સોમાલિયામાં ભારતીય નૌકાદળે 19 પાકિસ્તાનીઓને બચાવ્યા

  • પાકિસ્તાનીઓની નાપાક હરકતો અને આરોપો વચ્ચે ભારતનું પ્રશંસનીય પગલુઃ સમુદ્રમાં પણ ભારતીય નૌકાદળનો દબદબો

પાકિસ્તાનીઓની નાપાક હરકતો અને આરોપો વચ્ચે ભારતીય નૌકા દળે કરેલા શૌર્યપ્રદર્શનને વિશ્વમાંથી પ્રશંસા મળી રહી છે. સમુદ્રમાં પણ ભારતીય નૌકાદળે પોતાનો દબદબો સ્થાપિત કરી દીધો છે. ભારતીય નૌકાદળે સોમાલિયાના 11 ચાંચિયાઓના કબજામાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે, ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેમના જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા પાકિસ્તાનના જહાજ FV અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

ભારતીય નૌસેનાએ 24 કલાકમાં બીજું સફળ ઓપરેશન પાર પાડ્યું છે. હવે ભારતીય નૌકાદળે સોમાલિયાના 11 ચાંચિયાઓના કબજામાંથી પાકિસ્તાનના 19 નાગરિકોને બચાવ્યા છે. મંગળવારે, ભારતીય નૌકાદળે માહિતી આપી હતી કે તેમના જહાજ સુમિત્રાએ, માછીમારી કરતા ઈરાનના જહાજ FV અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય નૌકાદળના સૈનિકોએ સોમાલિયાના ઈસ્ટ કોસ્ટમાં આ એન્ટી-પાયરસી ઓપરેશન હાથ ધર્યું હતું. અગાઉ, ભારતીય નૌકાદળે એફવી ઈમાન પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

Indian Naval Ship Sumitra, having thwarted the Piracy attempt on FV Iman, has carried out yet another successful anti-piracy operation off the East Coast of Somalia, rescuing Fishing Vessel Al Naeemi and her Crew (19 Pakistani Nationals) from 11 Somali Pirates: Indian Navy https://t.co/cqm0RxtQxB pic.twitter.com/NUIV0Cu5iK

— ANI (@ANI) January 30, 2024

ભારતીય નૌકાદળના પ્રવક્તાએ ટ્વિટર પર લખ્યું, “આઈએનએસ સુમિત્રાએ માછીમારીના જહાજ અલ નૈમી પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો અને 19 પાકિસ્તાની ક્રૂ સભ્યોને 11 સોમાલી ચાંચિયાઓથી બચાવ્યા છે.” એડનની ખાડીમાં કોચીના દરિયાકાંઠે આ કાર્યવાહી કરવામાં આવી છે. 28 જાન્યુઆરીના રોજ, ઈરાની ધ્વજવાળા માછીમારી જહાજના અપહરણ વિશે માહિતી પ્રાપ્ત થઈ હતી. જે બાદ ભારતીય યુદ્ધ જહાજ આઈએનએસ સુમિત્રાએ આગેવાની લીધી અને 19 પાકિસ્તાની નાગરિકોને લઈને જતા જહાજને બચાવી લીધું, જેને સોમાલિયાના પૂર્વ કિનારે સશસ્ત્ર સોમાલી ચાંચિયાઓએ હાઈજેક કર્યું હતું.

#Indian-Navys #Successful-Operation #Rescues #Pakistanis #anti-piracy operation #indian-navy #INS Sumitra-pirates #Somali Pirates

Next Post

Gujaratને મળ્યું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટઃ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર

Wed Jan 31 , 2024
Total 0 Shares 0 0 0 0 0 0 ગુજરાતમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ વધ્યાં છે વળી ગુજરાતની ઔદ્યોગિક ગતિવિધિઓ દેશના સિમાડા વળોટી ગઇ છે. ગુજરાતનો સીધો જ વિવિધ દેશો સાથે આર્થિક વ્યવહાર ચાલે  છે. સુરતમાં તાજેતરમાં ડાયમંડ  બુર્સ શૂ કરાયા બાદ જેની રાહ જોવાતી હતી તે નિર્ણય કેન્દ્ર સરકારે […]

આ સમાચાર વાંચવાનું ચૂકશો નહિ

Subscribe Our Newsletter

Total
0
Share