ઓન્ટેરિયો દ્વારા મુખ્ય ક્ષેત્રોમાં નવા રોકાણોને આકર્ષવામાં આવી રહ્યાં છે

પ્રોવિન્સ પ્રાદેશિક વિસ્તરણને આવકારવા સાથે વિદેશમાં વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવશે

ટોરોન્ટો – ઈકોનોમિક ડેવલપમેન્ટ અને જોબ ક્રિએશન તથા વ્યાપાર મંત્રી વિક ફેડેલી સ્ટેટિસ્ટિક્સ કેનેડા દ્વારા જાહેર કરાયેલા આજના માસિક રોજગાર નંબરો પર નિવેદન જારી કર્યું, જેમાં દર્શાવાયું છે કે ઓન્ટારિયોએ ગયા મહિને લગભગ 24 હજાર નોકરીઓ વધારી છે, જેમાં બાંધકામ ક્ષેત્રે 9,700 નોકરીનો સમાવેશ થાય છે. જે જોબ ક્રિએશન ક્ષેત્રે જાન્યુઆરીમાં સમગ્ર રાષ્ટ્રને પ્રગતિના પંથે લઇ ગયું છે.

તેમાં વધુમાં કહેવાયું છે કે,“જ્યારે ઓન્ટારિયો, કેનેડા અને વિશ્વભરના અધિકારક્ષેત્રો આર્થિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યાં છે, ત્યારે અમારી સરકાર રોકાણ આકર્ષવા અને ઑન્ટેરિયોના લોકો માટે વધુ સારા વેતન સાથેની રોજાગારી ઊભી કરવા માટે લક્ષિત અને જવાબદાર અભિગમ જાળવી રહી છે. મુખ્ય ક્ષેત્રોમાં, કંપનીઓ તેમની વૃદ્ધિ અને ઈનોવેશન્સને સમર્થન આપવા માટે એક આદર્શ સ્થાન તરીકે ઓન્ટેરિયોને પસંદ કરી રહી છે.

એકલા જાન્યુઆરીમાં, છ વ્યવસાયોએ સમગ્ર પ્રાંતના પ્રદેશોમાં 152 નવી, સારા પગારવાળી નોકરીઓનું સર્જન કરીને કામગીરીને વિસ્તારવા માટે $133 મિલિયનના રોકાણની જાહેરાત કરી હતી. આ વ્યવસાયોમાં Kitchener’s FluidAI મેડિકલ, લંડનની Starlim North America Corp. અને Andriani Ltd., અને Niagara Region’s Stanpac Inc., AMSI Inc. અને St. David’s Cold Storageનો સમાવેશ થાય છે. આ રોકાણોના ભાગરૂપે, ઓન્ટારિયો પ્રાદેશિક વિકાસ કાર્યક્રમ અને ઓન્ટારિયો ટુગેધર ફંડ દ્વારા લગભગ $12 મિલિયનનું ભંડોળ આપે છે.

    જાન્યુઆરી મહિનામાં ઓન્ટારિયોના પ્રતિનિધિ મંડળોએ યુનાઇટેડ સ્ટેટ્સ અને મેક્સિકો બંનેમાં પ્રાંતના વધતા ઓટોમોટિવ, ટેક્નોલોજી, જીવન વિજ્ઞાન અને ઉત્પાદન ક્ષેત્રોને પ્રોત્સાહન આપતા બે સફળ વેપાર મિશનમાં હાજરી આપી હતી. આ મિશનોએ કેલિફોર્નિયામાં બાયોટેક શોકેસ, નેવાડામાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો અને મોન્ટેરી, મેક્સિકોમાં એક્સ્પો મેન્યુફેક્ચર સહિત વિશ્વની કેટલીક સૌથી મોટી કોન્ફોરન્સમાં પ્રોવિન્સની ઈન્ડસ્ટ્રીઅલ સ્ટ્રેન્થને પ્રોત્સાહન આપવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડી હતી.

    યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના વેપાર માટેની ઓન્ટારિયોની વ્યૂહરચનાનાં ભાગરૂપે, ઓન્ટારિયો અને ઇન્ડિયાનાએ વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક નવા મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU)ને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

    સરકારનો જવાબદાર અભિગમ ભાવિ પેઢીઓ માટે મજબૂત અર્થવ્યવસ્થાનો પાયો નાખતી વખતે આજે લોકો અને વ્યવસાયો માટે વધુ તકો ઊભી કરી રહ્યો છે. ઓન્ટારિયોના વ્યવસાયોને આંતરરાષ્ટ્રીય બજાર સાથે જોડીને, કંપનીઓ રોકાણ કરવા, વૃદ્ધિ કરવા અને નોકરીઓનું સર્જન કરવા માટે પ્રોવિન્સ વિશ્વના શ્રેષ્ઠ અધિકારક્ષેત્રોમાંના એક તરીકે સ્થાન પામવા પ્રયત્નશીલ છે.”

    #Ontario #Investments #Key-Sectors #MOU #international-market #Indiana #regional-expansion #strategic-partnerships

    Next Post

    ઑન્ટારિયો આગામી બે વર્ષ માટે બિયર ટેક્સમાં વધારો અટકાવી રહ્યું છે

    Sat Feb 10 , 2024
    Total 0 Shares 0 0 0 0 0 0 ટોરોન્ટો – ઑન્ટારિયો સરકાર પડતર કિંમતને નીચી રાખી પ્રાંતના આલ્કોહોલ અને હોસ્પિટાલિટી સેક્ટરને 1 માર્ચ, 2024 ના રોજ નિર્ધારિત બીયર બેઝિક ટેક્સ અને LCBO માર્ક-અપ દરોમાં અંદાજિત 4.6 ટકાના વધારાને અટકાવી પીઠબળ પુંરું પાડી રહી છે. આ દર વધારાથી ફુગાવાને પ્રોત્સાહન […]

    આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

    Subscribe Our Newsletter

    Total
    0
    Share