોંધ્યો છે.આ ઉપરાંત ફરાર ગુનેગારોને ઝડપી પાડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી શોધખોળ હાથ ધરી હતી ત્યારે પોલીસને ફરાર વત્સલ શાહ,નૂતન શાહ,વૈશાખી શાહ ની ધરપકડ ધરપકડ કરવામાં સફળતા હાથ લાગી હતી. એફએસએલના અધિકારીઓ બોટ મેન્યુફેક્ચરના પ્રતિનિધિઓ તેમજ ટીમની હાજરીમાં બોટને ફરી હરણી લેક ઝોન તળાવમાં ઉતારી ટેસ્ટીટિંગ કરાયું હતુ. હરણી તળાવમાં બોટનું બોયાનસી કેપેસિટી ટેસ્ટ કરાયો છે.બોટ તરવાની ક્ષમતા કેટલી ધરાવે છે તે માટે બોયાનસી ટેસ્ટ કરવામાં આવે છે.
મિત્રો કેલી પટેલ અને નિશા પરીખ વધુ એક ધામકેદાર જલસા 2 .0 લઈને આવી રહ્યા છે, લાઈવ સંગીત, ડાન્સ , રમતો ગમતો અને બીજું ઘણું બધું. પાછલા વર્ષે આપ સૌએ આપેલા સાથ સહકાર માટે આપ સર્વો નો આભાર, અને અમે આતુર છીએ તમને ફરીથી મળવા માટે, ચાલો તો જોડાઓ મારી સાથે ખરેખર જલસા કરવા માટેતો રાહ સેની જુઓ છો ચાલો જોડાઓ અમારી જલસા 2 .0 પાર્ટી માં.
અમને સપોર્ટ કરવા માંગો છો !? અડવર્ટિઝમેન્ટ દ્વારા !?
તો કરો અમારો સંપર્ક :
કેલી પટેલ અથવા નિશા પરીખ
હરણી લેક ઝોનના આરોપી નૂતન શાહને હાર્ટ પ્રોબ્લેમ થતા તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા તબીબ પાસે આવતા ધરણા ચોકડી હાઇવે પરથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પુત્ર વત્સલ શાહ કોટિયા પ્રોજેકટમાં 10 ટકા નો ભાગીદાર હતો. 2018માં નૂતન અને વૈશાખી શાહ ના 5-5 ટકા ભાગીદારી નક્કી કરાઈ હતી જેથી કોટિયા પ્રોજેક્ટના આરોપીઓ 30 ટકા ના ભગીરા છે.આરોપીઓ દુર્ઘટનાને પગલે ભાગી છૂટ્યાં હતા. આરોપી પહેલા ભરૂચ બાદ રાજસ્થાન તરફ ફરાર થઇ ગયા હતા. હરણી લેક્ઝોનનું સંચાલન પરેશ શાહ અને વત્સલ શાહ કરતા હતા.ઓથોરિટી સિગ્નેચરમાં વત્સલ શાહ ની બેન્કિંગ વ્યવહારોમાં ચાલતી હતી. પોલીસે દ્વારા 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ 1 આરોપી ધર્મીન ભતાણી હજી પણ પોલીસથી બચતો ફરી રહ્યો છે. જેને પકડવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
મહત્વની વાત છે કે હરણે બોટ કાંડમાં 12 બાળકો અને બે શિક્ષિકાઓની મોત નીપજ્યાં છે. ત્યારે મૃત્યુ પામનાર બાળકોના પરિવાર હજુ પણ ન્યાય માટે તરસી રહ્યા છે. ત્યારે ગુનેગારોને બક્ષવામાં ન આવે તેવી ગુજરાતના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. વકીલોએ આરોપીના કેસ ન લડવાનો નિર્ણય પણ લીધો હતો.
મામલો ગંભીર સ્વરૂપે પકડવા માંડતા સફાળી જાગેલી પોલીસે એક બાદ એક આરોપીઓને ધરપકડ કરી છે જોકે ઘટનાને મહિનો વીતી ગયા હોવા છતાં પણ કડક કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી. ઘટના લઈને સ્કૂલ સંચાલકો કે પાલિકા અધિકારીઓ પર કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવી નથી.
#Gujarat #Harani-Boat-Accident #Vadodara #Police #19-Accused #Big Success