ઑન્ટારિયો આગામી બે વર્ષ માટે બિયર ટેક્સમાં વધારો અટકાવી રહ્યું છે

ટોરોન્ટો – ઑન્ટારિયો સરકાર પડતર કિંમતને નીચી રાખી પ્રાંતના આલ્કોહોલ અને હોસ્પિટાલિટી સેક્ટરને 1 માર્ચ, 2024 ના રોજ નિર્ધારિત બીયર બેઝિક ટેક્સ અને LCBO માર્ક-અપ દરોમાં અંદાજિત 4.6 ટકાના વધારાને અટકાવી પીઠબળ પુંરું પાડી રહી છે. આ દર વધારાથી ફુગાવાને પ્રોત્સાહન મળે તેમ હતું. જેને સરકારે છેલ્લા છ વર્ષોથી સતત રોકી રાખ્યો છે, જેના પરિણામે આશરે $200 મિલિયનની રાહત મળી છે. આ નવીનતમ ફ્રીઝ બે વર્ષ માટે, માર્ચ 1, 2026 સુધી રહેશે.

પ્રીમિયર ડગ ફોર્ડે જણાવ્યું હતું કે, “અમારી સરકાર સતત વધુ પૈસા નાગરિકોના ખિસ્સામાં મૂકીને ઑન્ટારિયો પરિવારો માટે જીવનને વધુ સસ્તું બનાવવાની રીતો શોધી રહી છે. બિયર ટેક્સમાં વધારો રોકવાથી લઈને ગેસ ટેક્સ ઘટાડવા સુધી, અમે સમગ્ર પ્રાંતમાં વ્યવસાયો અને પરિવારોને ખર્ચ ઓછો કરવો પડે તેનું ધ્યાન રાખી છીએ.”

આ કાર્યવાહી નવા આલ્કોહોલ રિટેલ માર્કેટપ્લેસ તરફ બીયર સેક્ટરના ટ્રાન્ઝિશનને સપોર્ટ કરતી વખતે ગ્રાહકો માટે પસંદગી અને સગવડમાં સુધારો કરવાના સરકારના નિર્ણય પર આધારિત છે. 1 જાન્યુઆરી, 2026 સુધી ઑન્ટારિયોમાં ગ્રાહકો પાસે સમગ્ર પ્રાંતમાં સહભાગી સગવડતા, કરિયાણા અને મોટા બૉક્સ કરિયાણામાં બીયર, વાઇન, સાઇડર અને તૈયાર આલ્કોહોલ પીણાંની ઍક્સેસ હશે.

    ફાઈનાન્સ મિનિસ્ટર પીટર બેથલેનફાલ્વીએ જણાવ્યું હતું કે, “અમારી સરકાર આલ્કોહોલ અને હોસ્પિટાલિટી ક્ષેત્રો માટે નિશ્ચિતતા અને સ્થિરતા પ્રદાન કરતી વખતે ગ્રાહકોને પસંદગી અને સુવિધા આપવાની તેની પ્રતિબદ્ધતાને સાબિત કરી રહી છે. જેમ કે અમે નવા આલ્કોહોલ રિટેલ માર્કેટપ્લેસમાં જવાની તૈયારી કરીએ છીએ, બિઅર બેઝિક ટેક્સ અને LCBO માર્ક-અપ દરો પરની આ રોક ગ્રાહકો માટે બચત કરવાની તક છે અને બ્રૂઅર્સને પોતાને અને તેમના કામદારોમાં ફરીથી રોકાણ કરવામાં મદદ કરીને વ્યવસાયોને સરળ બનાવવામાં મદદ કરશે.”

    આગામી મહિનાઓમાં, સરકાર નવા માર્કેટપ્લેસમાં સરળ, સલામત અને સ્થિર ટ્રાન્ઝિશનની ખાતરી કરવા માટે ઉદ્યોગ ભાગીદારો, પીણા આલ્કોહોલ ઉત્પાદકો અને અન્ય હિતધારકો સાથે મળવાનું અને માહિતીનું આદાનપ્રદાન કરવાનું ચાલુ રાખશે. ઓન્ટારિયો-આધારિત ઉત્પાદકો અને ગ્રાહકો માટે વધુ સ્પર્ધાત્મક બજારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે પ્રાંત બિયર, વાઇન અને આલ્કોહોલિક પીણાં પરના કર અને ફીની સમીક્ષા પણ કરશે.
    #Ontario #Beer-Tax-Increase #cost #alcohol #hospitality-sector #LCBO #rate #inflation #relief

    Next Post

    કેનેડા પોસ્ટ સ્ટેમ્પની કિંમત આગામી મે માસથી વધારશે

    Sat Feb 10 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 ટોરોન્ટો – મેલમાં પત્રો મોકલવા માટે ટૂંક સમયમાં વધુ ખર્ચ થઈ શકે છે. કેનેડા પોસ્ટ બુકલેટ, કોઇલ અથવા પેનમાં ખરીદેલી સ્ટેમ્પ માટે સ્ટેમ્પની કિંમત સાત સેન્ટ વધારીને 99 સેન્ટ કરવાનું લક્ષ્ય રાખે છે. મોટાભાગે તેનું જ વધુ વેચાણ થઈ રહ્યું છે. […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share