ટોરોન્ટો – મેલમાં પત્રો મોકલવા માટે ટૂંક સમયમાં વધુ ખર્ચ થઈ શકે છે.
કેનેડા પોસ્ટ બુકલેટ, કોઇલ અથવા પેનમાં ખરીદેલી સ્ટેમ્પ માટે સ્ટેમ્પની કિંમત સાત સેન્ટ વધારીને 99 સેન્ટ કરવાનું લક્ષ્ય રાખે છે. મોટાભાગે તેનું જ વધુ વેચાણ થઈ રહ્યું છે.
વ્યક્તિગત રીતે ખરીદેલી સ્ટેમ્પની કિંમત ડોમેસ્ટિક લેટર માટે $1.07 થી વધીને $1.15 થશે.
યુ.એસ., ઇન્ટરનેશનલ લેટર-પોસ્ટ અને ડોમેસ્ટિક રજિસ્ટર્ડ મેઇલ સહિત અન્ય પ્રોડક્ટ્સ પણ દરમાં ફેરફારથી પ્રભાવિત થશે.
ભાવ વધારાની જાહેરાત આજે પબ્લિક કોમેન્ટ માટે કરવામાં આવી હતી અને નિયમનકારી મંજૂરીઓને આધીન 6ઠ્ઠી મેથી અમલમાં આવશે.
કેનેડા પોસ્ટના કહેવા મુજબ છેલ્લા દાયકામાં સ્થાનિક લેટર મેઇલના દરો બે વખત વધ્યા છે: 2019માં પાંચ સેન્ટ અને 2020માં બે સેન્ટ. તે કહે છે કે છેલ્લો “મુખ્ય ભાવ ફેરફાર” માર્ચ 2014માં કરવામાં આવ્યો હતો.
એજન્સી કહે છે કે સૂચિત ભાવ વધારો એટલા માટે આવ્યો છે કારણ કે તે ફુગાવાના કારણે “નોંધપાત્ર” નાણાકીય દબાણનો સામનો કરી રહી છે અને હકીકત એ છે કે દર વર્ષે પત્રોની સંખ્યા ઘટી રહી છે.
તેના કહેવા પ્રમાણે પરિવર્તનની અસર સરેરાશ કેનેડિયન પરિવાર માટે દર વર્ષે આશરે 65 સેન્ટ્સ અને સરેરાશ કેનેડિયન નાના વ્યવસાય માટે લગભગ $12.07 હોવાનો અંદાજ છે.
#Canada-Post #stamp-price #inflation #ontario #financial-pressure #canadian