- સ્ટેપલ્સને મિલિયન્સના કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યાં
ક્વીન્સ પાર્કઃ પ્રીમિયર ફોર્ડના શબ્દોમાં કહી, એકમાત્ર સોર્સ્ડ કોન્ટ્રાક્ટ્સ દ્વારા સરકાર તેમના મળતિયાઓના ખિસ્સા ભરી રહી છે. તેમ છતાં, કન્ઝર્વેટિવ્સ ઑન્ટેરિયનો સમક્ષ તેનો ઇનકાર કરી રહ્યા છે. કન્ઝર્વેટિવ્સે એકમાત્ર-સોર્સ્ડ કોન્ટ્રાક્ટ દ્વારા સ્ટેપલ્સ અને વોલમાર્ટ જેવા બીગ બોક્સ અમેરિકન-માલિકીના રિટેલ સ્ટોર્સને સર્વિસ ઓન્ટારિયો કામગીરી સોંપવાનું શા માટે નક્કી કર્યું તે ઓન્ટેરિયનોને જણાવવા તૈયાર નથી.
કન્ઝ્યુમર પ્રોટેક્શન માટે ઓફિસિયલ ઓપોઝિશન NDPના MPP ટોમ રાકોસેવિકે રોષપૂર્વક જણાવ્યું હતું કે, “જો કન્ઝર્વેટિવ્સે ખરેખર ઓન્ટેરિયનોના હિતો માટે આ નિર્ણય લીધો હોત તો તેઓને સ્પર્ધાત્મક બિડ માટે શા માટે ન કરી તેનો જવાબ આપવામાં તેમને ખચકાટ ન હોવો જોઇએ. જે રીતે માહિતી મળી રહી છે તેના આધારે એવું લાગી રહ્યું છે કે, પ્રીમિયર સાચા છે અને તે ઓન્ટેરિયનોને તેમની કોમ્યુનિટીઝમાં આવશ્યક સરકારી સેવાઓ મળે તેની જગ્યાએ તેમના મળતિયાઓના ખિસ્સા પૈસાથી ભરવામાં વધુ રસ છે.”
જ્યારે મિનિસ્ટર મેકકાર્થી ટેક્સપેયરની બચતને ટાંકીને આ નિર્ણયને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, ત્યારે અત્યાર સુધીમાં કન્ઝર્વેટિવ્સે આ પગલાને યોગ્ય ઠેરવવા માટે બચતના ત્રણ અલગ-અલગ આંકડા દર્શાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે, તે ત્રણ વર્ષમાં $900,000 છે, જ્યારે ડેપ્યુટી પ્રીમિયરે દાવો કર્યો હતો કે તે વાર્ષિક $1 મિલિયન છે, અને અગાઉના નિવેદનમાં મંત્રીએ નોંધ્યું હતું કે, તે ત્રણ વર્ષમાં $1 મિલિયન હશે.
“સ્પષ્ટ વાત એ છે કે, આ નિર્ણયને કરદાતાઓના નાણાં બચાવવા સાથે કોઈ લેવાદેવા નથી અને સર્વિસ ઓન્ટારિયો ઓપરેટરો અને કામદારોને મૂંઝવણમાં મૂકીને.ખાનગી કોર્પોરેશનોને ડૉલર આપવાનો માર્ગ શોધવા સાથે બધું જ કરવામાં
આવી રહ્યું છે…” #Canada #Ontario #Conservatives #MPP-Tom-Rakocevic-Premier #Ford #Staples #Walmart